સડેલી સરકારનું સડેલું ઘાસ – ખાસ અહેવાલ – દિલીપ પટેલ
ખેરાલુ ગંજબજારમાં પશુપાલકોને સરકાર તરફથી ઘાસ આપવામાં આવી રહ્યું છે તે સડેલું નિકળ્યું છે. જે પંજાબ બાજુના ડાંગરનું પલુર છે. જૂનું સડેલું છે. ડાંગરનો વધેલો ચારો કોઈ પશુ ખાતા નથી. તેથી ગુજરાતમાં ચરોતર, દક્ષિણ ગુજરાત, અમદાવાદમાં તેનો વપરાશ ખાતર બનાવવા માટે થાય છે. પણ અહીં તો સરકાર રૂ.2નું એક કિલો ઘાસ આપવામાં આવે છે કે સડેલું છે. તેની ખરીદીના ભાવો સરકારે જાહેર કર્યા નથી. આ કોઈ ઘાસ નથી ડાંગરના છોડનો વઘેલો માલ છે. જે પશુ ખાતા નથી. ખેડૂતોએ આ અંગે સરકાર સમક્ષ આવેદનપત્ર આપ્યું છે અને ડાંગરના બદલે ઘાસ આપવાની માંગણી કરી છે. આમ ઘાસના બદલે સડેલા ડાંગરના પલુરને ખરીદ કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે.
23 ઓક્ટોબર 2018માં સરકારે અપૂરતા વરસાદના કારણે 51 તાલુકાઓ 1 ડિસેમ્બરથી અછતગ્રસ્ત જાહેર કરતાં હવે 67 તાલુકા થયા છે. કચ્છ 10 તાલુકા, બનાસકાંઠાના 9, પાટણના 8, અમદાવાદના 3, સુરેન્દ્રનગરના 7, મહેસાણાના 4, મોરબીના 3, જામનગરના 2, દેવભૂમિ દ્વારકાના 2 અને ભાવનગરના 1 તાલુકાનો સમાવેશ થાય છે.
પશુઓ માટે રૂ.2માં એક કિલો ઘાસ આપવામાં આવી રહ્યું છે. સરકાર રૂ.11માં એક કિલો ખરીદ કરે છે. આવું 4 કરોડ કિલો ઘાસ રૂ.44 કરોડનું ખરીદ કર્યું છે.
પાક સુકાઈ ગયો હોય તેવા ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ રૂ.6800ની સહાય કરવાનું નક્કી કરાયું છે પણ સહાય મળી નથી.
ગૌશાળાઓમાં બે મહિના માટે પશુ દીઠ રોજ રૂ.70 અને નાના પશુને રૂ.35 આપવામાં આવશે. જે હજુ આપવામાં આવ્યું નથી.
67 તાલુકામાં વેકેશન દરમિયાન મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને જમવાનું આપવામાં આવશે.
મનરેગા યોજનામાં 100 દિવસની જગ્યાએ 150 દિવસની મજૂરી – રોજગારી આપવામાં આવશે.
51 તાલુકા અછતગ્રસ્ત જાહેર કરવામાં રૂપાણી સરકારે ભેદભાવ કર્યો છે.
ઊંઝા,ખેરાલુ અને વિસનગર ને અછત ગ્રસ્ત જાહેર કર્યા છે, ત્યારે નવાઈ એ વાત ની છે કે આ ત્રણેય તાલુકાઓ ની વચ્ચે આવેલ વડાપ્રધાનના વતન વડનગર અને ઊંઝાને અછતગ્રસ્ત જાહેર કરાયો નથી.
-ગુજરાતના 18 હજાર ગામોમાંથી 5000 કરતાં વધું ગામમાં પાક નિષ્ફળ ગયો હોવા છતાં માત્ર 3291 ગામોને અછતગ્રસ્ત જાહેર કર્યા છે.
આ યોજનાઓનો પુરો અમલ થયો નથી ત્યાં જ ઘાસચારા કૌભાંડ બહાર આવ્યું છે.
ગયા વર્ષે પણ ઘાસચારા કૌભાંડ થયું હતું અને ગૌશાળાના સંચાલકોએ આંદોલન કરવું પડ્યું હતું.
બનાસકાંઠામાં ઘાસચારા કૌભાંડ
29 મે 2018માં બનાસકાંઠા જિલ્લામાં ઘાસચારામાં કૌભાંડ થયું હતું તેમ છતાં 19 ડિસેમ્બર 2018 સુધી કોઈની સામે પગલાં સરકારે લીધા નથી. ગૌશાળાને મફત ઘાસ આપવામાં આવતું હતું. જે ઘાસચારો હલકી ગુણવત્તાનો, સડેલો, બટાયેલો, વજન વધારવા પાણીમાં પલાળેલો, કાળો પડી ગયેલો, વાસ મારતો નિકળ્યો હતો. ગાયોને ખાવા લાયક ન હતો. ઘાસને ગાયો સુંઘીને જ દૂર ભાગી જતી હતી.
બરાબર આજ દિવસોમાં ઘાસ ભરેલી ગાડીઓ સળગી ઊઠી હતી. જેની તપાસમાં ભીનું સંકેલી લેવાયું છે. આમ કરોડો રૂપિયાના ઘાસસાચા કૌભાંડ વિજય રૂપાણીની સરકારે દબાવી દીધા છે. જેની તપાસ કરવાની માંગણી હતી. બનાસકાંઠાની 97 ગૌશાળાઓમાં 55 હજાર પશુઓને આ મફતમાં 4 મહિના સુધી ઘાસ આપવામાં આવ્યું હતું. જ્યાં નબળી નર્મદા નહેર તૂટી જતાં પૂર આવ્યું હોવાથી ચારો નાશ પામ્યો હતો.
પાણીમાં પલાળેલી ઘાસની ગાંસડીનું વજન 90 કિલો નિકળ્યું હતું. જે સુકુ ઘાસ હોય તો તે ગાંસડીનું વજન 50 કિલો હોય છે આમ 40 કિલો પાણીનો ભાવ લેવામાં આવ્યો હતો.
ઘાસને બદલે ઘાસ ખરીદવાના નાણા આપે તો ગૌશાળાઓની આસપાસ સ્થાનિકોને રોજી પણ મળે અને પશુઓને તાજો અને ગુણવત્તાવાળો ઘાસચારો મળી રહે.
ડીસાના ટેટોડા અને શેરપુરા ગામની રાજારામ ગૌશાળામાં અપાયેલો 7 ટ્રક ઘાસચારો સડી ગયેલો અપાતાં પાંજરાપોળના સંચાલકોએ નાયબ કલેકટરને રજૂઆત કરી હતી.
પશુદીઠ ઉચ્ચ ગુણવતાયુક્ત 4 કિલો ઘાસચારો અને 1 કિલો દાણ 4 માસ માટે નિઃશુલ્ક આપવાની જાહેરાત કરાઇ હતી. જેને પગલે ભાવનગર, રાજકોટ, દાહોદ અને પંચમહાલના ડેપોમાંથી દોઢ કરોડ કિલો ઘાસ મોકલવાની તજવીજ હાથ ધરાઇ હતી. ડીસા તાલુકામાં અત્યાર સુધી 140 ટ્રકોથી ઘાસચારો ફાળવાયો હતો.
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામે 97 ગૌશાળા અને 200 પાંજરાપોળના સંચાલકો અને ટ્રસ્ટઓની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા હતા. ભાજપ સરકારમાં ગૌ-સેવા અને ગૌચર વિકાસ બોર્ડમાં ગાય માતાને નામે રૂ.50 કરોડથી વધુના ભ્રષ્ટાચાર, ગેરરીતીઓ થયાની ફરિયાદો થઈ હતી.