ગુજરાતમાં નવા ઘઉંની ખેતીનો માલ ખેડૂતો બજારમાં ઠાલવી રહ્યાં છે. બીજા રાજ્યોમાં ઉત્પાદન વધશે પણ ગુજરાતમાં ઘટશે એવો અંદાજ કૃષિ વિભાગે તૈયાર કર્યો છે. દેશના અનાજના મુખ્ય ઉત્પાદક રાજ્યોપંજાબ અને હરિયાણામાં આશરે ૩૦૦ લાખ ટન ઘઉંની બમ્પર લણણી ખેડૂતો કરશે. પંજાબમાં કૃષિ વિભાગના અંદાજ પ્રમાણે 180 લાખ ઉત્પાદન થઈ શકે છે તે ગયા વર્ષે 175 લાખ ટન થયું હતું. હરિયાણામાં 120 લાખ ટન ઘઉંના ઉત્પાદનની અપેક્ષા છે. જે ગયા વર્ષ જેટલું રહેશે. 2017-18માં ગુજરાતમાં 10.59 લાખ હેક્ટરના વાવેતર સામે 30.68 લાખ ટન ઘઉં પેદા થયા હતા. જેની સામે કૃષિ વિભાગે આ વર્ષે જે અંદાજ તૈયાર કર્યો છે તેમાં 8.21 લાખ હેક્ટરમાં વાવેતર ખેડૂતોએ કર્યું છે અને તેની સામે 24.20 લાખ ટન ઉત્પાદનની ધારણા બાંધી છે. આમ 6.48 લાખ ટન ઘઉંનું ઉત્પાદન ઘટશે. ગુજરાતના કૃષિ અર્થતંત્ર માટે આ મોટો ફટકો છે. જે લગભગ 20 ટકા નીચું જણાય છે. કૃષિ વિભાગે આ અંદાજોને ઓવર પ્લે કરવાની કોષિશ કરી હોય તેમ હેક્ટર દીઠ ઉત્પાદકતાં સારા ચોમાસા કરતાં આ વખતે વધારે મૂકી છે. ગયા વર્ષની 2898 કિલો એક હેક્ટરની સામે 2948 કિલો હેક્ટર દીઠ ઉત્પાદનની ધારણા વ્યક્ત કરી છે. તે વધું પડતી એટલા માટે છે કે, આ વખતે ખેડૂતોએ સિંચાઈ માટેના પાણીની તિવ્ર તંગીનો સામનો કરવો પડ્યો છે. તેથી તેની સીધી અસર ઉત્પાદન અને ઉત્પાદકતા પર પડી છે. સારો શિયાળો હતો. ઠંડીના કારણે સારો દાણો બંધાય તે પહેલાં તો સિંચાઈનું પાણી આપી શકાયું ન હતું. પણ પાણીના અભાવે દાણો મજબૂતી પકડી શક્યો નથી. એવું ખેડૂતો પોતે માની રહ્યાં છે. વળી ઓછો વરસાદ થતાં અને રાજ્યના 25 ટકા વિસ્તારમાં દુષ્કાળ જેવી સ્થિતી હોવાથી ત્યાં ભૂગર્ભના પાણી અને બંધના પાણીનો અભાવ સતત રહ્યો છે. વળી આ વખતે એવી ધારણા પણ ખેડૂતોની હતી કે નર્મદાનું સિંચાઈનું પાણી પૂરતાં પ્રમાણમાં મળી રહેશે અને તેથી કૂલ વાવેતર અને કૂલ ઉત્પાદન વધશે. પણ સરકાર સિંચાઈ માટેનું પાણી પૂરું પાડી શકી નથી.