ચૂંટણી ખર્ચની રૂ.1000 કરોડની હેરાફેરી આંગડિયા પેઢીથી થઈ રહી છે

ગુજરાતમાં પૈસા અને કિંમતી માલની રોજની રૂ.500 કરોડની હેરાફેરી કરતાં આંગડિયામાંથી 40 ટકા આંગડિયા પેઢી બંધ પડી ગઈ છે. ચૂંટણી આચારસંહિતાનું કારણ બતાવવામાં આવી રહ્યું છે.

મુંબઈમાં આંગડિયા પેઢીઓ પણ બંધ થઈ તેથી ગુજરાતની પેઢીઓ પણ બંધ થઈ છે. ફોન પર રોજ રૂ.500 કરોડના હવાલા પડતાં હતા. જોકે કેટલાક રાજકીય પક્ષોની મદદ માટે હાલ પણ ખાનગીમાં આવી પેઢીઓ કરોડો રૂપિયાની હેરાફેરી કરી રહી છે. ગુજરાતની 26 બેઠક પર ભાજપ અને કોંગ્રેસના 51-52 ઉમેદવારો રૂ.500 કરોડનું ખર્ચ કરશે. ઉપરાંત પક્ષ દ્વારા પણ એટલી જ રકમ સીધી ખર્ચવામાં આવશે. મિડિયા અને અખબારો સાથે જે ખર્ચ થાય તે અલગ મળઈને કુલ રૂ.1000 કરોડનું ખર્ચ થઈ શકે છે. મુંબઈ અને દિલ્હીથી આવા હવાલા ઉદ્યોગો દ્વારા પાડવામાં આવી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજકારણીઓ ઉપરાંત શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ, કિક્રેટ, ચૂંટણીમાં હાર જીતના સટ્નાટાના નાણાંના હવાલા એક સ્થળેથી બીજા સ્થળે ખાનગીમાં પડી રહ્યાં છે.

હવે આવી પેઢી કચેરીમાં પૈસા રાખી શકે તેમ ન હોવાથી બારોબાર વહિવટ કરે છે. સ્થળ બદલીને અથવા ઘરેથી કે રહેણાંકના વિસ્તારમાંથી નાણાંની હેરાફેરી ચૂંટણી અધિકારીઓને ગેરમાર્ગે દોરવા માટે કરી રહ્યાં છે. ચૂંટણીમાં તેમનો ધંધા અનેક ગણા વધી જાય છે અને તેમાં કમીશાન પણ ઊંચું મળે છે કારણ કે ચૂંટણીમાં જોખમ વધી જાય છે. 0.50 ટકાનું કમીશન ચૂંટણીમાં વધારીને 1 ટકો કરી દેવામાં આવ્યું છે. મોટા ભાગના પક્ષો પોતાના ઉમેદવારને પોતે પૈસા આપવા જવાના બદલે આંગડિયાથી મોકલાવીને 1 કે 2 ટકા કમિશાન આપી રહ્યાં છે. પૈસાની સ્થળ પર સામેથી ડિલીવરી કરવામાં આવી રહી છે.