છ દિવસમાં પાચ પર હુંમલો કરી એક મહિલાનો શિકાર કરતો દીપડો

દાહોદના ધાનપુરમાં નાવભક્ષી દિપડાએ મહિલા ઉપર હુમલો કરીને તેનું મોત નિપજાવતા લોકોમાં ભય ફેલાયો છે. આ માનવભક્ષી દિપડાએ છ દિવસમાં પાંચ વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે.

છેલ્લા કેટલાક દિવસોથી માનવભક્ષી દિપડાએ ખેતરમાં છુપાઈને કામ કરતા શ્રમજીવીઓ ઉપર હુમલો કરે છે.  આ  આ   દિપડાને ભગાડ્યો હતો. આ બનાવને પગલે ભાણપુર અને તેના આસપાસના વિસ્તારના લોકોમાં પણ ભય ફેલાયો છે. લોકો રાત્રિના સમયે પણ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે.  પોતાના સંતાનને બહાર રમવા જતા અટકાવે છે.

ગ્રામજનો પાંજરા મુકીને માનવભક્ષી દિપડાને ઝડપી લેવા માંગણી કરી છે. આ દિપડાએ છ દિવસમાં પાંચ વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. ગ્રામિણ વિસ્તારમાં દિપડાઓ ખેતરમાં કામ કરતા શ્રમજીવી પરિવાર ઉપર હુમલા કરે છે. એટલું જ નહીં અવાર-નવાર દિપડો હુમલો કરીને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ જાય છે.