કાશ્મીરમાં પુલવામામાં CRPF ના જવાનો પર હુમલો થયો, ૪૦ જવાનો શહીદ થયા. આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે, ત્યારે ૫૬ ઈંચની છાતીની વાત કરતા, લાલ આંખ કરીને પાકિસ્તાનને સીધું કરવાનું કહેતા, એક ની સામે દસ માથા લાવવાની વાતો કરતા નરેન્દ્ર મોદીની કાર્યક્ષમતા પર સવાલ ઉઠે તે વ્યાજબી છે.

વિરોધે ગુજરાત સમાચારનો મોટો પ્રચાર કર્યો અને ગુજરાત સમાચારને સહાનુભુતિ મળતા અગાઉ કરતાં પણ તેની વધુ કોપીઓ વંચાવા લાગી. ગુજરાત સમાચાર લેવા પડાપડી થઇ. બાહિષ્કાર તો દુર ગુજરાત સમાચાર વધુ લોકો સુધી ફેલાયું. તેની નકલો ઘટવાના બદલે વધી ગઈ છે.
પોતાના સાહેબની વાહવાહી જોવા ટેવાયેલા અંધભક્તોને આવી લાગણી એટલે જ ઉભી થઇ રહી છે કે આજે મોટાભાગની મિડિયા નૈતિકતા ભૂલી રહી છે.
આતો ગુજરાત સમાચારની મજબુતી અને સિદ્ધાંતો છે કે જે આવી કોઈ ધમકીઓને વશ નથી થતું અને પોતાની નિતી પર અડગ રહે છે.
આજતક, ઝી ન્યુઝ, ઇન્ડિયા ટીવી, ટાઈમ્સ નાવ, રિપબ્લિક ટીવી જેવી ચેનલો ખુલ્લેઆમ એજન્ડા ચલાવે છે, ૨ હજારની નોટમાં ચીપ છે તેનું સૌથી મોટું ઉદાહરણ છે.
હકીકતમાં બધી મિડિયા નાની મોટી દરેક ઘટનામાં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહને સવાલો કરતી, પ્રહારો કરતી પણ હવે ગોદી મિડિયા આખો દિવસ નરેન્દ્ર મોદીની ભક્તિ અને ભાજપના પ્રચારમાંથી ઉંચી નથી આવતી. આવા સમયે ગુજરાત સમાચાર, એનડીટીવી જેવા જુજ માધ્યમો તટસ્થતાથી પત્રકારિતા કરતા જોવા મળે છે.
મિડિયા શાસન વ્યવસ્થા વિરુદ્ધ જ પ્રશ્નો કરતી હોય, પ્રજા વતી પ્રશ્નો કરનારી મિડિયાને જ લોકશાહીનો ચોથો સ્તંભ કહેવાય છે પરંતુ આજની મિડિયા ચાપલુસીમાં મશગુલ છે.
ગુજરાત સમાચારે હકીકતમાં ૫૬ ની છાતી રાખતા સરમુખત્યાર વિચારો ધરાવનારાઓ સામે હેડલાઈન આપી. જેનાથી આખો દિવસ પોતાની વાહવાહી જોવા ટેવાયેલા અમુક પક્ષ અને વ્યક્તિના આંધળા ભક્તોને લાગી આવ્યું અને ગુજરાત સમાચાર સામે અભિયાન શરુ કર્યું.
પોતાના સંસ્કારોનું પ્રદર્શન કરતાં મિડિયા સેલના રાજકીય લોકોએ ગુજરાત સમાચાર વિશે અભદ્ર શબ્દો લખવાના શરુ કર્યા, લોકશાહી વિરોધી વિચારો ધરાવનારા અંધભક્તોને એમ જ છે કે બધા અમારા સાહેબના વખાણ જ કરવા જોઈએ, બધાએ અમારી વાહવાહી જ કરવાની અને જે કડવું સત્ય કહે તે માઠું લાગે અને સહન ના થાય.
જો કે લોકશાહી દેશમાં આવી વિકૃત વિચારધારા સ્વીકાર્ય ના જ હોય, ભાજપના જ માણસો લોકશાહીની વિરુદ્ધ તટસ્થ મિડિયા વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે પરંતુ દેશ તો લોકશાહી જ છે.
પ્રજામાં તો મોદી સરકારની નબળી કામગીરી સામે રોષ છે જ. લોકોએ ગુજરાત સમાચારની નીડરતા બિરદાવી અને લોકશાહી વિરોધી તત્વોના અભિયાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.
ન્યુઝ એજન્સી ANI નરેન્દ્ર મોદી સાથેના સવાલ નહીં વાહવાહી કરતા ઈન્ટરવ્યુથી બદનામ છે અને નોટબંધી વખતે પોતાના જ નોકરિયાતોને પ્રજા તરીકે રજુ કરીને મોદી સરકારની વાહવાહી કરાવતા પકડાઈ હતી.