ચૂંટણીના કારણે 1.50 લાખ કરોડના હિરાનો વેપાર બંધ, બેકારી વધી

લોકસભાની ચૂંટણીના સૌથી વધારે અસર હીરા ઉદ્યોગની પેઢીને થતાં કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે. નાણા, હીરા અને અન્ય કિંમતી વસ્તુની હેરાફેરી પર IT વિભાગ અને ચૂંટણી સ્કોવર્ડ દ્વારા દરોડા પાડીને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ જ કારણે હીરા પેઢીઓએ જાહેરમાં ધંધો બંધ કરી દીધો છે. ગુજરાતમાં વર્ષે રૂ.1.50 લાખ કરોડનું ટર્નઓવર હિરાનું અને તેનાથી બે ગણું આંગળીયાનું ટર્નઓવર થાય છે. બન્ને ધંધામાં એક મહિનો મંદી રહી છે. તેથી લાખો લોકો બેકારીનો સામનો કરી રહ્યાં છે. રોજનું રૂ.500 કરોડનું હીરા અને તેનું બે ગણા ટર્નઓવર ધરાવતાં આંગળીયાના ધંધા બંધ થયા છે.

અમદાવાદ અને સુરત, પાલનપુર અને અમરેલીમાં આવેલા હીરાના કારખાનાઓને મોટો ફટકો પડ્યો છે. કારણ કે, મુંબઈથી કાચા હીરાનો માલ મુંબઈની આંગણિયા પેઢીના મારફતે આવે છે. એટલે આંગણિયા પેઢી બંધ થઈ જવાના કારણે હીરાના કારખાનેદાર પાસે કોઈ કામ નથી. કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ચૂંટણી પછી બેથી ત્રણ મહિનામાં ધંધો રાબેતામુજબ ચાલશે. હીરા આવવાના સાવ બંધ છે.

ભારતમાં છેલ્લા એક વર્ષમાં 1.10 કરોડ લોકોની નોકરી જતી રહી તેમાં ગુજરાતમાં સુરતમાં સૌથી વધું નોકરી લોકોએ ગુમાવી છે. બીજાક્રમે અમદાવાદ અને રાજકોટ ત્રીજે આવે છે. CMIEના એક રિપોર્ટમાં નોકરી ગુમાવી હોવાના આંકડા જાહેર કર્યા હતા. 2018માં હાઇએસ્ટ અન એમ્પ્લોયમેન્ટ રેટ સપ્ટેમ્બર 2016 પછી ડાયમન્ડ તેમજ ટેક્સટાઇલ સેક્ટરમાં નવી જોબ તો ઉભી થઇ નથી પરંતુ જે લોકો કામ કરતાં હતા તે લોકોએ ઉત્પાદન ઘટતાં લાખો લોકોએ નોકરીઓ ગુમાવી છે.

ચૂંટણી, રેરા, ભારત સરકારના વિવિધ વેરા, નોટબંધી અને જીએસટીના કારણે જે માર પડ્યો છે. કૃષિ અને ઉદ્યોગમાં ઉત્પાદનના કારણે વિકાસ દરને અવળી અસર થઈ હતી. કેન્દ્ર અને ગુજરાતની ભાજપની સરકારોની નીતિના કારણે હીરા ઉદ્યોગને ગંભીર ફટકો પડ્યો હતો. તેમાં હવે ચૂંટણીનું ગ્રહણ આવી ગયું છે.

સુરતના હીરા ઉદ્યોગમાં લગભગ 5,000થી વધારે યુનિટ ધમધમે છે. એટલા જ અમદાવાદ અને ગુજરાતના બીજા ભાગોમાં કારખાના છે. કટ એન્ડ પોલિશ્ડ ડાયમન્ડનું રૂ.80,000 કરોડ જેટલું ટર્નઓવર સુરત અને ગુજરાતનું રૂ.1.50 લાખ કરોડ જેટલું છે. પોલિશ્ડ હીરાની મંદી અને માન ન હોવાથી સૌથી વિપરીત અસર જોબવર્ક કરતા યુનિટો પર થઈ છે. અમરેલી અને ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં ધમધમતા નાના યુનિટો કપરી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. અનેક યુનિટો બંધ થતાં હજારો નોકરીઓને અસર થઇ છે.