ગોગોઇએ પદ પરથી નિવૃત્ત થયાના માત્ર બે દિવસમાં સરકારી બંગલો ખાલી કરી આપ્યો

ન્યુ દિલ્હી,તા.22
દેશના ચીફ જÂસ્ટસ રહી ચૂકેલા રંજન ગોગોઇએ આ પદ પરથી નિવૃત્ત થયાના માત્ર બે દિવસમાં સરકારી બંગલો ખાલી કરી આપ્યો હતો.

જÂસ્ટસ ગોગોઇ ૧૭ નવેંબરે નિવૃત્ત થયા હતા. એ પછી માત્ર બે દિવસ બાદ એમણે લાગતા વળગતા સરકારી ખાતાને જાણ કરી હતી કે મેં બંગલો ખાલી કરી નાખ્યો છે. તમે કબજા લઇ શકો છો.

આ બીજા બનાવ છે. અગાઉ દેશના ચીફ જÂસ્ટસપદેથી નિવૃત્ત થયેલા જÂસ્ટસ દીપક ખેહરે પણ નિવૃત્તિના એક સપ્તાહમાં સરકારી બંગલો ખાલી કરી આપ્યો હતો.

મોટા ભાગના પોલિટિશ્યનો-પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યો બંગલા ખાલી કરવામાં અખાડા કરતા હોય છે ત્યારે આ બીજા ચીફ જÂસ્ટસ છે જેમણે નિવૃત્તિના ગણતરીના કલાકોમાં બંગલો ખાલી કરી નાખ્યો હતો અને પોતાના વતનમાં જવા રવાના થઇ ગયા હતા.