મોરબી : વર્તમાન સમયમાં યોજાનારી દેશ લેવલનું કૃંભકો સંસ્થા સહકારી ક્ષેત્રની રાજકોટ ડિરેકટર પદની ચૂંટણીમાં ગરમાવો સર્જાયો છે. એક સમયના ગુરૂ શિષ્યની જોડી ગણાતા વાઘજીભાઈ બોડા અને મગનભાઈ વડાવીયા આજે કટ્ટર પ્રતિસ્પર્ધી બની કૃંભકોના ડીરેક્ટર પદ માટે સામસામે ઉમેદવારી પત્રો ભર્યા છે. ટોપ કક્ષાના આગેવાનોએ ડિરેકટર પદની ચૂંટણીમાં ફોર્મ ભરતા ચર્ચાનો વિષય બન્યો છે.
સહકારી ક્ષેત્રના રાજકોટ વિસ્તારના માંધાતા ગણાતા વાઘજીભાઈ બોડાના એક સમયના શિેય ગણાતા મગનભાઈ વડાવીયા આજે તેમના પૂર્વ ગુરૂના હરીફ બન્યા છે. જેનાથી સૌરાષ્ટ્રભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. શરૂઆતથી જ કોંગ્રેસના હિમાયતી કોંગ્રેસી આગેવાન અને સહકારી ક્ષેત્રમાં સંપૂર્ણ વર્ચસ્વ ધરાવતા અને સૌરાષ્ટ્રના સિંહ ગણાતા ખેડૂત આગેવાન વિઠ્ઠલભાઈ રાદડીયાના સહયોગી એવા વાઘજીભાઈ બોડાના હરીફ મગનભાઈ વડાવીયાના સહયોગમાં વિઠ્ઠલભાઈ રાદડીયાના સુપુત્ર ભાજપી આગેવાન અને ગુજરાત રકારના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા જોડાયા છે...
રાજકારણમાં કોઈ શત્રુ કે મિત્ર હોતા નથી તે કહેવત સાર્થક થઈ રહી છે. આ કૃભકો ડિરેકટર પદની ચૂંટણીમાં વધુ ગરમાવો એટલે આવ્યો છે કે મોરબી જિલ્લાના ભાજપી આગેવાન પૈકી અને મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા સાથે ભાજપના કેબીનેટ મંત્રી જયેાભાઈ રાદડિયા આરડીસી બેંકના એક વખતના જોન મેનેજર વિડજા સાહેબ ધારાસભ્ય જયંતી કવાડીયા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના ભાજપના સક્ષમ આગેવાનોની ફૌજ મગનભાઈ વડાવીયાને જીતાવા માટે મેદાને ઉતરી છે.
જયારે સહકારી ક્ષેત્રના માંધાતા ગણાતા વાઘજીભાઈ બોડાની સાથે સહકારી ક્ષેત્રના આગેવાનોની મોટી ફોજ તેમને જીતાડવા માટે મેદાને ઉતરી છે. હવે સૌની મીટ આની સાથે આટલા તેની સાથે તેટલા કરતા પરિણામો પર મંડાઈ છે. પરિણામો બન્ને ઉમેદવારોની ક્ષમતા સાબિત કરશે. હાલ તો રાજકોટ અને મોરબી જિલ્લામાં આ કૃભકોના ડિરેકટર પદની ચૂંટણી અને ઉમેદવારો બાબતે ચર્ચાનો વિષય બની છે.મોટો વિષય ગુરૂ શિષ્ય સામસામેનો અને કેબીનેટ મંત્રી જયેાભાઈ રાદડિયાના પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના સહયોગી વાઘજીભાઈ બોડાની સામેની પેનલમાં સક્રિય બન્યા છે તે મોટો ઈશ્યુ બન્યો છે ખરી સત્ય બાબત પરિણામો બાદ સ્પષ્ટ થશે.