ડૉક્ટર દર્દીઓને જેનેરિક દવાઓ લખી રહ્યાં છે અને સમગ્ર 652 જિલ્લાઓમાં 5050થી વધુ જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે. આ કારણોસર દેશમાં ઊચ્ચ ગુણવત્તાની પરવડે તેવી જેનેરિક દવાઓની ઉપલબ્ધતામાં વધારો થયો છે. પ્રતિ દિન આશરે 10-15 લાખ લોકો જનઔષધિ દવાઓનો લાભ મેળવે છે અને છેલ્લા 3 વર્ષોમાં જેનેરિક દવાઓનો બજાર હિસ્સો ત્રણ ગણો વધીને 2 ટકા થી 7 ટકા થઇ ગયો છે. ગુજરાતમાં 480 જનઔષધિ કેન્દ્રો છે. જ્યાં રૂ.100 કરોડની લોકોને બચત થઈ છે.
દર્દીઓનો દવાનો ખર્ચ ઘટાડવામાં જનઔષધિ દવાઓ શરૂ કરવામાં આવી છે. PMBJP યોજનાના કારણે સામાન્ય નાગરિકોને અંદાજે રૂ. 1000 કરોડની કુલ બચતો થઇ છે, કારણ કે આ દવાઓ સરેરાશ બજાર કિંમત કરતા 50 ટકા થી 90 ટકા જેટલી સસ્તી હોય છે. ગુજરાતમાં રૂ.100 કરોડ જેવી બચત થઈ છે.
બ્યુરો ઑફ ફાર્મા પીએસયુ ઑફ ઇન્ડિયા (BPPI) દ્વારા હાથ ધરાયેલા સરવે અનુસાર દરેક દુકાન દીઠ સરેરાશ વેચાણમાં પ્રતિમાસ રૂ.1.50 લાખ (OTC અને અન્ય ઉત્પાદનો સહિત) સુધીની વૃદ્ધિ થઇ છે. દવાના દિલ્હી, ગુવાહાટી, બેંગલુરુ અને ચેન્નાઇ ખાતે ચાર મોટા ગોદામ ખોલવામાં આવ્યાં છે.
રૂ. 2.50 પ્રતિ નંગની કિંમતે ઔષધિ સુવિધા ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનિટરી નેપકિન, રૂ. 140ની કિંમતે વયસ્કોના ડાયપરના 5 નંગનું પેક, 5 શિશુ ડાયપરનું રૂ. 20ની કિંમતનું જનઔષધિ બચપન પેક, રૂ. 20ની કિંમતે જનઔષધિ અંકુર ગર્ભાવસ્થા પરીક્ષણ કિટ, રૂ. 35ની કિંમતે 300 ગ્રામના જનઔષધિ ઊર્જા એનર્જી ડ્રિંક સહિત અનેક ઉત્પાદનોનો સમાવેશ થાય છે.