ગુજરાતના ડેપ્યુટી CM સહિત 10 મંત્રીઓ સામે ફોજદારી કેસ છે. તેઓ સામે અદાતલમાં ઝડપથી કાર્યવાહી થતી નથી. તેઓ પ્રધાન બન્યા તેને એક વર્ષ થયું છે છતાં તેમાંના એક પણની સામે અદાલતમાં ઝડપી કેસ ચાલ્યા નથી કે કોઈ સામે ચૂકાદો આવ્યો નથી.
ગુજરાત ઇલેક્શન વૉચ અને એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં ગુજરાત વિધાનસભાના 40% મંત્રીઓ સામે ફોજદારી કેસો નોંધાયેલા છે. જ્યારે 84% મંત્રીઓ(21) કરોડપતિ છે. એડીઆરે બુધવારે રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે, 25માંથી 10 (40%) મંત્રીઓ સામે ફોજદારી કેસો થયેલા છે. તેમાંથી 5 મંત્રીઓ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ અને ધાડ જેવા ગંભીર ફોજદારી કેસો થયેલા છે. 25માંથી 21 કરોડપતિ છે. 25 મંત્રીઓની એવરેજ એસેટ 7.81 કરોડ છે.
પરષોત્તમ સોલંકી 37.61 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે સૌથી ધનિક મંત્રી છે. વલ્લભ કાકડિયા 28 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા અને રોહિત પટેલ 23 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે. નવા મુખ્યમંત્રી રૂપાણીની કુલ સંપત્તિ 7 કરોડ રૂપિયા જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કુલ સંપત્તિ 9 કરોડ રૂપિયા છે. 23.76 લાખ રૂપિયાની કુલ સંપત્તિ સાથે શબ્દશરણ તડવી સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મંત્રી છે. કુલ 18 મંત્રીઓએ તેમની જવાબદારીઓ (દેવા)ની વિગતો જાહેર કરી છે, જેમાંથી જયેશ રાદડિયાના માથે સૌથી વધુ 7.94 કરોડ રૂપિયાનું દેવું છે.