ચૂંટણી ફંડના બોન્ડના હિસાબો જાહેર કરો, અદાલતનો આદેશ

ચૂંટણી માટે બેંકમાંથી બોન્ડ ખરીદવા માટે યોજના જાહેર કરી હતી. જેમાં દાન કોણે કેટલું આપ્યું તે નામ ગુપ્ત રહેતું હતું. જેમાં સીધો ફાયદો સત્તા સ્થાને રહેલાં લોકોને થતો હતો. વિપક્ષને કોઈ દાન આપવા પણ તૈયાર થતું ન હતું. ચૂંટણી ફંડ આપવા માટે નાણાંનો પ્રવાહ સત્તાધારી પક્ષ તરફ વહેતો હતો. કારણ કે બોન્ડ ખરીદનારના નામ ગુપ્ત રાખવામાં આવતાં હતા. હવે સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, આવા નામની યાદી આપવામાં આવે.

ચૂંટણીના ફંડનું કામ પૂરું થયા પછી સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યું છે. ત્યારે તેમાં સૌથી મોટો ફાયદો તો ભાજપે લઈ લીધો છે. અરૂણ જેટલી કાયદો લાવ્યા હતા.

ભાજપની આવક ઘટી છતાં એક વર્ષમાં રૂ. 1027 કરોડની આવક થઈ, કોંગ્રેસનું શું થયું?

ભાજપની ગયા વર્ષે આવક બે ગણી થઈ હતી પણ આ વર્ષે તેમાં ઘટાડો થયો છે. કોંગ્રેસની આવક 14 ટકા ઘટી હતી. સાત રાજકીય રાષ્ટ્રીય પક્ષોની કુલ આવકમાં એકલા ભાજપનો હિસ્સો 66 ટકા હતો. ભાજપની આવક વધીને લગભગ બમણી થઈ હતી પણ જાહેર થયેલા ચૂંટણી પંચના હિસાબો પ્રમાણે ભાજપની આવક આ વર્ષે ઘટી છે છતાં તે દેશનો સૌથી વધુ પૈસાદાર પક્ષ છે.

નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન ભાજપની આવક રૂ. 1027 કરોડ થઈ હતી, જે પાછલા વર્ષ 2016-17ની સરખામણીએ રૂ. 7 કરોડની ઓછી છે. રૂ. 2054 કરોડની આવક બે વર્ષમાં થઈ છે. પાંચ વર્ષમાં ભાજપની આવક રૂ. 5000 કરોડ મેળવી હોવાનું જણાય છે.

દેશના એક પછી એક રાજ્યમાં ભગવો લહેરાવાયા પછી પડતી શરૂ થવાનું કારણ ધનવાન પક્ષ તરીકે બહાર આવ્યો હોવાનું લોક માનસમાં વિપરીત અસર થઈ છે. ભાજપના ખાતામાં ધનવર્ષા થઈ છે જ્યારે કોંગ્રેસની આવકમાં ઘટાડો જોવાઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીની 2015-16થી 2016-17 વચ્ચે આવક 570.86 કરોડથી 81.18 ટકા વધીને 1034.27 કરોડ થઈ હતી જ્યારે આ સમયગાળામાં કોંગ્રેસની આવક 14 ટકા ઘટીને 225.36 કરોડ રહી છે.

કોંગ્રેસ દ્વારા તો હજુ હિસાબ જ રજૂ કર્યા નથી. કોંગ્રેસ કંઈક છૂપાવવા માગતી હોય એવું તેના પરથી સ્પષ્ટ થાય છે.

નાણાકીય વર્ષ 2017-2018 માટે રાષ્ટ્રીય રાજકીય પક્ષોના આવક અને ખર્ચનું વિશ્લેષણ

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મેશનોએ વર્ષ 2017-18 દરમિયાન રાષ્ટ્રીય પક્ષો દ્વારા સમગ્ર ભારતમાં થતી કુલ આવક અને ખર્ચનું વિશ્લેષણ જાહેર કર્યું હતું, જે પક્ષો દ્વારા તેમની આવકના રિટર્ન્સ ફાઈલ કરેલા તે ચૂંટણી પંચ સમક્ષ આવક જાહેર કરી છે.

રાષ્ટ્રીય પક્ષોમાં ભારતીય જનતા પાર્ટી (BJP), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC), બહુજન સમાજ પાર્ટી (BSP), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી) (CPM) અને ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (AITC).

રાષ્ટ્રીય પક્ષો દ્વારા ઓડિટ અહેવાલોની રજૂઆત

પક્ષો માટે વાર્ષિક ઓડિટ અકાઉન્ટ્સ રજૂ કરવાની બાકી તારીખ 30 ઑક્ટો, ’18 હતી. AITC, CPIM અને BSPએ સમયસર ઓડિટ અહેવાલો રજૂ કર્યા હતા. જ્યારે એક દિવસ પછી CPIA સુપરત કર્યું હતું. NCPએ 20 દિવસ પછી અને BJPએ રજૂ કરવાની છેલ્લી તારીખ પછી 24 દિવસ પછી રજૂ કર્યા હતા. 48 દિવસ પછી પણ 17 ડિસેમ્બર, 2018 સુધીમાં, કોંગ્રેસે તેના અહેવાલો પંચ સમક્ષ રજૂ કર્યા નથી.

રાષ્ટ્રીય રાજકીય પક્ષોની કુલ આવક અને ખર્ચ 2017-2018

BJPએ નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન રૂ. 1,027.33 કરોડની કુલ આવક જાહેર કરી હતી. ભાજપે કુલ આવકના 74% (રૂ. 758.47 કરોડ) ખર્ચ કર્યો હતો. BSPની કુલ આવક રૂ. 51.69 કરોડ હતી. જેમાં 29% (14.78 કરોડ રૂપિયા) ખર્ચ કર્યા હતા.

NCP એકમાત્ર પાર્ટી છે જેણે નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન તેની કુલ આવક કરતાં વધુ ખર્ચ કર્યો છે. રૂ. 8.15 કરોડની આવકની જાહેરાત કરતી વખતે પક્ષે રૂ. 8.84 કરોડનો ખર્ચ કર્યો હતો, જે રૂ. 69 લાખથી વધારે હતો.

નાણાકીય વર્ષ 2016-17 અને 2017-18 વચ્ચે રાષ્ટ્રીય પક્ષોની કુલ આવકની સરખામણી

નાણાકીય વર્ષ 2016-17 અને 2017-18 ની વચ્ચે, BJPની આવક 2016-17 દરમિયાન રૂ. 1034.27 કરોડથી ઘટીને 0.67% (રૂ. 6.93 કરોડ) ની થઈ હતી, જે નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન રૂ. 1027.34 કરોડ હતી.

નાણાકીય વર્ષ 2016-17 અને 2017-18 વચ્ચે, BSPની આવક 2016-17 દરમિયાન રૂ. 173.58 કરોડથી 235.78% (રૂ. 121.88 કરોડ) ની થઈ હતી, નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન રૂ. 51.694 કરોડ થઈ હતી જ્યારે NCPની આવકમાં 111.47% ઘટાડો થયો હતો. (9.085 કરોડ રૂપિયા) નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન રૂ. 17.235 કરોડથી રૂ. 2017-18 દરમિયાન રૂ. 8.15 કરોડ થયો હતો.

રાષ્ટ્રીય પક્ષો દ્વારા જાહેર કરાયેલી આવકના તમામ સ્ત્રોત: FY 2017-18

નાણાકીય વર્ષ 2017-18 માટે સ્વૈચ્છિક યોગદાનથી 6 રાષ્ટ્રીય પક્ષો તેમની કુલ આવકના 86.91% (રૂ. 1,041.80 કરોડ) એકત્રિત કર્યા.

નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન, 6 રાષ્ટ્રીય પક્ષોમાંથી, માત્ર BJPએ ચૂંટણી બોન્ડ દ્વારા યોગદાનમાંથી રૂ. 210 કરોડની આવક પ્રાપ્ત કરી હતી.

નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન રાષ્ટ્રીય પક્ષો દ્વારા અન્ય યોગદાન દ્વારા 714.57 કરોડ રૂપિયાની આવક થઈ હતી

2016-17મા શું થયું હતું?

વર્ષ 2016-17 દરમિયાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આવક અને ખર્ચ જાહેર કર્યા છે. ભાજપે 99 દિવસ અને કોંગ્રેસે 138 દિવસ મોડા અહેવાલો આપ્યા છે. આ સમય દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી ન હતી, તેથી તેનો હિસાબ બાકી છે. જ્યારે પણ ગુજરાતની ચૂંટણી ખર્ચના હિસાબ જાહેર કરાશે ત્યારે ભારે મોટી આવક ભાજપની હશે. કોંગ્રેસને ઓછું ફંડ મળ્યું હતું. જોકે, ગુજરાતની વિધાનસભાની ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં દરેક બેઠક દીઠ રૂ. 5 કરોડનું ઓછામાં ઓછું ખર્ચ ઉમેદવારોએ કર્યું હતું પણ તે કાળું નાણું હોવાથી તે ક્યારેય જાહેર નહીં થાય. જેમાં ભાજપના ઉમેદવારોએ બેફામ આવક મેળવી હતી. પક્ષો દ્વારા થયેલા ખર્ચ અંગે તો કાળુ નાણું વ્યાપક રીતે મેળવાયું અને ખર્ચ પણ કર્યો હતો. ઉમેદવારો પાસેથી જ પક્ષોએ કરોડો રૂપિયા મેળવ્યા હતા.

નાણાકીય વર્ષ 2016-2017 માટે ભાજપ અને કોંગ્રેસના કુલ આવક અને ખર્ચ

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા સમગ્ર દેશમાંથી 7 રાષ્ટ્રીય પક્ષો (ભાજપ, કોંગ્રેસ, BSP, NCP, CPM, CPI અને AITC) એ રૂ. 1,559.17 કરોડની આવક જાહેર કરી છે જ્યારે આ 7 રાષ્ટ્રીય પક્ષોએ રૂ. 1,228.26 કરોડનો કુલ ખર્ચ કર્યો હોવાનું જાહેર કર્યું છે.

ભાજપે રૂ. 710 કરોડનો ખર્ચ કર્યો

ભાજપે નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન રૂ. 710.057 કરોડનો સૌથી વધુ ખર્ચ જાહેર કર્યો હતો જ્યારે કોંગ્રેસનો કુલ રૂ. 321.66 કરોડનો કુલ ખર્ચ થયો હતો, જે કુલ આવક કરતાં રૂ. 96.30 કરોડ વધારે છે.

2015-16 અને 2016-17ની આવકની સરખામણી

2015-16 અને 2016-17 વચ્ચે ભાજપે 81.18 ટકા વધારે આવક કરી છે, જે 57.86 કરોડ હતું, જે વધીને રૂ. 1,034 કરોડ આવક વધી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા 14 ટકા ઓછી આવક મેળવાઈ છે, જે રૂ. 261.56 કરોડથી ઘટીને રૂ. 225.36 કરોડ આવક થઈ છે.

2016-17મા ભાજપે રૂ. 997.12 કરોડની આવક દાન દ્વારા મેળવી છે. તે જ રીતે કોંગ્રેસ દ્વારા રૂ. 50.62 કરોડ દાન દ્વારા મેળવેલા છે, જે કુલ આવકના 96.41 ટકા આવક છે. જ્યારે કોંગ્રેસે કુપન ઇશ્યૂ કરીને રૂ. 115.64 કરોડની આવક મેળવી છે, જે કુલ આવકના 51.32 ટકા થવા જાય છે.

ખર્ચ

નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન ભાજપ માટે મહત્તમ ખર્ચ રૂ. 606.64 કરોડની સરખામણીએ ચૂંટણી કે સામાન્ય પ્રચાર પર હતો, ત્યારબાદ વહીવટી ખર્ચ રૂ. 69.78 કરોડ હતો.

કોંગ્રેસનો ચૂંટણી પાછળ રૂ. 149.65 કરોડનો ખર્ચ કર્યો છે, ત્યારબાદ વહીવટી અને સામાન્ય ખર્ચ રૂ. 115.65 કરોડનો ખર્ચ કર્યો હતો.

નાણાકીય વર્ષ 2016-17 માટે સ્વૈચ્છિક યોગદાનથી 7 રાષ્ટ્રીય પક્ષોએ સૌથી વધુ આવક 74.98% (1,169.07 કરોડ) આવક મેળવી છે.

નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન, રાષ્ટ્રીય પક્ષોએ બેંકો અને FDના વ્યાજમાંથી રૂ. 128.60 કરોડની આવક મેળવી છે.

7.98% અથવા રૂ. 124.46 કરોડ, નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન રાષ્ટ્રીય પક્ષો દ્વારા કૂપન્સને લગતા આવક મારફતે આવક પેદા કરી હતી.

અવલોકન

સાતમાંથી ચાર રાષ્ટ્રીય પક્ષો (ભાજપ, કોંગ્રેસ, NCP અને CPI) છેલ્લા પાંચ વર્ષથી તેમના ઓડિટ અહેવાલોને રજૂ કરવામાં મોડું કરે છે. ટોચના મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ, લગભગ 6 મહિનાની સરેરાશથી તેમના ઓડિટ રિપોર્ટ્સને રજૂ કરવામાં વિલંબ કર્યો છે.

એ જોવામાં આવ્યું છે કે 7 રાષ્ટ્રીય પક્ષોની કુલ આવકમાં 51%નો વધારો થયો છે. બીજા શબ્દોમાં રૂ. 525.99 કરોડ નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન 7 રાષ્ટ્રીય પક્ષોની કુલ આવક રૂ. 1,033.18 કરોડ વધીને નાણાકીય વર્ષ 2016-17મા રૂ. 1,559.17 કરોડ થઈ છે.

નાણાકીય વર્ષ 2016-17 માટે સ્વૈચ્છિક યોગદાનથી 7 રાષ્ટ્રીય પક્ષોએ સૌથી વધુ 74.98% (રૂ. 1,169.07 કરોડ) આવક મેળવી છે. તેનાથી વિપરીત, પક્ષોએ નાણાકીય વર્ષ 2015-16 દરમિયાન સ્વૈચ્છિક યોગદાનથી 60% (રૂ. 616.05 કરોડ) આવક મેળવી હતી.

ADRની ભલામણ:

દેશની સર્વોચ્ચ અદાલતે 13 સપ્ટેમ્બર, 2013ના રોજ નિર્ણય જાહેર કર્યો હતો કે ઉમેદવારની એફિડેવિટનો કોઈ ભાગ ખાલી છોડવો જોઈએ નહીં. તેથી ભલામણ કરીએ છીએ કે ચૂંટણી પંચ રાજકીય પક્ષો દ્વારા રૂ. 20,000થી વધુ દાનની વિગતો પૂરી પાડતા ફોર્મ 24નો કોઈ ભાગ ખાલી છોડવો જોઈએ નહીં.

RTI હેઠળ જાહેર ચકાસણી માટે પક્ષોને દાન આપતા બધા દાતાઓની સંપૂર્ણ વિગતો જાહેર કરવી જોઈએ. કેટલાક દેશ આવું કરે છે, તેમાં ભુતાન, નેપાળ, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, બ્રાઝિલ, બલ્ગેરિયા, યુએસ અને જાપાનનો સમાવેશ થાય છે. ભંડોળના સ્ત્રોતમાંથી 75% સુધી અજ્ઞાત દાતા હોવાની વાત કોઈ દેશમાં છૂપાવવામાં આવતી નથી.

ફાઇનાન્સ બિલ, 2017 અનુસાર, આઇટી એક્ટની કલમ 13-A જણાવે છે કે કર મુક્તિ રજિસ્ટર્ડ રાજકીય પક્ષોને આપવામાં આવશે. આવકવેરા વિભાગ વળતર આપે છે. જે પક્ષો અહેવાલોના ઓડિટિંગ માટે માર્ગદર્શિકાને અનુસરતા નથી તે પક્ષોને આવક વેરા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે.

રાષ્ટ્રીય રાજકીય પક્ષોને રાઈટ ટુ ઇન્ફર્મેશન એક્ટ હેઠળ તેમની નાણાકીય માહિતી પૂરી પાડવી જોઈએ. આ ફક્ત રાજકીય પક્ષો, ચૂંટણીઓ અને લોકશાહીને મજબૂત કરશે.

ફાઇનાન્સ બિલ, 2017 મુજબ, આઈટી એક્ટના સેક્શન 13 એમાં જણાવાયું છે કે કરવેરા મુકિત રજિસ્ટર્ડ રાજકીય પક્ષોને આપવામાં આવશે. જે રદ કરીને આવકવેરાને પાત્ર કરવી જોઈએ.

અહેવાલોનું ઑડિટિંગ ICAIના માર્ગદર્શિકા પ્રમાણે આવકવેરા વિભાગ દ્વારા તપાસવામાં આવે.

તેમ હેડ મેજર જનરલ અનિલ વર્મા (નિવૃત્ત), IIM અમદાવાદના નિવૃત્ત પ્રોફેસર અને સ્થાપક સભ્ય ADR જગદીપ છોકર +91 99996 20944 , IIM બેંગલોરના પ્રો. ત્રિલોચન શાસ્ત્રી એ જણાવ્યું હતું.

રાજકીય પક્ષો પોતાની નાણાકીય બાબતો પ્રજા વચ્ચે ક્યારેય ખુલ્લી નથી કરતાં. પક્ષનું ફંડ એકઠું કરતાં જવાબદાર હોદ્દેદારો અને મુનીમને જ્યારે પણ પક્ષના ફંડ અંગે કે ચૂંટણી ખર્ચ અંગે પત્રકારો પ્રશ્ન પૂછે છે ત્યારે તેઓ મૌન બની જાય છે. જો ADR જેવી સંસ્થા ન હોત તો પક્ષના સફેદ કે છુપા નાણાં ક્યારેય બહાર આવ્યા ન હોત. પણ જે સત્તા પર હોય છે ત્યારે તેમના પ્રત્યેક વિધાનસભા બેઠક દીઠ રૂ.5 કરોડનું ખર્ચ કરતાં હોય છે. વિપક્ષ પાસે ફંડના ફાંફા પડતાં હોય છે. પક્ષો બે રીતે નાણાં એકઠા કરતાં હોય છે એક ચેક દ્વારા અને બીજું વાઉચર કે કૂપન દ્વારા. કોઈ રાજકીય પક્ષ જો રૂ.20,000 સુધીની રકમ કોઈની પાસેથી લે તો નાણાં આપનારના નામો જાહેર કરવા જરૂરી નથી. તેથી તેમના નામની કૂપન બનાવીને કચરા પેટીમાં નાંખી દેવામાં આવે છે.

આમ કોઈ કંપનીએ એક કરોડ પક્ષને કોઈ કામ કરાવવા બદલ આપ્યા હોય તો, તે બેંક ચેક ન આપે. કારણ કે જો તેમ કરે તો બીજા પક્ષો તેમની પાસેથી એટલાં જ નાણાં પડાવે છે. તેથી તે બાબત છૂપાવવા માટે કંપનીઓ નાણાં આપે છે રૂ.20,000 સુધીની રકમ ગણીને તેની સ્લીપ કૂપન બનાવીને રજીસ્ટરમાં નોંધી લેતાં હોય છે. જે નામ ક્યારેય જાહેર થતાં નથી. આમ આવી રીતે કૂપન મેળવીને નાણાં આપનારની ઓળખ છૂપાવવામાં આવે છે. જે ખરેખર કાળુ નાણું છે. પણ રાજકીય પક્ષો પોતાને નાણાં આપનારના નામ ગુપ્ત રાખે છે. કોંગ્રેસ અને ભાજપે આવું બ્લેક મની રૂ.882 કરોડ થાય છે. જેનો હિસાબ છે પણ નામ ગુપ્ત રહે છે. દરેક પક્ષ કુપન કૌભાંડ ચલાવી રહ્યાં છે. જે કૂલ આવકના 88 ટકા છે. 97.27 કરોડ જ નામો સાથે જાહેર થયું છે. આમ અજ્ઞાત લોકો દ્વારા આપવામાં આવેલાં કાળા નાણાં રૂ.647 કરોડ થવા જાય છે.

ચૂંટણી ફંડ માટે સરકાર બોન્ડ બહાર પાડશે. જેમાં કોઈ વ્યક્તિ બેંકને કહીને જે તે પક્ષના બોન્ડ ખરીદી શકશે. આ બોન્ડ એટલા માટે બહાર પાડવામાં આવી રહ્યાં છે કે, કંપનીઓ તમામ રાજકીય પક્ષને એક સરખું ફંડ ન આપે તો પણ વાંધો નહીં આવે. સત્તાધારી પક્ષને વધારે ફંડ આપે છે, ત્યારે વિરોધ પક્ષો એ હવાલો આપીને પોતાના પક્ષને તેટલું જ ફંડ આપવાનું દબાણ કંપનીઓ પર કરે છે. સરકાર પાસેથી લાભ ખાટવા માગતી હોય એવી કંપનીઓ સત્તા પર હોય એમને વધારે ફંડ આપતી હોય છે. તે ચેક દ્વારા જ આપવાના હોય છે, જેથી તેનો ફાયદો સત્તાધારી પક્ષને એકલા ઉઠાવી શકતાં નથી. તેથી નરેન્દ્ર મોદીએ હવે બોન્ડ બહાર પાડીને પોતાનાં પક્ષને આર્થિક રીતે સમૃધ્ધ બનાવવાનો અને ભાજપને વધારે ફંડ મળે તેવો કાયદો પસાર કરી દીધો છે અને હવે તેના નિયમ બની રહ્યાં છે. બેંક ચેક કરતાં સૌથી વધારે ફંડ આવતું હતું તે રૂ.20,000 સુધીનું હતું.

હવે તેમાં ઘટાડો કરીને આ વર્ષથી રૂ.2,000 સુધીનું કરી દેવાયું છે. આમ સત્તાધારી પક્ષે બે ચાલ રમી છે. હવે બેનામી ફંડ રૃ.2,000 સુધી જ લઈ શકાય તેમ હોવાથી વિપક્ષને ઓછું ફંડ મળશે. આ સુધારો ક્રાંતિકારી લાગે પણ વિપક્ષને આર્થિક રીતે ખતમ કરનારી આ બાબત છે. આ બન્ને સુધારા આદર્શ લાગે છે, પણ તે સત્તાધારી પક્ષને સૌથી વધારે ફાયદો કરાવી શકે છે. આદર્શ ચૂંટણી ફંડ તો એ હોવું જોઈએ કે, ચૂંટણી પંચ પોતે જ જે તે ઉમેદવાર અને પક્ષને ચૂંટણી લડવા માટે ફંડ આપે. પણ તે શક્ય બનવા નહીં દેવાય. રાજકીય પક્ષો ચૂંટણી ફંડના નામે ભરપૂર કાળા નાણાંનું સર્જન કરી રહ્યાં છે.