ગીર સોમનાથ જિલ્લા નજીક આવેલ ચોરવાડ ગામે એક અનોખી રીતે જ નવરાત્રિના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ નવરાત્રિમાં પ્રાચીન ગરબાની પરંપરાને જાળવી રાખવા માટે રાસ ગરબાની સાથે લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે.
નવલા નોરતાની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે આજના સમયમા અર્વાચીન ગરબા તરફ લોકો અને આયોજકો વળી રહ્યાં છે. આ સમયમાં પ્રાચીન અને મૂળભૂત પરંપરાને ટકાવી રાખવા માટે સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમા અને ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબહેન ચૂડાસમા કટિબદ્ધ બન્યાં છે. નવરાત્રિમાં રાસ ગરબા તો દરેક જગ્યાએ થાય જ છે, પરંતુ રાસગરબાંની સાથે સાથે લોકમેળોનું પણ ભવ્ય આયોજન ચોરવાડમા કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ ઝાંકીઓ, જૂના પહેરવેશની સાથે ખાણીપીણીના સ્ટોલ રાખવામાં આવ્યાં છે. આ લોકમેળાને નિહાળવા લાખોની સંખ્યામાં લોકો અહીં ઉમટી પડે છે. ઉપરાંત આ નવરાત્રિ કાર્યક્રમમાં દરરોજ ગુજરાતી અને હિન્દી ફિલ્મના કલાકારોનું લાઇવ પરફોર્મન્સ પણ લોકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બને છે.
ચોરવાડ ગામે ઘણા વષોઁથી નવરાત્રિ મહોત્સવનું અનોખું આયોજન કરવામાં આવે છે. જ્યાં લોકમેળો, રમત ગમતનાં સાધનો, મનોરંજનનાં સાધનો, ખાણીપીણી સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ નવરાત્રિની તમામ આવક આ વિસ્તારના ગરીબ વિદ્યાથીઁઓને શિક્ષણ સહાય, વિના મૂલ્યે કમ્પ્યૂટર ક્લાસીસ, મહિલાઓ માટે સિવણ ક્લાસ સહિતની સહાયો આપવામાં આવી રહી છે. ત્યારે માતાજીની ભકિત, મનોરંજન અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો લોકમેળો આ ત્રિવેણી સંગમ અહીં યોજાય છે જેનો આનંદ લોકો માણી રહ્યા છે.
ગુજરાતી
English




