ચોખાનું ઉત્પાદન ઘટતા ભાવ વધારો થઈ શકે છે

ચાલુ વર્ષે ચોખાના ઉત્પાદનમાં 12 ટકાનો ઘટાડો થવાની શંકા છે. હવામાનની આગાહી સ્કાયમેટે દાવો કર્યો છે કે ચોખાનું ઉત્પાદન 9 મિલિયન ટન થવાની આશંકા છે. આ ઉત્પાદન સરકારના અંદાજ કરતા 10 ટકા ઓછું છે. જો સ્કાયમેટનો અંદાજ સાચો પડશે, તો એવું પાંચ વર્ષમાં પહેલીવાર બનશે જ્યારે ચોખાનું ઉત્પાદન ઘટશે. એટલું જ નહીં, તે 9 વર્ષમાં સૌથી નીચું હશે.આના કારણે ચોખાના ભાવમાં વધારો થવાની પ્રબળ સંભાવના રહેશે.

ચોખાના ભાવ વધી શકે છે Rice Crop Rice Production India Rice Prices
ચોમાસાના મોડુ પડતા અને ત્યાર બાદ પુરની સ્થિતીના કારણે રવી પાકને ખુબ નુક્સાન થયું છે. જેના કારણે કઠોળનું ઉત્પાદન ઘટવાની ધારણા આશંકા. શિયાળામાં કઠોળની વાવણીમાં 20% ઘટાડો થયો છે. આગામી રવી પાકની ગણતરી નાણાકીય વર્ષ 2021 ના ​​જીડીપીમાં કરવામાં આવશે. સ્કાયમેટ કહેવા છે કે જો આ વર્ષે ખરીફ પાકમાં ચોખાનું ઉત્પાદન ઓછું હોય તો તે ચોખાના ભાવમાં વધારો થઇ શકે છે. જો કે આનાથી ભારતીય ફૂડ કોર્પોરેશન પર ચોખા ખરીદવા માટેનું દબાણ હળવું થશે. સરકાર પોતાનું વધારાનો સ્ટોક બજારમાં ઉતારી શકશે પણ વધારશે.

5000 લિટર પાણી
એક કિલો ચોખા પેદા કરવા માટે લગભગ 5,000 લિટર પાણીની જરૂર પડે છે. કેન્દ્ર સરકાર એફસીઆઈની ઓપન માર્કેટ સેલિંગ સ્કિમ હેઠળ જથ્થાબંધ ખરીદદારો માટે ચોખાના રિઝર્વ પ્રાઇઝ 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઘટાડી શકે છે. હાલનો રિઝર્વ પ્રાઇઝ પ્રતિ ક્વિન્ટલ રૂ. 2,785 છે.