નવચેતના શિબિર ગુજરાતના 6,000 ગામડાઓમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા ગયા અઠવાડિયે યોજવામાં આવી હતી. આ શિબિરમાં સ્વચ્છતા, ભાઈચારો, સંપ, ગુસ્સા પર નિયંત્રણ, વ્યસનમુક્તિના પાઠ શીખવવામાં આવ્યા હતા. ઉપરાંત પ્રાણાયામ તથા ધ્યાન પણ કરાવવામાં આવ્યું હતું. જેનાથી ફાયદાઓ આ શિબિરથી નોંધાયા છે. યોગ અને ઉદ્યોગ બંનેને સાંકળીને દેશમાં સમૃદ્ધિ અને સૌહાર્દનું વાતાવરણ આપણે ઊભું કરી શકીએ છીએ. એવી જાહેરાત કરવામાં આવી હતી કે, ગુજરાતના ગામડાઓમાં કૌશલ વિકાસ કેન્દ્રો સ્થપાશે.
આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરે 6 મહિનાથી, સમાજ સેવા માટે કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. પ્રોજેક્ટ ભારત નામના સેવા કાર્યમાં ભારતમાંથી હજારો સ્વયંસેવકો જોડાયા છે. ગ્રામ પંચાયતનાં કાર્યમાં પૂરક બનીને, આર્ટ ઓફ લિવિંગ સંસ્થા, ગ્રામ્ય વિસ્તારોમાં માનવીય મૂલ્યો અને ગામડાંની સમસ્યાઓ માટે લોકોમાં આત્મનિર્ભરતા કેળવાય તે માટે આ પ્રોજેક્ટ દ્વારા દેશના ગ્રામ્ય વિસ્તારમાં કામ કરી રહી છે. પ્રત્યેક ગામમાં થી શિક્ષિત, સેવાભાવી તથા ઉદ્યમી એવા પાંચ પ્રતિનિધિઓની વરણી કરવામાં આવે છે. જે પોતાના ગામની વિવિધ સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. પ્રત્યેક ગ્રામમાં કૌશલ્યની તાલીમ અપાશે જેના વડે બેરોજગારીની સમસ્યાનો ઉકેલ લાવી શકાશે. ઓર્ગેનિક ખેતીની તાલીમ વડે ખેડૂતો ને પણ સક્ષમ કરવામાં આવશે.
જોકે શ્રી શ્રી પર આરોપ મૂકવામાં આવી રહ્યા છે કે તેઓ રાજકીય રીતે ચોક્કસ પક્ષને અંદરથી મદદ કરી રહ્યા છે. તેથી ઘણાં લોકો તેમની પ્રવૃત્તિને શંકાની નજરે જૂએ છે. ગામડામાં આવું સંગઠન સ્વાધ્યાય પરિવાર અને આશારામે ઊભું કર્યું હતું. બન્ને સંસ્થાઓનું એજ પરિણામ આવ્યું હતું કે એક સમયે ભાજપને મદદ કરી હતી. એવું શ્રી શ્રી ન કરે એવી લાગણી પણ દરેક સ્થળે જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ વસ્તુ પર સતત ખતરો રહેતો આવ્યો છે.