ચૂંટણી આવે છે ત્યારે પ્રજાને કેવા વચનો રાજનેતાઓ આપીને ઉલ્લુ બનાવતાં હોય છે તેનું ઉદાહરણ અમરેલીના નેતાઓએ પૂરું પાડ્યું છે. વિરોધ પક્ષ કોંગ્રેસનો ગઢ બની ગયેલા અમરેલીના લોકોને રીઝવવ માટે આ તુક્કો લગાવવામાં આવ્યો છે. ઘણાં વર્ષોથી લોકો માંગણી કરતાં હતા કે અમરેલીને રેડિયો સ્ટેશન આપવામાં આવે. પણ સાડા ચાર વર્ષ સુધી અમરેલીના ભાજપના સાંસદ નારણભાઈ કાછડીયા, કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન પરસોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણીએ કંઈ ન કર્યું. પહેલાં તો જમીન મેળવવી જોઈતી હતી. તે જમીન રાજ્ય સરકારે આપી નથી. કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલાએ FM રેડિયો સ્ટેશન માટે ખાતમૂહુર્ત તો કરી નાંખવામાં આવ્યું છે પણ રેડિયો સ્ટેશન બનાવવા માટે જમીન જ મેળવી નથી. તેથી હાલ દૂરદર્શન ટ્રાન્સમીશનના સ્થળે કામ શરૂ કરાયું છે. જે જમીન પર પૂજન કરીને સ્ટેશન શરૂ કરાયું છે. સરકાર જમીન આપશે પછી સ્ટેશન બનશે.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયત રાજના કેન્દ્રીય રાજય પ્રધાન પરષોત્તમ રૂપાલાના હસ્તે અમરેલી દૂરદર્શન રિલે કેન્દ્ર ખાતે આકાશવાણીના 100 વોટ એફ.એમ. ટ્રાન્સમીટરનો શિલાન્યાસ કરી દેવામાં આવ્યો હતો. રાજકોટનું સ્ટેશન કવિ કાગે અપાવ્યું હતું. તે સફળ રહ્યું હતું. રેડિયો યુગ ફરી ખાનગી FM રેડિયો સ્ટેશનોથી શરૂ થયો છે. પણ સરકારી સ્ટેશન માટે જમીનના કે ઓફિસના કોઈ ઠેકાણા નથી અને સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. ભાજપના નેતાઓએ સ્ટેજ પરથી જ કબૂલ કર્યું હતું કે ઘણાં લાંબા સમયથી લોકોની માંગ હતી. પણ તો જમીન કેમ ન મેળવાઈ એવો સવાલ લોકો પૂછી રહ્યાં છે.
આમ અમરેલીમાં કોંગ્રેસનું પ્રભુત્વ હોવાથી અહીં સત્તાધારી પક્ષ ભાજપ ગમે તે કરવા તૈયાર છે. ભલે પછી તેમાં લોકોને ગેરમાર્ગે દોરવા પડે. આમ પ્રજા લક્ષી ઓછા પણ રાજકીય નિર્ણયો વધું છે. ખરેખર તો કૃષિ પ્રધાને અમરેલીના ખેડૂતોને અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરાવીને પાક વીમો અપાવવા માટે કામ કરવાની જરૂર હતી. તેમાં ભાજપ કંઈ કરી શક્યું નથી. અને ગીત ગાવા-સાંભળવા માટે રિડયો લાવ્યા છે એવું હવે લોકો કહી રહ્યા છે. ખેડૂતો કહે છે કે પહેલાં અહીં આત્મહત્યા થઈ રહી છે તેને રોકવા માટે વીમો અને ખેતીની સહાય તો અપાવો, પછી રેડિયો સ્ટેશન અપાવો.