ઈશ્વર પટેલના કાળા કરતૂત 23 નવેમ્બર 1966થી બહાર આવવા લાગ્યા હતા. ગાંધીજીના અંતિમ અનુયાયી પરીક્ષિતલાલ મજમુદારનું અવસાન થતાં સમગ્ર ગુજરાતમાંથી પરીક્ષિતલાલ સ્મારક નિધિ એકઠો કરવાનું નક્કી કર્યું હતું. ફાળામાં હજારો રૂપિયાના ગોલમાલ થઈ હતી. તે સમયના સંચાલક ડાહ્યાભાઈ નાયકે જાહેર કર્યું હતું કે, દાનની પાવતીનો હિસાબ આવી ગયો છે પણ સુંદરલાલ સોલંકી અને દલપત શ્રીમાળી પાસે તે રકમ બાકી નિકળે છે. હકીકતે તો સુંદરલાલ સોલંકી પાસે લેણી નીકળતી હજારો રૂપિયાની મોટી રકમ પરીક્ષિતલાલ સ્મારક નિધિનો હીસાબ રાખતા ઈશ્વર પટેલને તેમણે રોકડો આપ્યાની અને તે ઈશ્વર પટેલની સહી વાળી પહોંચ સુંદરલાલ પાસે હતી. જ્યારે આશ્રમના સંચાલકોએ તે રકમ માંગી ત્યારે તે સહી વાળી પહોંચ બતાવી હતી. ત્યાર પછી ઈશ્વર પટેલ સામે કોઈ તપાસ થઈ નહીં. ઈશ્વર પટેલ પાસે આ તમામ હિસાબો રહેતા હતા. જેમાં વ્યાપક ગોટાળા થયા હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યા હતા. જે અંગે રાજ્યપાલને પણ પુરાવા આપવામાં આવ્યા હતા. પણ પછી કાયમ આ ગોટાળા પર પડદો પડી ગયો હતો જે આજ 2018 સુધી ઉંચકાયો નથી. કોણ ઉંચકશે તે પડદો.
પરીક્ષિત લાલ નિધિમાં ગોટાળા થયા
ઈશ્વર પટેલ હાથમાં ઝાડુ લઈને ગાંધી આશ્રમને સાફ કરતાં હતા. પરીક્ષિત ફંડના ગોટાળા પછી તેમનો એકાએક ઉદય થયો. આશ્રમના સંચાલકો તેમને સાચવવા લાગ્યા અને પછી ઈશ્વરને સંડાસના ઠેકા મળવા લાગ્યા હતા. તેઓ એક લોટો લઈને આવ્યા હતા અને પછી તેમની પાસે અબજોની સંપત્તિ થઈ ગઈ હતી. તેમણે અમદાવાદ ગાંધીનગર વચ્ચે સુધડમાં નર્મદા નહેરના કાંઠે એક વિશાળ ફાર્મ ખરીદ કર્યું અને ત્યાં સફાઈના નામે ધંધો શરૂ કર્યો હતો. ટ
ઊંઝાથી ખાલી હાથ આવ્યા, ગાંધી આશ્રમ પર ગેરકાયદે કબજો કર્યો
દોરી અને લોટો લઈને ઊંઝાથી અમદાવાદ સાબરમતી આશ્રમમાં 1964માં પોતાના પત્ની સાથે આવ્યા હતા. આશ્રમના લીંમડાના વૃક્ષ નીચે તેઓએ બે દિવસ પસાર કર્યા હતા. પહેલાં સાબરમતી આશ્રમ સાફ કરવાનું કામ કરતાં હતા. 1967માં તેમના પર ગોટાળાના આરોપો અને ગાંધીજીના સાથી અને દાંડી યાત્રીને ટાટીયા તોડી નાંખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ તેમની પ્રગતિ શરૂ થઈ હતી.
આશ્રમનું પરીક્ષિતલાલ નિવાસ સ્થાન પચાવી પાડ્યું
તેમાંથી ગાંધીજીની મિલકતો અને પરીક્ષિત હાઉસ પચાવી પાડીને ગાંધી આશ્રમનું નામ વટાવી ખાવાનું શરૂ કર્યું હતું. 2001માં ભાજપની કાયમી સરકાર આવી તેની મદદ લઈને હરિજન સેવક સંઘ ટ્રસ્ટ પર કબજો જમાવી દીધો હતો. આ સરકારના પ્રધાન અને ઈશ્વર પટેલના વેવાઈ આનંદીબેન પટેલે તેમને ભરપુર મદદ કરી હતી. તેમને બચાવી લેવા માટે પણ તમામ પ્રયાસો કર્યા હતા. ખરેખર તો તેના પર હરિજન સમુદાઈનો જ અધિકાર હતો પણ અહીં ઊંઝાના પાટીદાર એવા ઈશ્વર પટેલે કબજો જમાવી દીધો હતો. પરીક્ષિતલાલના ઘરમાં જ તેમણે સફાઈ વિદ્યાલય શરૂ કર્યું હતું. પછી સફાઈ વિદ્યાલયને તેમણે પૈસા કામવાનું સાધન માની લીધું. તેમને વેવાઈ કોંગ્રેસી હતા અને તેમણે કોંગ્રેસ સરકારનો ભરપુર ફાયદો ઉઠાવીને સંડાસ બનાવવાના રાજ્યભરના કોંટ્રાક્ટ મેળવ્યા હતા. પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે રાજ્યની શાળાઓના સંડાસ બનાવવાના કોંટ્રાક્ટ ઈશ્વરભાઈને આપ્યા જેમાં કમાણી કરીને સુધડનું ફાર્મ વિકસાવ્યું હતું. જે સંડાસ બનાવવામાં પણ પારાવાર ગોલમાલ થઈ હોવાના તેમના ઉપર જાહેરમાં આરોપો મૂક્યા હતા. ગાંધી આશ્રમનું મકાન ભાડા પર લઈને પચાવી પાડ્યું હતું. તેમનું પોતાના ટ્રસ્ટનું મકાન બની ગયા પછી ગાંધી આશ્રમના સંચાલક અમૃત મોદીએ સરકારને એક પત્ર લખ્યો હતો કે ઈશ્વર પટેલનું પોતાનું ટ્રસ્ટ છે તેને હવે પોતાનું મકાન મળી ગયું છે તેથી તેમણે ગાંધી આશ્રમનું ભાડાનું મકાન ખાલી કરી દેવું જોઈએ. પણ તેમના વારસદાર એવા જયેશ પટેલ અને અનાર આનંદી પટેલે 2018 સુધી કબજો રાખ્યો છે. ગાંધીજીનું આ મહત્વનું મકાન પચાવી પાડ્યું છે. અનેક નિયમોનો ભંગ કરીને પણ ગાંધીજીના મકાન પર કબજો છે.
ઈશ્વર પટેલે પીટીસી કોલેજ પચાવી પાડી લઈ લીધી
ઈશ્વર પટેલે પી.ટી.સી. કોલેજના આચાર્યને માટે ગાંધી આશ્રમનું મકાન આપેલું હતું. જે રૂ.20ના ભાડેથી કામચલાઉ માટે ઈશ્વર પટેલને આપવામાં આવ્યું હતું. આશ્રમની મિલી ભગત પણ તેમાં હતી. તેમાં ઈશ્વર પટેલ થોડો સમય રહ્યાં હતા અને પછી પોતાના પુત્રનો કરોડો રૂપિયાનો બંગલો બની જતાં રહેવા જતાં રહ્યાં હતા. આજે આ બંગલામાં ઈશ્વર પટેલના પુત્ર જયેશ પટેલ રહે છે. તેમ છતાં પ્રિંસિપાલ વાળું મકાન જયેશ પટેલ ખાલી કરતાં નથી. મકાન દબાવી રાખ્યું છે. પીટીટીના મકાનમાં માનવ સાધના ટ્રસ્ટનું કાર્યાલય ચલાવવાનું શરૂ કરાયું હતું. જે ગેરકાયદે છે. અહીં આશ્રમમાં કોઈ જયેશ પટેલ સામે બોલી શકતા નથી. કારણ કે તેમના પર ભાજપના નેતાઓની અને પોતાના સાસુ પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલના રાજ્યપાલ આનંદીબેન ચાર હાથ છે. તેથી તેમની સામે ચેરીટી કમિશનર કંઈ કરી શકતા નથી. હેતુ ફેર થયા હોવા છતાં ચેરીટી કમિશનર કોઈ પગલાં લેતા નથી. તેઓ અમદાવાદના મોટા અખબારોના તંત્રીઓ સાથે સારા સબંધો સ્થાપિત કરીને આશ્રમના સંચાલક અમૃત મોદી અને બીજા પર દબાણ કરે છે.
ગાંધીજીના 12 મકાનો જયેશ અનાર પટેલના કબજામાં
ગાંધી સ્મારક સંગ્રહાલયના એક મકાનમાં કનુભાઈ મોદી રહેતાં હતા. તેઓ નિવૃત્ત થઈ ગયા અને ત્યાંથી તેઓ ચાલ્યા ગયા બાદ તેનો કબજો ઈશ્વર પટેલે લઈ લીધો હતો આજે પણ તે તેમના પુત્ર પાસે કબજો છે. એક યા બીજા ટ્રસ્ટ બનાવીને તેનો કબજો જયેશ ઈશ્વર પટેલ અને અનાજ જયેશ પટેલ કરી રાખવા માંગે છે. ગાંધીજી જ્યાં સામૂહિક રીતે જમતાં હતા તે રસોડું પણ જયેશ પટેલે પચાવી લીધું છે. સોમનાથ છાત્રાલય, નંદિની હાઉસ પચાવી પાડવા માટે પોતાનો સામાન ત્યાં મૂકી દીધો છે. જે હવે થોડા મહિનામાં જયેશ પટેલ પોતાની માલિકીનું કરી લેશે. સોમનાથ છાત્રાલયનું રસોડું. શિક્ષક નિવાસમાં ત્રણ મકાનો જયેશ પટેલ પાસે છે. બાળ મંદિર પણ તેમના કબજામાં છે. એક ડંકી હતી તે તોડીને ત્યાં આલીશાન મકાન બનાવી દીધું છે. જ્યાં કર્મચારીઓને બેસાડી દેવાયા છે. ફોરેનર્સ અહીં લાવવામાં આવે છે તેમને પ્રભાવિત કરીને ફંડ એકઠું કરવામાં આવે છે. આવા ગાંધી આશ્રમના કૂલ 12 મકાનો જયેશ પટેલ અને અનાર પટેલના ગેરકાયદે કબજામાં છે. ઈકબાલ સુથારે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
પોતાના માણસને મકાન આપી દીધું
નદી તરફના જૂના કન્યા છાત્રાલયવાળા મકાન પણ ઈશ્વર પટેલે દબાવ્યા છે. બીજા મકાનો પણ તેઓ માંગી રહ્યાં છે. ઘીરુભાઈ પુબિયા નામતા એક વ્યક્તિને કે જે સફાઈ વિદ્યાલયમાં કામ કરતાં રહ્યાં તેમને ગાંધી આશ્રમનું એક મકાન આપ્યું તે પણ ગેરકાયદે હતું. જે ખાલી કરવા માટે 26 જુન 2001માં સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ દ્વારા નોટિસ આપવામાં આવી હતી.
મકાન ખાલી કરવા નોટિસ અપાઈ પણ કંઈ ન થયું
એક પછી એક મકાનો પચાવી પાડવાની ચાલ જોઈને ઈશ્વર પટેલ અંગે સાબરમતી હરિજન આશ્રમના ટ્રસ્ટના મેનેંજીંગ ટ્રસ્ટી અને ખરા ગાંધીયન નટવરલાલ પરમારે 7 નવેમ્બર 2000ના રોજ એક પત્ર લખ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ઈશ્વર પટેલ પાસે પોતાનું મકાન હોવા છતાં તેઓ ટ્રસ્ટનું મકાન ખાલી કરતાં નથી. વળી એજ મકાનમાં આશ્રમની પરવાનગી લીધા વગર પોતાના કુટુંબનું અંગત ખાનગી ટ્રસ્ટ બનાવીને ચલાવે છે. જે વાજબી નથી. ટ્રસ્ટી તરીકે તેઓ સંસ્થાને અન્યાય કરી રહ્યાં છે. ભાડવાત તરીકે પોતાનું હિત જોવે છે, તેથી બીજા સૂચના ન મળે ત્યાં સુધી ઈશ્વર પટેલને ટ્રસ્ટી ગણવા નહીં એવો આદેશ પણ તેમણે વ્યવસ્થાપકને આપ્યો હતો. ઈશ્વર પટેલના કબજામાં સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટના ત્રણ મકાનો છે. જેનું ભાડું પણ ઈશ્વર પટેલ આપતાં નથી. 18 જાન્યુઆરી 2002માં પરિપત્ર જારી કરીને ઈશ્વર પટેલને સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી માંથી હાંકી કાઢીને તેમને માત્ર ભાડુઆત તરીકે જાહેર કરાયા હતા. તેમ છતાં તે અંગે કંઈ થયું ન હતું.
માનવ સાધના ટ્રસ્ટમાં કોણ
માનવ સાધના ટ્રસ્ટ ગાંધીજીના મકાનમાં ગેરકાયદે ચાલે છે. જયેશ પટેલે તે પચાવી પાડ્યું છે. જે ગાંધી આશ્રમને પરત કરી દેવું જોઈએ. 10 ફેબ્રુઆરી 1995માં માનવ સાધના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઘરના જ હતા. આ રહી યાદી.
ઈશ્વર જીવરામ પટેલ, 6 સમાધાન સોસાયટી રાણીપ
અનાર મફતલાલ પટેલ, મંત્રી, 136 ગાંધી આશ્રમ અમદાવાદ
જયેશ ઈશ્વર પટેલ, સભ્ય , 136 ગાંધી આશ્રમ, અમદાવાદ.
અશોક અંબાલાલ પટેલ, 134, 1231, વંદન એપાર્ટમેન્ટ, નારણપુરા
ઈન્દુભાઈ અંબાશંકર દવે, ઉપપ્રમુખ, સમાધાન સોસાયટી, રાણીપ
જયંતી ગાંડા ગોહેલસ 4 કલાપી નગર ગાંધી આશ્રમ, અમદાવાદ
વિરેન્દ્ર જોષી, મેનેજીંગ ટ્રસ્ટી, 3 સંસ્કાર ભારતી, અમદાવાદ
પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાના ટ્રસ્ટીઓમાં કોણ સબંધી હતા
ઈશ્વર પટેલ પોતે, વસુધાબેન ઈશ્વર પટેલ-પત્ની, અશોક ગણાત્રા-શાળા, આતમકુમાર પટેલ-નાનાભાઈ, શ્રીમતી આતમકુમાર-ભાઈના પત્ની, મીનાક્ષી પટેલ-દીકરી , મનહર પટેલ-જમાઈ, ઙીરૂભાઈ પૂરબીયા-રબ્બર સ્ટેમ્પ હતા. આમ ઘરનું જ ટ્રસ્ટ બનાવી દઈને ગાંધીજીના સંસ્થાઓ પર કબજો જમાવી દીધો હતો.
આમ એક ખાનગી વ્યક્તિનું આ ટ્રસ્ટ ગાંધીજીના હ્રદયકૂંજ પાસેના મકાનમાં ગેરકાયદે કબજો કરીને વાપરી રહ્યાં છે. જેમાં મોટા પાયે તોડપોડ કરી છે.
મંત્રીએ પોતાના વેવાઈ તથા જમાઈને ફાળવી દીધા
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અમલમાં મુકનારા સેનીટેશન પ્રોજેક્ટ 27 ઓગસ્ટ 1999માં શિક્ષણ પ્રધાન આનંદીબેન પટેલે પોતાના વેવાઈ ઈશ્વર પટેલ અને જમાઈ જયેશ પટેલને આપી દીધો હોવાથી તે પ્રોજેક્ટ રદ કરવા હાઈકોર્ટમાં તે સમયે રીટ થઈ હતી. ન્યાયમૂર્તિ એમ. એસ. શાહે શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલ, ઈશ્વર પટેલ સહિત સરકારના અધિકારીઓને નોટિસ આપી હતી. અરજદાર ઉત્તર ગુજરાત સ્વૈચ્છિક સંસ્થા સેવા સંઘ હતો.
પદ્મશ્રી એવોર્ડ ઈશ્વર પટેલને કઈ રીતે આપી શકાય ?
આટલા કૌભાંડ કર્યા પછી ઈશ્વર પટેલને કેન્દ્રની સરકારે પદ્મશ્રી એવોર્ડ આપ્યો છે. પ્રદેશ કોંગ્રેસના મંત્રી ડો.ગણપત પરમારે હરિજન સંવક સંઘના પ્રમુખ ઈશ્વર પટેલને પદ પરથી હઠાવવા માટે ઝૂંબેશ હાથ ધરી હતી. તેઓ સાફાઈ વિદ્યાલય તરીકે પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાન નામની સંસ્થા ચલાવે છે. જે આવક ગુજરાત હરિજન સેવક સંઘમાં ઈશ્વર પટેલ જમા કરાવવાના બદલે પોતાની પાસે રાખતાં હતા. જેના નામે કરોડો એકઠા કર્યા હોવાનો આરોપ પણ પરમારે લગાવ્યો હતો. સુઘડ પાસે તેમણે જમીન ખરીદ કરી છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા શૌચાલય બનાવવાની રકમ સફાઈ વિદ્યાલયને ફાળે લેવામના બદલે પોતાની પાસે રૂ.2 કરોડ રાખી લીધા છે. ઈશ્વર પટેલના ભાણેજ હસમુખ પટેલને નરોડામાં ઠક્કરબાપા આશ્રમશાળામાં મુકેલા છે. તે પોતાનું કામ બાળાઓ પાસે કરાવે છે. પરમારે 4 ઓગસ્ટ 2000માં એવો પ્રશ્ન ઊભો કર્યો હતો કે જે વ્યક્તિએ ગાંધી આશ્રમના મકાનો પચાવી પાડ્યા છે અને કરોડોના ગોટાળા કર્યા છે તેમને પદ્મશ્રી એવોર્ડ કેન્દ્ર સરકાર કઈ રીતે આપી શકે. તેમણે આ મુદ્દે 14 નવેમ્બર 2000થી આમરણાંત ઉપવાસ કર્યા હતા.
બે ટ્રસ્ટની વિદેશી ફંડની તપાસ કરો
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અને પૂર્વ સાંસદ નટવરલાલ બી. પરમારે 16 જુલાઈ 2001ના રોજ ચેરીટી કમિશ્નરને પત્ર લખીને એવી માંગણી કરી હતી કે, ઈશ્વર પટેલ અને જયેશ પટેલના 1985માં નોંધાયેલા એન્વાયરમેન્ટ સેનટેશન ઈન્સ્ટીટ્યુટ અને 1995માં રાતોરાત માનવ સાધના ટ્રસ્ટ ગાંધીઆશ્રમના મકાન નંબર 136માં નોંધવામાં આવેલા છે. મેનેજીંગ ટ્રસ્ટની પરવાનગી વગર શરૂ કર્યા છે. આ ટ્રસ્ટોમાં તેમના સગાઓને મોટા પગાર આપવામાં આવે છે. સેવા કરનારાઓ પગાર લઈ રહ્યા છે તેથી તેની તપાસ કરવાની માંગણી છે. ઉપરાંત આ બન્ને ટ્રસ્ટના આવક જાવકના હિસાબ તપાસવામાં આવે. તેઓ ગાંધીઆશ્રમના નામનો દૂર ઉપયોગ કરે છે. વિદેશથી અને દેશથી ફંડફાળા ઉઘરાવીને ગાંધીજીએ સ્થાપેલા સાચા આશ્રમ ટ્રસ્ટને અન્યાય કરે છે. તેથી તે અંગે તપાસ કરવામાં આવે. વિરેન્દ્ર જોષી નામના વ્યક્તિને વિદેશથી ફંડ એકઠું કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેના ફંડની તપાસ કરવાની માંગણી હરિજન ટ્રસ્ટ દ્વારા 2001માં કરવામાં આવી હતી. જે ક્યારેય તપાસ થઈ નથી.
ઈશ્વર પટેલે ગરીબોના ઘર બનાવવા માટે જમીન લઈને તેના પર સમધાન કો.પ.રેટીવ હા.સો. બનાવીને વગર દસ્તાવેજે મકાન તે સમયે બનાવી દીધું હતું. બીજા બે પ્લોટ પણ તેમની પાસે હતા.
ગાંધીજીની સાદી આશ્રમ શાળા બની ભવ્ય
આશ્રમ શાળા ચાલે છે તેની ગ્રાંટ નું 8 મહિનાથી કામ ચાલે છે. જ્યાં કરોડો રૂપિયાનું ખર્ચ કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાંટ આવે છે. ગાંધી આશ્રમનું આ પહેલું મકાન બન્યું હતું. પછી હ્રદય કુંજ બન્યું હતું. અહીં સાદગી હતી. પણ હવે ત્યાં ભવ્ય આસર પહાણ વાપરવામાં આવ્યો છે. ગાંધીજીની સાદગી હોવી જોઈએ ત્યાં જયેશ પટેલે ભવ્યતા લાવી દીધી છે. અહીં ઈમારત સાથે પણ ચેડાં કરેલાં છે. ગાંધીજીની આ સંસ્થા પર જયેશ પટેલે કબજો કરી લીધો છે. અહીં ગાંધીજી થોડો સમય રહ્યાં હતા. ખાદીની વણાટ શાળા અહીં ગાંધીજીએ સ્થાપી હતી. જે હવે અહીં માનવ સાધના નામું જયેશ પટેલનું ખાનગી ટ્રસ્ટ ચાલે છે. તો પણ આશ્રણના અમૃત મોદી કંઈ બોલી શકતા નથી. કારણે તેમના સાસુ રાજ્ય પાલ છે અને તેઓ પૂર્વ મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે. આશ્રમની ઐતિહાસિક ઈમારત સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં હોવા છતાં ચેરીટી કમીશ્નર કોઈ પગલાં લઈ શકે તેમ નથી. કાર્તિકેય પણ સત્તા આગળ દબાઈ ગયા છે. ગાંધીજીના સિંધાંતો સાથે તેઓ તોડજોડ કરી રહ્યાં છે. જો તેમનાથી ગાંધીજીના સિધાંતો પાળી શકાતાં ન હોય તો વહેલી તકે આશ્રમનું ટ્રસ્ટી પદ છોડી દેવું જોઈએ. ગાંધીજીના ઈમારતો જો તેઓ ખાલી કરાવી ન શકતાં હોય તો તેમને ટ્રસ્ટી તરીકે રહેવાનો અધિકાર નથી.