ગોપાલ ઈટાલીયાની ગુજરાતમાં પ્રથમવાર થતી કાયદા કથા

સુરત શહેરમાં નેશનલ યુવા સંગઠન દ્વારા ત્રિ-દિવસીય કાયદા કથા થઈ રહી છે. ધર્મના નામે સદીઓથી ધર્મકથા કથાકારો કથા કરતાં આવ્યા હોવા છતાં દેશના લોકો કાયદા અંગે સજાગ નથી. તેથી કથાકારો સામે ગુજરાતમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યાર બાદ કાયદા કથાનો નવો ખ્યાલ ઊભો થયો છે. કાયદાઓ અંગે ગોપાલ ઈટાલીયા કથા કરશે. રોજ રાત્રે 8:30 થી 11 સુધી કથા ચાલશે. કથાનું સ્થળ સુરતના શિવફાર્મ, સરદાર ચોક, ગજાનંદથી ચીકુવાડી રોડ, યોગીચોક ખાાતે 27થી 29 ડિસેમ્બર સુધી શરૂં થઈ છે.

અંધશ્રદ્ધા છોડો અને બંધારણ, કાયદા, વિજ્ઞાન અપનાવોના નારા સાથે આ કથા આયોજિત કરી છે.
ત્રણ દિવસ માટે ત્રણ અલગ અલગ વક્તાઓ સમાજમાં ફેલાયેલી વિવિધ પ્રકારની અંધશ્રદ્ધાથી મુકત કઈ રીતે થવું તે અંગે વક્તવ્ય આપશે.

ત્રણેય દિવસ મ્યુનિસિપાલીટી, પોલીસ અને ગ્રાહકસુરક્ષા વિષય ઉપર વર્ષોના અનુભવી, તજજ્ઞ ત્રણ અલગ અલગ વક્તાઓ દ્વારા ઊંડાણપૂર્વક કાયદાકીય માહીતી આપવામા આવશે. કાયદા-કાનૂનની જાણકારીન હોવાના કારણે લોકોને અનેક તકલીફો પડે છે. તેથી ભ્રષ્ટાચાર વધે છે. સરકારી કામ કરાવવા માટે પૈસા આપવા પડે છે તેમજ ધક્કા ખાવા પડે છે. તેથી સૌ પ્રથમવાર કાયદાના જ્ઞાનથી જાગૃત બનવા તેમજ એક જાણકાર અને જવાબદાર નાગરિક બનવા માટે આ કથા કરવામાં આવશે. તેમ ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું.
પ્રથમ દિવસે પાટીદાર ગાર્ડનથી બપોરે 2.30 કલાકે સંવિધાનયાત્રા નીકળી. સુરતના જાહેર માર્ગ પર ફરીને કથા સ્થળે સંવિધાનની પ્રતિકૃતિ સ્થાપન કરી હતી.
ત્રણેય દિવસ પહેલા સંવિધાન વિશે સામાન્ય જાણકારી અને અંધશ્રદ્ધા નિવારણ માટે નિષ્ણાતો અને કથાકાર ગોપાલ ઈટાલીયા વક્તવ્ય આપ્યું હતું.

મહાનગરપાલિકામાં કેમ ફરિયાદ કરવી, તેમજ મ્યુનિસિપલ વિસ્તારમાં રોડ, વીજળી, પાણી, વેરા, સ્વચ્છતા અને અન્ય બાબતો વિશે તેમજ મ્યુનિ.ના વિવિધ કાયદાઓ વિશે જાણકારી

બિજો દિવસ 28મીએ પોલીસમાં ફરિયાદ કઈ રીતે કરવી, ફરીયાદ ન લખે તો શુ કરવું? અરજી, ધરપકડ, જામીન, રિમાન્ડ, તપાસ વગેરે બાબતોમાં વિશે માહીતી તેમજ પોલીસને લગતા વિવિધ કાયદાઓ, પોલીસની ફરજો અને પ્રજાના અધિકારો વિશે જાણકારી.

ત્રીજા દિવસે ગ્રાહકસુરક્ષા વિશે માહીતી જેમાં ગ્રાહક તરીકે ફરિયાદ કઈ રીતે કરવી તેમજ લાઈટ, મોબાઈલ સેવા, બસ સેવા વગેરેમાં ગ્રાહક તરીકે શુ શુ અધિકારો મળ્યા છે? તેમજ માલ-સામાનમાં કે સર્વિસમાં કોઈ ફરીયાદ હોય તો ગ્રાહક તરીકે મળેલા અધિકાર વિશે તેમજ ગ્રાહકના વિવિધ કાયદાઓ-નિયમો વિશે માહિતી.