ગુજરાત સરકાર 34 હજારને નોકરી આપશે – રૂપાણી

ગુજરાતમાં 2020ના નવા શરૂ થયેલા વર્ષમાં 34,000 સરકારી જગ્યાઓ ભરતી કરવામાં આવશે તેમ રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે. સીએમ રૂપાણીએ યુવાનો અને વિદ્યાર્થીઓને તેમના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પર વિશ્વાસ કાયમ રાખવાની અપીલ પણ કરી છે.

યુવાનોની મહેનત એળે નહીં જાય
સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે હું લોકોને આશ્વસ્ત કરવા માગું છું કે રાજ્યના યુવાનોની મહેનત એળે નહીં જાય. મુખ્ય પ્રધાને પોતાના ફેસબુક અકાઉન્ટ દ્વારા બુધવારે એક સંબોધનમાં આ વાત જણાવી હતી. રૂપાણીએ વધુમાં જણાવ્યું કે ‘ત્રણ વર્ષમાં અમે 1.18 લાખ યુવાનોને સરકારી નોકરી પૂરી પાડી છે. ચાલુ વર્ષે વધુ 34-35 હજાર યુવાનોને અમે રોજગારી પૂરી પાડીશું. આ માટે વિવિધ જગ્યાઓ પર ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.’