15 સપ્ટેમ્બરથી ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ લેતુ હોય છે. ચોમાસાની આ અંતિમ તારીખ છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં સૌથી વધું ખરાબ સ્થિતી પાકિસ્તાન સરહદ પરના તાલુકાઓની છે. જ્યાં 1થી 3 ઈંચ વરસાદ થયો હોવાથી દુષ્કાળ આવી ગયો છે. પણ સરકારે ત્યાં કોઈ મદદ હજુ પહોંચાડી નથી. જ્યાં કચ્છનું નાનું અને મોટું રણ મળે છે ત્યાં મોટા ભાગે દુષ્કાળ છે.
તેથી અહીં દુષ્કાળ છે
કચ્છના જ રાપરમાં 1.02 ઈંચ, અબડાસામાં 2.08 ઈંચ, બનાસકાંઠાના સુઇગામમાં 2.20 ઈંચ, વાવમાં 1 ઈંચ નખત્રાણામાં 2.59 ઈંચ વરસાદ પડયો છે. આમ, 7 તાલુકામાં ૩ ઈંચથી પણ ઓછો થયો છે. કચ્છ સરહદે લખપતમાં 3.44 ટકા વરસાદ પડયો છે. કચ્છમાં સૌથી ઓછો 3.97 ઈંચ, બનાસકાંઠામાં 7.20 ઈંચ વરસાદ થયો છે. ગયા વર્ષે કચ્છમાં સરેરાશ 14.76 ઈંચ વરસાદ થયો હતો. બનાસકાંઠામાં સરેરાશ 42.24 ઈંચ વરસાદ થયો હતો. પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા જિલ્લામાં પણ વરસાદની તંગી છે.
માલ અને માણસોની હિજરત
કચ્છમાં ઓછો વરસાદ પડવાના કારણે 20 લાખ પશુઓના ઘાસચારાનો સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે અને જેના કારણે કચ્છના કેટલાક તાલુકાઓમાંથી માલધારીઓએ હિજરત શરૂ કરી છે. છતાં રાજ્ય સરકારે પૂરતું ઘાસ કાપવાનું શરૂ કર્યું નથી. કચ્છના રાપરમાં લગભગ સવા બે લાખ લોકોની વસ્તી છે અને પોણા ત્રણ લાખ પશુઓ છે. જ્યાં સૌથી વધારે ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. રાપરમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. 25 ઘાસ ડેપો ખોલવામાં આવ્યા છે અને માત્ર 16 હજાર જેટલા પશુ માલિકોને ઘાસ આપવાની પરમિટ આપી છે. અત્યાર સુધીમાં 6,189 ગાંસડી એટલે કે 5 લાખ કિલો ઘાસ આપવામાં આવ્યું છે. રાપરના અનેક વિસ્તારોમાંથી હવે ઘાસચારો ન મળવાના કારણે માલધારીઓ આસપાસના જિલ્લાઓ અને છેક ગીરના જંગલો સુધીના વિસ્તારોમાં હિજરત શરૂ કરી દીધી છે.
33 જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ ટકામાં
કચ્છ 26.51
પાટણ 30.59
બનાસકાંઠા 33.06
મહેસાણા 33.82
ગાંધીનગર 39.33
અમદાવાદ 39.43
મોરબી 43.40
ભાવનગર 55.55
મહીસાગર 56.50
વડોદરા 58.48
સાબરકાંઠા 58.12
બોટાદ 61.62
નર્મદા 66.12
દાહોદ 67.16
ખેડા 67.70
છોટાઉદેપુર 67.16
અરવલ્લી 67.78
પંચમહાલ 78.15
સુરેન્દ્રનગર 41.98
રાજકોટ 54.72
પોરબંદર 60.58
જૂનાગઢ 91.70
અમરેલી 76.53
તાપી 85.99
સુરત 90.78
ડાંગ 93.10
આણંદ 101.80
ભરૂચ 101.84
નવસારી 109.78
વલસાડ 101.69
ગીર-સમોનાથ 139.85