ગોધરા પછી પ્રદેશવાદથી ગુજરાત સૌથી વધું બદનામ થયું  

ગુજરાતમાં 50 લાખ લોકો ગુજરાત બહારના છે. જ્યારે ભારત અને ભારત બહાર એક કરોડ અને મુંબઈમાં 10 લાખ લોકો ગુજરાતી છે. મુંબઈથી ગુજરાતીઓ દર વર્ષે હિજરત કરીને ગુજરાતમાં આવે છે. તે સિવાય બીજે ક્યાંય પ્રદેશવાદના કારણે ગુજરાતીઓએ હિજરત કરવી પડી નથી. ઈદી અમીન અને દક્ષિણ આફ્રિકાને બાદ કરતાં આવી ઘટનાઓ ક્યાંય બની નથી. પણ ગુજરાતમાં એક અઠવાડિયામાં જે કંઈ થયું તેમાં માત્ર 543 લોકોએ 61 બનાવો ઊભા કરીને દુનિયાભરમાં ફરી એક વખત ગુજરાત બદનામી વહોરી રહ્યું છે. જે બદનામી ગોધરા તોફાનોમાં નહોતી થઈ તેનાથી વધું બદનામી પરપ્રાંતના હુમલામાં થઈ છે.

અશાંતિ ઊભી કરવાના, પરપ્રાંતીયોને ધમકાવવાના અને મારવાના 61 ગુના એક અઠવાડીયામાં નોંધાયા છે, જેમાં 543 લોકોની ધરપકડ કરી છે. 20 લોકો કોંગ્રેસના આગેવાન છે અથવા તેમની સાથે જોડાયેલાં લોકો છે. તેમના ફોન કોલ્સ અને વૉટ્સઍપની તપાસ પોલીસ કરી રહી છે.

કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર તેના માટે જવાબદાર માનવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના નેતા અહેમદ પટેલ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં ફરીથી લાવ્યા હતા. હવે તેમણે આ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવીને કોંગ્રેસ માટે મોટો પડકાર ઊભો કર્યો છે. જે પકડાયા છે તે મોટાભાગના લોકો ઠાકોર સેનાના છે. ઠાકોર સેના અંગે અલ્પેશ ઠાકોર દ્વારા તાજેતરમાં જ કહેવામાં આવ્યું હતું કે મને કોંગ્રેસમાંથી દૂર કરવો હોય તો કરો પણ ઠાકોર સેના તો નહીં જ છોડું. આમ કહીને તેણે ભાજપમાં જવાના અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પડકાર ફેંક્યો હતો. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ઠાકોર છે. ફરી એક વખત ગુજરાતમાં કોંગ્રેસે જ્ઞાતિવાદ ભડકાવી માર્યો છે. KHAM થીયરી પ્રમાણે 1985માં કોંગ્રેસ 182માંથી 149 બેઠક મેળવીને માધવસિંહ સોલંકી કે જે ઠાકોર હતા તેમણે સત્તા મેળવી હતી.