ચોરી પર સીનાચોરી, ભ્રષ્ટાચાર છુપાવવા તલાટી હેતલ સામે કોઈ પગલાં નહીં

મોરબી જિલ્લાના જાલીડા ગામમાં સિમેંટના રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાતા તપાસ માટે ગયેલા પંચાયતના સભ્યને તલાટી હેતલ ચૌહાણએ બહાર કાઢી મૂક્યા હોવાની ઘટના અંગે તાલુકા મામલતદાર, જિલ્લા કલેક્ટર કે મહેસૂલ કે પંચાયતે વિભાગે કે સરકારે કોઈ પગલાં ભર્યા નથી.

પ્રથમ સરપચને ફરિયાદ કરી હતી જોકે સરપંચે ધ્યાન ન આપતા ગ્રામ પંચાયતના વોર્ડ ૫ના સભ્ય મહિલા તલાટી પાસે ગયા હતા અને જે કોન્ટ્રકટરને કામ સોપ્યું છે તેને આપવમાં આવેલા કામના આદેશની નકલ માંગી હતી.

મહિલા તલાટીનો ગુસ્સો સાતમાં આસમાને પહોચ્યો હતો. ગ્રામ પંચાયતના સભ્યને ગાળો ભાંડી ઓફિસમાંથી ધક્કા મારી કાઢી મુક્યા હતા. આ ઘટનાના પૂરાવા તરીકે વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો. જે પછી સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જાલીડા ગામના વોર્ડ ૫માં હાઈવેથી શીતળા માતાના મંદિર સુધી આર સીસી રોડનું કામ ચાલી રહ્યું છે. આ કામમાં કોન્ટ્રકટર નબળી ગુણવતાનું કામ કરતો હોવાનું વોર્ડ પાંચના સભ્ય લોહ વિસાભાઇ માણસરને જાણ થતા તેણે આ બાબતે સરપંચનું ધ્યાન દોર્યું હતું.

સરપંચે કોઈ કાર્યવાહી ન કરતો હોય તે પણ ભ્રષ્ટ્રાચારમાં સામેલ હોવાનો વોર્ડ સભ્યે આક્ષેપ કર્યો હતો.  બાદ તેણે ગામના મહિલા તલાટી ચૌહાણને ફરિયાદ કરી હતી. કોન્ટ્રાક્ટરને સોપવામાં આવ્યું છે તે વર્ક ઓર્ડરની નકલની માગણી કરી હતી.

જેનાથી મહિલા તલાટી ઉશ્કેરાઈ ગઈ હતી. સભ્યને તારે જ્યાં જવું હોય ત્યાં જા તને વર્ક ઓર્ડર આપવાનો થતો નથી. તેને ખોટા કેસમાં ફીટ કરાવી દઈશ મારું કોઈ કાઈ નહીં લે. મારી વગ બહુ મોટી છે. હું કોઈનાથી બીતી નથી. હું કહીશ તેમ થશે. તેમ કહી ગાળો ભાંડી ધક્કો મારી સભ્યને કચેરી બહાર કાઢી મુક્યા હતા. સમગ્ર ઘટનાનો સભ્યે વિડીયો ઉર્તારી લીધો હતો.

વાંકાનેરના જાલીડા ગ્રામ પંચાયતના સભ્ય વિસાભાઇ લોહને તલાટી મંત્રી હેતલ ચૌહાણએ ધક્કો મારી બહાર ધકેલી દીધા હોવા તથા ચૂંટાયેલા પ્રતિનિધિ સામે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કર્યું હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. તે અંગે તલાટી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વળતી ફરિયાદ મહિલા તલાટી મંત્રીએ નોંધાવી છે.

વિસાભાઇ લોહ વર્કઓર્ડરના કામથી પંચાયતની કચેરી પર ગયા હતા. ઉદ્ધત વર્તન કરનાર મહિલા તલાટી સામે કાયદાકીય પગલા લેવા પોલીસમાં અરજી આપીને કરી હતી.

તલાટી હેતલ ગામ કરે છે જાલીડા ગામમાં અને રહે છે વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં તેથી ગામ લોકોને પરેશાન થવું પડે છે. તેઓ મૂળ બાયડના લિંબતાના છે.

તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા હોય અને જાલીડા ગામે ફરજ પર હોય ત્યારે આરોપી વિશાભાઈ લોહ આવીને હું ગ્રામ પંચાયત સભ્ય છું અને ગામમાં બનાવેલ સીસીરોડના વર્કઓર્ડરની કોપી જોઈએ છે કહેતા તલાટી મંત્રીએ કહ્યું કે તેની પાસે વર્ક ઓર્ડર કોપી ના હોય.

વાંકાનેર તાલુકા પંચાયત કચેરી આવજો ચાર વાગ્યે ત્યાંથી અપાવી દઈશ આમ છતાં આરોપી ઉશ્કેરાઈ જઈને ચાલુ ફરજમાં રૂકાવટ કરી તેમજ નોકરીમાંથી કઢાવી નાખશે કહી ધમકી આપી હતી અને બદનામ કરવાના ઈરાદે વિડીયો રેકોર્ડીંગ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. વાંકાનેર તાલુકા પોલીસે મહિલા તલાટીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે