ગુજરાતના જિલ્લા મથકોને 24 શહેરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીની 542 એકર 21,93,396 જમીન હોવા છતાં ફાળવણી કરી છે. 22 લાખ ચોરસ મીટર પર ગુજરાતના તમામ ઘર વિહોણાં લોકોને સસ્તા મકાનો આપી શકાય તેમ છે. જેની કિંમત રૂ.4 હજાર કરોડથી રૂ.5 હજાર કરોડ થાય છે. સરકારે ખેડૂતો પાસેથી સાવ મફતમાં 40 ટકા જમીન લઈ લીધી હતી. તે આ જમીન છે. તેથી સરકારે જમીનનું ખર્ચ તો કરવાનું જ રહેતું નથી. આ જમીન પર સાવ સસ્તા મકાનો બની શકે તેમ હોવા છતાં તે બનાવવામાં આવતાં નથી. રાજ્ય સરકારે 2010માં 7 લાખ અને 2012માં 50 લાખ મકાનો બનાવવાના ગુજરાતની પ્રજાને નરેન્દ્ર મોદીએ આપ્યા હતા. જે તેમણે તો પૂરા નથી કર્યા પણ આનંદિબેન પટેલ અને વિજય રૂપાણીની મુખ્ય પ્રધાન તરીકેના કાળમાં બનાવી શકાયા નથી. આમ ભાજપે પ્રજાને આપેલાં વચનો અહીં પરી પૂર્ણ થયેલાં જોવા મળતાં નથી.
વચન આપ્યા હતા. તેમાં માંડ 9 લાખ જેવા જ મકાનો બનાવી શકાયા છે. આ જમીન પર એક કરોડ મકાનો બનાવી શકાય તેમ છે. તેમ થતાં તે બનાવવામાં આવતાં નથી. 2012થી જ્યાં પણ હાઉસીંગના મકાનો બન્યા છે ત્યાં કરોડો રૂપિયાના કૌભાંડો ભાજપ સરકારના નેતાઓએ કર્યા છે. રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં આવા કૌભાંડો થયા છે.
આ જમીન અત્યારે અવાવરૂ પડેલી છે. જેને વરંડો પણ બનાવવામાં આવ્યો નથી. વરંડો બનાવવા માટે અગાઉ જાહેરાત કરવામાં આવી હતી પણ હજુ સુધી તે બન્યો નથી.
ચૂંટણીમાં આપેલા ‘ઘરનું ઘર’ના વાયદાને પૂરો કરવા ભાજપ સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડની તમામ ખુલ્લી જમીનો પર તબક્કાવાર પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત તમામ જમીનોની સ્થળ- સ્થિતી નિશ્ચિત કરવા જમીનોની સંયુક્ત માપણી કરાવવાની હતી.
24 શહેરોની હાઉસિંગની 541.90 એકર જમીનની વિગતો
શહેર જમીન શહેર જમીન શહેર જમીન
અમદાવાદ 104
વડોદરા 73.12
સુરત 63.49
જામનગર 62.60
ભાવનગર 46.35
દહેગામ 22.35
મહુવા(ભાવનગર) 18.50
વલસાડ 17.64
નવસારી 14.65
ખંભાત 13.03
સાણંદ 15.61
રાજકોટ 11.49
પેટલાદ 11.95
ઉપલેટા 10.55
વિસનગર 9.77
જેતપુર 8.29
ધોળકા 7.41
ભૂજ 7.95
અમરેલી 6.06
મહેસાણા 6.43
જૂનાગઢ 3.14
માતર 2.45
મહેમદાવાદ 2.42
વાંકાનેર 2.38