ભારતીય જનતા પક્ષની સંઘી સંસ્કૃતિ સમયાંતરે વિકૃત સ્વરૂપે બહાર આવે છે. પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા સંજય જોશીની સેક્સસીડીનું મુંબઈમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણી બહાર વિતરણ કરાવવાની મનોવૃત્તિ ધરાવનાર પક્ષનું સંગઠન કઇ દીશામાં જઇ રહ્યુ છે તેનુ સૌથી સૌથી ગંદુ અને હલકુ ઉદાહરણ નલીયાના ભાજપી હોદ્દેદારો એ ઉજાગર કર્યુ હતું જેની શ્યાહી સુકાય તે પહેલાં જ ભાજપના પુર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી ની પાપલીલા છાપરે ચડી ને ગાજી રહી છે. ભાજપની સંગઠનાત્મક ‘કામલીલા’નું આ વરવું સ્વરુપ જોઇ જનતા હતપ્રભ બની છે. કોંોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું
નરેન્દ્ર મોદીના સુંદર યુવતીઓ અથાણું વેચેતો વધુ વેચાણ કરી શકે તેવા સંદેશને આત્મસાત કરનાર ભાજપ સંગઠન રસ્તો ભટક્યુ હોય તેમ લાગે છે. પચાસ કરોડની ગર્લ ફ્રેન્ડ કહી સુનંદા પુષ્કરની કીંમત આંકનાર મોદીજીના સંગઠનમાં બેકોડીની હેસીયત નહી ધરાવનારાઓ એ કબ્જો જમાવ્યો છે જે મહીલાઓને ઉપભોગનુ સાધન સમજી બેઠા છે. દુનિયાની સૌથી મોટી પાર્ટી બનવાની લ્હાયમાં ભાજપનુ સંગઠન કચરાપેટી બન્યુ છે જેમાં દુનિયાભરનો મીસકોલીયા કચરો ઠલવાઇ રહ્યો છે.
જયંતિ ભાનુશાળી પર પીડીત યુવતીના આરોપ મુજબ વર્ષો સુધી તેમનું યૌન શોષણ કરાયું. આ આક્ષેપની તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો બીજા કંઇ કેટલાય રાઘવજીઓ અને શણમુગનાથનો બહાર આવશે તે નક્કી છે.
” ચાલ-ચરિત્ર અને ચહેરા ” નું સુત્ર લઇને નીકળેલી ભાજપાએ હવે ” સેક્સ- સંગઠન અને સત્તા ” નું નવું કલ્ચર સ્વીકારી લીધુ હોય તેમ લાગે છે.
સૌંદર્યના કસબી એન.ડી.તિવારીના શરણે ગયેલી ભાજપમાં આ પુર્વે પણ ચારિત્રહીનતાના ” ડર્ટી પીક્ચર ” જોવા મળ્યા છે. બે સગી બહેનો સાથે અનૈતિક સંબંધ બાંધનાર મધ્યપ્રદેશના બાબુલાલ ગોર, સંઘ પ્રચારક અને ભાજપા મંત્રી રાઘવજીનો નોકર સાથે સમલૈગિક સબંધ , મોદી કેબીનેટ મંત્રી મેઘવાલ પર લાગેલો બળાત્કારનો આરોપ , મેઘાલય ના રાજયભવનને પોતાની કામલીલા દ્વારા રંગભવન બનાવનાર સંઘ પ્રચારક અને રાજ્યપાલ શણમુગનાથન ,બીજાની પત્નીને પોતાની પત્ની બતાવી કબુતરબાજી કરનારા ભાજપના બાબુલાલ કટારા , શિક્ષણના ધામો અનૈતિક પ્રવ્રૃતિ ના અડ્ડા બની રહ્યા છે.પાટણ પીટીસી કોલેજમાં દલિત વિદ્યાર્થીની નું યૌન શોષણ , પારુલ ઇન્સ્ટિટ્યૂટ માં યૌન-શોષણ ના આરોપી જયેશ પટેલ , ગાંધીનગર ભાજપના અશોક મકવાણા , રુપ લલનાઓ સાથે મોજ માણવા પત્નીની બીમારીને હથિયાર બનાવનાર લલિત મોદીના ઐયાશી ભાવથી ભાવુક થનાર વસુંધરા આ ધારાવાહિકના પાત્રો રહ્યા છે. આનંદીબેનના રાજમાં પોલીટેકનીક કોલેજ ‘ પોર્ન ફિલ્મ ‘ માટે નો સ્ટુડીયો બને તો રાજ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી માટે વિધાનસભા ગૃહ જ પોર્ન ફીલ્મ નિહાળવાનુ સ્થળ બને..
એક બાજુ સાક્ષી મહારાજ સેક્સી સુચનો કરી ચાર છોકરા પેદા કરવા આહવાહન કરે અને રામદેવ બાબા છોકરા પેદા કરવાની દવાઓના નામે વેપલો કરે અને બીજી બાજુ એમનીજ સરકાર ‘ બેટી બચાઓ ‘ નું અભિયાન ચલાવે.ભાજપના નેતાઓ પોતાનાજ ભેરુ એવા સંજય જોશીની સેક્સ સીડીના વિક્રેતા બને. કુપોષિત મહીલાઓમાં સુંદર દેખાવનો મોહ જણાય તો બારણે અથાણા વેચવા યુવતીઓ નીકળે તેવી મધલાળ ટપકે. કયાંક તેમની નજર કોઈકની પત્ની પર પડે અને તેને ગર્લફ્રેન્ડ સમજી પારખુ નજર એનો પચાસ કરોડનો મોલ પણ આંકે.
આ તમામથી ખુલ્લો થાય છે…
ભાજપની (બિભત્સ) ચાલ , (વાસનામય)ચરિત્ર, અને (કામુક)ચહેરો
વિનય કટિયારે તો જાહેર નિવેદન દ્વારા ભાજપ મહિલાઓને સુંદરતા
ના કારણે જ સંગઠનમાં સ્થાન આપે છે તે મતલબ ની વાત કરી તેમની ભાવના દર્શાવી હતી તે જગ જાહેર છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ બળાત્કાર ના આરોપી પુર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી ને પુરાવા વિના સસ્પેન્ડ નહીં કરાય તેવી અનૈતિકતા દર્શાવી બચાવવા નો પ્રયાસ કરે તે જ સ્પષ્ટ કરે છે કે રેલો ભાજપના અન્ય નેતાઓ સુધી પહોચે છે.હાર્દીક પટેલ ની પ્રાયોજીત કથિત સેક્સ સીડી પર ભારતીય સંસ્કૃતિનો દમ ભરનારી ભાજપા મહીલા મોરચાની બહેનો આજે ચુપ કેમ છે?
એ પ્રશ્ન ચર્ચા નો વિષય બન્યો છે. હાર્દીક ની કથિત સીડી મા દેખાતી યુવતી એ કોઈ આરોપ મુક્યો જ નથી અને છતાં દેકારો મચાવી દેનાર ભાજપા ના પ્રવક્તાઓ ને આજે ભાનુશાળી ની સીડી શું ધાર્મિક લાગે છે?
ભાજપના આઈ-કાર્ડ સેક્સના કોડવર્ડ તરીકે ઉપયોગ માં લેવાય તે ભાજપની સંસ્કૃતીનું પરિચાયક છે. રાજકીય પક્ષો અને જાહેર જીવનમાં ખુબજ પ્રતિષ્ઠિત અને સંસ્કારી મહિલાઓ પોતાના સંઘર્ષથી જોડાયેલી હોય છે..કોઈ પણ પક્ષે આ મહિલાઓની માનસિકતાનો વિચાર કરવો જોઈએ.
મહિલા મોરચાની સંસ્કારી બહેનોને હવે પોતાના ગળામાં ભાજપના ઓળખપત્ર લટકાવતા કેવી મનોસ્થિતિ માંથી પસાર થવું પડશે તે વિચારવું રહ્યું. સુજ્ઞ ,સક્ષમ અને સંસ્કારી મહિલાઓએ ભાજપ માં જતા પહેલા હજાર વખત વિચારવું પડે . તેમ જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું.