ગુજરાતના આરોગ્ય અધિકારીઓ લોકોને ભેળસેળ સાથે વપરાતાં ઘીને રોકવા માટે સદંતર નિષ્ફળ નિવડ્યા છે. ગાય અને ભેંસના દૂધમાંથી બનતાં ઘીના બદલે હવે ભેળસેળ યુક્ત ઘી બનાવતાં હજારો લોકો છે. જેમાંથી થોડા પકડાય છે. ભાજપના રાજમાં અસલી નહીં પણ નકલી ઘીની નદીઓ વહી રહી છે. નકલી ઘીનું વેચાણ રોજ વધી રહ્યું છે. મોટાભાગના કિસ્સામાં પોલીસ દ્વારા નકલી ઘી પકડાય છે. પણ લોકોના આરોગ્યની જાળવણી કરવી જેના ઉપર જવાબદારી છે એ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના વડા હેમંત કોષીયા અને તેમનો સ્ટાફ કંઈ જ કરતું નથી આવી છાપ ઊભી થઈ છે. તેમની જવાબદારી સામે હવે પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે. ગોરખ ધંધા ચાલી રહ્યાં છે. ગુજરાતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી નકલી ઘીની ફેક્ટરીઓ ધમધમી રહી છે. ગુજરાતમાં ઘીના વેપારમાં 25 ટકા બનાવટી હોવાનું નમુનાઓની ચકાસણીથી સ્પષ્ટ થયું છે.
કેન્સર માટે તૈયાર રહો
દેશમાં કુલ દૂધ અને દૂધની બનાવટમાં 68 ટકા ભેળસેળ હોવાનું ખાદ્ય નિયામક ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 21 સપ્ટેમ્બર 2019માં જાહેર કર્યું હતું. દૂધના ઉત્પાદનમાં ગુજરાત ઉપર છે. વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં 18 ટકા ફાળો ભારતનો છે. વોલ્યુમની દૃષ્ટિએ દેશમાં દૂધ ઉત્પાદન 14.6 કરોડ ટન છે. જેમાં 60 ટકા જથ્થામાં ભેળસેળ થાય છે. દૂધના ઉત્પાદનોમાં સામાન્યરીતે ડીટરજન્ટ, સફેદ પેઈન્ટ, કોસ્ટિક સોડા અને રિફાઈન્ડ તેલની ભેળસેળ થાય છે. યુરિયા, સ્ટાર્ચ, ગ્લુકોઝ અને ફોરમેલિન (બગાડ કે કોહવાણ રોકનાર જંતુવિનાશક ગૅસનું પાણી સાથેનું મિશ્રણ)નો સમાવેશ કરવામાં આવે છે જેથી દૂધની જાડાઈ ટકી રહે અને સંબંધિત મીઠાઈ કે ઘી લાંબા સમય સુધી ખરાબ થાય નહીં. ગુજરાતમાં દૂધ અને દૂધની બનાવટોમાં ભેળસેળ કરવાના કારણે 2025 સુધીમાં 87 ટકા નાગરિકો કૅન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઈ શકે છે.
ઘી પકડાયું
જામનગર સીટી-એ ડિવિઝનના વિસ્તારમાં આવું જ એક નકલી ઘી બનાવવાનું કૌભાંડ 9 ઓક્ટોબર 2018ના રોજ બન્યું છે. જામનગર પોલીસે દરોડા પાડીને પાંચ સ્થળે 500 નકલી ઘી પકડી પાડ્યું છે. 1200 લીટર દૂધ અગાઉ પકડાયું હતું. હારુન ઓસમાણ અને અમીન હારૂન ડેરી ચલાવતો હતો. રૂ.2.62 લાખની કિંમતનો 528 કિલો નકલી ઘીનો માલ પકડાયો છે. 44 કીટલા, પામ તેલ 7 ડબ્બા, વનસ્પતિ ઘીના 19 ડબ્બા પકડાયા છે.
ઉપલેટામાં 300 કિલો પકડાયું
3 મે 2018ના રોજ ઉપલેટામાં 300 કિલો ભેળસેળ યુક્ત બનાવટી ઘી ઝડપી પાડવામાં આવ્યું હતું. બલરાજ સહાની રોડ પર આવેલા રાધે પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાંથી લાંબા સમયથી ચાલતાં નકલી ઘ વેચવાનું કૌભાંડ પકડાયું હતું. અલગ અલગ વેજિટેબલ ઘી અને તૈલીપદાર્થ ભેળવી નકલી ઘી બનતું હતું. ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી સાથે પકડાયેલાં સંજય કાછેલા ઉપલેટા અને આસપાસના ગામોમાં વેચી મારતો હતો. અલગ અલગ ઘી ભરેલા 1573 ડબ્બા, સોયાબીન તેલના 10 ડબ્બા, વનસ્પતિ ઘીના 54 ડબ્બા, 5 ગેસના સિલિન્ડર પકડાયાં છે જે ઘી બનાવવા વપરાતાં હતા.
જેતપુરમાં
રાજકોટના જેતપુર શહેરના રહેણાક મકાનમાં પોલીસે 100 કિલો ભેળસેળયુક્ત ઘી મળી આવ્યું હતું. ઘણા સમયથી નકલી ઘી બનાવીને લાભુબેન ભવાનભાઈ ખૂંટ નામનાં વૃદ્ધાના મકાનમાં તેનો જમાઈ રાજુ કેશુ કમાણી પાસેથી આ જથ્થો મળી આવ્યો છે.
કુતિયાણામાં નકલી ઘી
13 જૂલાઈ 70 ડબ્બા કેમીકલ, 25 કિલોના એક એવા 120 બારદાન, તૈયાર ઘીનો ડબો, 150 ખાલી બેરલ નકલી ઘી બનાવતી ભોલે નામની ડેરી ઉપર પોલીસે પકડી પાગ્યા હતા. 4.50 લાખનો માલ સામાન પકડાયો હતો. ડેરી માલિક મનોજ ભિષ્મપરી અને સત્યપાલ ભિષ્મપરી ગોસ્વામી પકડાયા હતા. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના લાંચીયા અધિકારીઓ આંખ બંધ કરીને તેમને ધંધો કરવા દેતાં હતા.
બે મહિના પહેલાં પણ આ રીતે જ નકલી ઘી કુતિયાણામાંથી પકડાયું હતું. 2007માં પણ નકલી ઘી બનાવનારાઓને પકડી પાડયા હતાં. પોરબંદર જિલ્લામાં દૂધની ડેરીઓમાં પણ આ પ્રકારનું ઘી સહકારી ડેરીના નામે ઘુસાડવામાં આવતું હોવા છતાં ખોરાક અને ઔધષ નિયમનની કચેરીના લાંચીયા અધિકારીઓ આવું ચાલવા દે છે.
દૂધની ડેરીએથી 1229 કિલો નકલી ઘી પકડાયું
ચડેલા મહેશ દૂધ કેન્દ્રમાંથી રૂ.4.5 લાખની કિંમતનો 1,229 કિલો ઘીનો નકલી જથ્થો પકડાયો હતો. નવેમ્બર 2017માં આ ડેરીમાંથી ઘીના નમુના લેવાયા હતા. જેનો અહેવાલ સબ સ્ટાન્ડર્ડ આવ્યા બાદ વેપારી મહેશ ભાનુ ઠક્કર સામે એજ્યુડીકેટિંગ ઓફિસર અને નાયબ કલેકટર દ્વારા કેસ ચલાવ્યા બાદ રૂ.7 લાખનો દંડ કરાયો હતો. ઘીના જથ્થાનો ભૂજના નાગોર રોડના ડમ્પિંગ સ્થળે નાશ કરાયો હતો.
અમુલ ઘીના નામે ભેળસેળ
29 નવેમ્બર 2017 બનાસકાંઠા જીલ્લામાં ડીસામાં પોલીસે નકલી ઘી પકડી પાડ્યા બાદ હવે ડીસાના ચંડીસરમાં પોલીસે એક ફેક્ટરીમાં દરોડો પાડતાં પોલીસનાં હાથે શંકાસ્પદ ઘી ઝડપાયું હતું. 600થી વધારે અમુલ બ્રાન્ડનાં ઘીનાં ડબ્બા જોવા મળ્યા હતાં. હેલ્થ નામની કંપનીનું ઘી બનાવતાં હોવાનું માલિક દ્વારા કહ્યું હતું.
પાલનપુરમાં બટાકા અને પપૈયાનું ઘી
પાલનપુરમાં નકલી ઘી વેચનાર ટોળકી પકડાઈ તો તેણે ઘી બનાવવા માટે બટાકા અને પપૈયા તથા પ્રિઝર્વેટીવ અને બીજા કેમીકલ્સનો ઉપયોગ કર્યો હતો. તેની પોલ એક જાગૃત્ત નાગરિકે પકડી પાડતાં લોકોએ ધુલાઈ કરી હતી. તે કેમીકલ્સ વાપરવામાં આવતું હતું. ઘી બનાવવાનું કામ ઝૂંપડપટ્ટીમાં ચાલતું હતું.
અમુલનું નકલી ઘી
27 ઓક્ટોબર 2017માં રાજકોટમાં અનેક વખત પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય તંત્રએ નકલી, ભેળસેળીયું અમુલ બ્રાન્ડનું નકલી ઘી વેચતા આજીડેમ પોલીસે મામા-ફઇના બે ભાઇઓને પકડ્યા હતા. ડબ્બા, પાઉચમાં ભરી વેંચવાનું કારસ્તાન ઝડપી લઇ આ બંને સામે ગુનો નોંધી ધરપકડ કરી રૂ.2.78 લાખનું નકલી ઘી જપ્ત કર્યું છે. રૂ.48,000ના અમુલના 10 ઘીના ડબ્બા. રૂ.2.07 લાખના 500 એમએલ ઘીના 1090 પાઉચ, રૂ.23,180ના 1 લિટર ઘીના 61 પાઉચ હતા. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ. – અમુલના રાજકોટ બ્રાન્ચના મેનેજરને જાણ કરી હતી. આઇપીસી 272, 273, 420, ટ્રેડ એન્ડ મર્કેન્ડાઇઝ માર્ક એકટ 1958 કલમ 78 બી,ડી, ઇ હેઠળ ગુનો નોંધ્યો છે.
સાગરનું નકલી ઘી
4 ફેબ્રુઆરી 2018માં ધાનેરા તાલુકામાં ખાદ્ય તેલ અને ઘીમાં નકલી માર્કા લગાવી જાણીતી કંપનીના અખાદ્ય તેલ અને ઘીનો મોટા વેચવામાં આવે છે. 15 કિલોના પેકમાં રૂ.300નો ભાવફેર એક ગ્રાહકને લાગતાં તેને શંકા ગઈ હતી. અગાઉ પણ આ રીતે ઘી અને 2450 પકડાયું હતું.