ચણામાં લીલી ઇયળના ઉપદ્રવ પર દવાનો છંટકાવ ક્યારે કરશો ?

ફૂલ આવતા પહેલા લીલી ઇયળ પાન ખાઇને નુકસાન કરે છે. ચણામાં ફૂલો આવતા પહેલા એટલે કે પાકની વાનસ્પતિક વૃધ્ધિ દરમ્યાન સરેરાશ એક છોડ ઉપર એક કે એક કરતા વધારે ઇયળ જોવા મળે તો દવા છાંટવી આર્થિક રીતે પરવડે છે. આ માટે ખેતરમાં યદચ્છરીતે ૨૦ છોડ પસંદ કરી તેના ઉપર રહેલ ઇયળઓની સંખ્યા ગણવી. કુલ મળેલ ઇયળની સંખ્યાને ૨૦ વડે ભાગવાથી સરેરાશ એક છોડ ઉપર કેટલી ઇયળ છે તે સંખ્યા મળશે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો