ઘરાકી ન રહેતાં ફાફડાના ભાવ વેપારીઓએ ઘટાડી દીધા

નવરાત્રિમાં નવ દિવસ સુધી માતાજીની આરાધના કરનારા લોકો કુંવારિકાઓને જમાડીને વ્રતનું સમાપન કરે છે. સમાપન કર્યા બાદ દશેરાને દિવસે ગુજરાતના લોકો ગાંઠિયા અને જલેબી ખાઈને દશેરાની ઉજવણી કરે છે. દશેરાના દિવસે રાવણ દહનનું જેટલું મહત્વ છે. એટલું જ મહત્વ ગાંઠિયા જલેબી ખાવાનું છે. છેલ્લા કેટલાક વર્ષથી આ પરંપરા શરૂ થઈ છે. મહાનગરો દ્વારા શરૂ થયેલી આ પરંપરા હવે ગુજરાતના નાના ગામડા સુધી પહોંચી ગઈ છે. એક અંદાજ અનુસાર દશેરાએ આખા ગુજરાતમાં રૂ.160થી રૂ.170 કરોડના ફાફડા જલેબી ખવાય છે.  3 કરોડ લોકો વ્યક્તિ ગત 100 ગ્રામ ફાફડા અને જલેબી ખાતા હોવાના અંદાજથી 25થી 30 લાખ કિલો ફાફડા જલેબી ખવાતા હોવાનો અંદાજ વેપારીઓ આપી રહ્યાં છે. સરેરાશ ભાવ રૂ.700 ગણવામાં આવે છે. અમદાવાદના કલેક્ટરનું આ વેપારીઓ પર ભાવ સંદર્ભે કોઈ જ નિયંત્રણ નથી. વેપારીઓ રૂ.400ના ગાંઠીયા રૂ.800માં વેચીને 100% નફો કમાઈ રહ્યાં હતા. 18 ઓક્ટોબર 2018ના સવારે 11 વાગ્યા સુધીનો આ ભાવ હતો. પણ પછી ભાવ ઘટી ગયા હતા. 2016માં જે ભાવ હતા તે ભાવ લાવી દેવાયા હતા. કારણ કે લોકોની ખરીદી જ નથી.

સવારેથી કોઈ જ ઘરાકી ન નિકળતાં ભાવ ઘટાડવાની હરીફાઈ વેપારીઓમાં શરૂ થઈ હતી. જેમાં સવારે 10 વાગ્યા પછી ફાફડાનો ભાવ એક કિલોના રૂ.500 થઈ ગયો હતો અને જલેબીનો ભાવ રૂ.600 કરી દેવામાં આવ્યો હતો. ગુજરાતીઓની ઓળખ ગણાતા ફાફડા જ્યાં પણ ગુજરાતી રહેતાં હોય ત્યાં પણ ફાફડા ખવાય છે. અમેરીકાના ન્યુઝર્સી શહેરમાં તો નવરાત્રીએ રોજ ફાફડા જલેબી ખવાય છે.

અમદાવાદના જજીસ બંગલા રોડ પર મોટા ભાગની દુકાનોમાં એક કિલો ફાફડાની કિંમત રૂ.650થી 800 અને જલેબી રૂ.750 થી રૂ.1000ના ભાવ સુધી પહોંચી ગયો હતો. કેન્દ્ર સકરકારે ફાફડા પર 12 ટકા GST રાખ્યો હતો તે વેપારીઓએ વિરોધ કરીને પછી 5 ટકા જીએસટી કરાવ્યો હતો. પણ ગ્રાહકોને તો ભાવમાં 10 ટકાની રાહત આપી ન હતી. જ્યારે પૂર્વ અમદાવાદમાં આવી જ વસ્તુનો ભાવ 50 કરી દીધો હતો. પૂર્વ અમદાવાદમાં પણ ફાફડા રૂ.400 અને જેલેબી રૂ.500ની કિલો મળતી થઈ હતી.

અમદાવાદ સિવાય રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો રાજકોટમાં ફાફડાનો ભાવ રૂ.300 અને જલેબીનો ભાવ 350 રુપિયા સુધી છે, વડોદરામાં રૂ 500 અને સુરતમાં ફાપડાનો રૂ. 450, જલેબી 440 રુપિયા કિલો સુધી ભાવ પહોંચ્યો હતો.

2016માં ઓક્ટોબરની 12 તારીખે દશારા હતા ત્યારે આજે જે ભાવ નિકળ્યો છે એટલો જ ભાવ ત્યારે હતો. 2015માં વર્ષે ફાફડાની કિંમત કિલોએ  380-400 રૂપિયા હતી 2016માં 400થી 500 રૂપિયા થયા હતા. શહેરમાં વહેલી સવારથી ફરસાણની દુકાનો પર લાંબી કતાર જોવા મળની ન હતી.  અમદાવાદમાં 800થી વધુ ફાફડા-જલેબીના વેચાણ માટે દુકાનો અને રેંકડીઓ લાગેલી હતી તેથી તેમનો માલ પડી રહેશે એવી બીકે ભાવ ઘટાડવાની ફરજ પડી હતી.