ગોવા, નાથદ્વારા, હરિદ્વાર માટે એસટીની 30 બસ શરૂ થઈ

ગુજરાત એસ.ટી. નિગમની ઓફિશિયલ ઈ બુકિંગ સાઈટ તેમજ મોબાઈલ બુકિંગ એપ્લિકેશનથી
ટિકિટ બુકિંગ પર ૪ થી ૬ ટકાના ડિસ્કાઉન્ટ અપાશે.  પ્રીમિયમ બસ અને એ.સી. તથા વોલ્વો બસના બુકિંગમાં ૬ ટકા તેમજ નોન પ્રીમિયમ બસ ગુર્જર નગરી એક્સપ્રેસ કે સાદી સ્લીપર બસના ભાડામાં ૪ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
૧ લાખથી વધુ યુવાઓને રોજગારની તકો મળી છે અને આ કંડકટરની ભરતી માટે પણ ૧.૫૦ લાખથી વધુ અરજીઓ આવેલી તેમાંથી કતૃત્વ, પુરૂષાર્થ અને કૌશલ્યના પારદર્શી ધોરણે ભરતી કરીને ઉમેદવારો પસંદ કર્યા છે. આ ભરતી થઇ જવાને પરીણામે હવે રાજ્ય એસ.ટી. નિગમના ડ્રાયવર કંડક્ટરના સેટ અપમાં બધી જગ્યાઓ ભરાઈ જવાથી હવે કોઇ ઘટ નહીં રહે.

૩૦ પ્રીમિયમ બસોને આંતર રાજ્ય બસ સેવાઓને પ્રસ્થાન સંકેત આપી રવાના
કરાવી તેમાં વારાણસી, ગોવા, નાથદ્વારા, હરિદ્વાર, ગોવા તેમજ ઉત્તરાખંડ, હરિયાણા રાજ્યોનો સમાવેશ થાય છે.
પ્રિમિયમ બસ સેવા શરૂ કરવામાં આવી છે. આજથી શરૂ થયેલી બસ સેવા ગોવા, આબુ, કાશી, વારાણસી સ્થળો
સુધીની યાતાયાતની સેવા પૂરી પાડશે.
એસ.ટી.નિગમમાં છેલ્લા ૨ વર્ષમાં ૭૦૦૦ લોકોને નોકરીની તકો પૂરી પાડવામાં આવી છે. બીજા રાજ્યમાં જવા અને અન્ય રાજ્યના મુસાફરો ગુજરાતના સ્થળો જોવા માટે આવે તે માટે નવી બસ સેવા શરૂ કરવા માટે અન્ય રાજ્યો સાથે પણ વાટાઘાટો ચાલુ છે.