ગુનાખોરી સાથે જેનું નામ જોડાયેલું છે એવા ગુજરાત ભાજપના 16 સાંસદો કપાશે 

ગુનાખોરી સાથે જેનું નામ સતત લેવાતું આવ્યું છે એવા ગુજરાત ભાજપના 5 સાંસદની ટિકિટો કાપી કાઢવામાં આવે એવી પૂરી શક્યતા છે. કોંગ્રેસના એક પણ સાંસદ ચૂંટાયેલા નથી તેથી તેમને આ પ્રશ્ન સતાવતો નથી. 2014ની લોકસભાની ચૂંટણીમાં જીતેલા ભાજપના 26 સાંસદોમાંથી 9 સામે અપરાધના કેસ જ્યારે 7 સામે ગંભીર અપરાધના કેસો નોંધાયેલા છે. 26માંથી 16 સાંસદો સામે અપરાધિક મામલા નોંધાયેલા છે. અામ ગુનેહગાર સાંસદોને ગુજરાતની પ્રજાઅે ચૂંટણીને લોકસભામાં બેસાડ્યા છે. જેમની ટિકિટ કાપવા માટે પ્રજાનો એક વર્ગ પક્ષ પર દબાણ કરી રહ્યો છે. પ્રજા એવું ઈચ્છે છે કે 16 સાંસદોને ફરીથી ટિટિક ન આપવી જોઈએ. આ મત હવે ભાજપમાં પણ બની રહ્યો છે. કારણ કે મોદીએ જાહેર કર્યું હતું કે તેઓ દાગી સાંસદો સામે ઝપડથી કામ ચલાવશે. પણ મોદીએ જ આ બધા સાંસદોને ટિકિટ આપી હતી. તેમની સામે તેમણે આજ સુધી પગલાં ન લીધા હોવાથી પ્રજા મત ધમીથી આ 16 સાંસદોની સામે થઈ રહ્યો છે. તેથી ભાજપ આ સાંસદોની ટિકિટ કાપવા માટે મજૂર થઈ રહ્યો છે.

છેલ્લાં ભ્રષ્ટ પ્રધાન

કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરી સામે રૂ.2 કરોડની લાંચના આરોપ બાદ ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે તેમની સામે કોઈ પગલાં ભલે ન લીધા હોય પણ તેમની ટિકિટ કપાય તેવા ભરપુકર પ્રયાસો ભાજપમાંથી થઈ રહ્યાં છે.

ભાજપમાં માત્ર હરિભાઈ નહી પરંતુ ઘણા સાંસદો વિવાદમાં રહેલા છે. કલંકિત સાંસદોની સામે પગલાં લેવાશે એવું 2014ની લોકસભાની ચૂંટણી વખતે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તે વખતે ભારતની પ્રજાને વચન આપ્યું હતું. પણ તેમાં તેઓએ કંઈ કર્યું નથી. તેથી ગુજરાતની પ્રજામાં રોષ છે, હવે આવા સાંસદોને હાંકી કાઢવા પર પક્ષ પર સારા નાગરિકો દબાણ કરી રહ્યાં છે.

ભાજપના ઘણા સાંસદો સામે બેન્ક કૌભાંડથી માંડીને ધાકધમકી, ફાયરિંગ જેવા વિવાદો છે. તે થી ભાજપની રાજકીય પ્રતિષ્ઠાનું ધોવાણ થયું છે. મોદી સરકારમાં છે સૌથી વધુ ગુનેહગાર સાંસદો. જેની ટકાવારી કોંગ્રેસ કરતાં પણ વધારે છે. એટલા માટે જ મોદી આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં મુનાસિબ માનતા નથી.

35 ટકા દાગી નેતાઅો માત્ર ભાજપમાં

દેશના 34 ટકા કે 297 સાંસદો સામે પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. જેમાં 112 સાંસદો સામે ગંભીર પ્રકારના ગુનાઅો નોંધાયેલા છે. દેશમાં હાલમાં ભાજપના 281 સાંસદોમાં 97 સાંસદો સામે અપરાધના કેસ નોંધાયેલા છે. અેટલે કે 35 ટકા દાગી નેતાઅો માત્ર ભાજપમાં છે. કોંગ્રેસના 44માંથી માત્ર 8 સામે ગંભીર ગુનાઅો અેટલે કે 18 ટકા અપરાધિઅો કોંગ્રેસ સાથે જોડાયેલા છે. અેઅાઈડીઅેમકેના 37 સાંસદો માંથી 6 સામે, શિવસેનાના 18માંથી 8 સામે અને અન્ય 34માંથી 4 સામે અપરાધના કેસો છે. ધારાસભ્યો અને સાંસદોને ભેગા કરીઅે તો 102 માંથી 6% એટલે કે 64 જનપ્રતિનિધિઓ વિરુદ્ધ અપહરણના મામલા નોંધાયા છે. નેશનલ ઇલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)ના પ્રતિનિધિઓ દ્વારા ઇલેક્શન કમિશનને આપવામાં આવેલી જાણકારીના આધારે રિપોર્ટ તૈયાર કર્યો છે. દેશમાં 185 સાંસદો સામે સામાન્ય અપરાધો નોંધાયેલા છે. અજે સુપ્રીમે અા કેસમાં ગંભીર નિર્ણય લીધો હોત તો 542 સાંસદોમાંથી 297 સાંસદો સામે કાર્યવાહી કરવાની નોબત અાવી હોત. જે દેશ માટે અતિ ગંભીર મામલો છે.

ભાજપના આ સાંસદો સામે પણ લાગ્યા છે આક્ષેપો

દિલીપ પટેલ – પોલીસને ધાકધમકી આપવી
પ્રભાતસિંહ ચૌહાણ – માફિયાગીરી અને બુટલેગરો સાથે સંબંધ
મોહન કુંડારિયા – બાળકોની પીઠ પર ચાલનારા, ચાઇલ્ડ એક્ટનો ભંગ
સ્મૃતિ ઇરાની- બોગસ ડિગ્રી કૌભાંડ
અરૂણ જેટલી – ગુજરાતીઓનાં નાણાં ડૂબાડનારા માધવપુરા બેંકના આરોપીની વકીલાત કરી
રૂપાલા-અર્બુદા ક્રેડિટ કૌભાંડના માલિક સાથે સાંઠગાંઠ
વિનોદ ચાવડા- નલિયાકાંડમાં નામ ઉછળ્યું
સી.આર.પાટિલ – ધાકધમકી, સુરતની ડાયમંડ જ્યુબિલીનું ઉઠમણું
વિઠ્ઠલ રાદડિયા- ફાયરિંગ, ધાકધમકી, નોટબંધી બાદ વિવાદાસ્પદ
ગુજરાતમાં પણ ભાજપના નેતાઅો નથી દૂધે ધોયેલા