દેશના 6 એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. હાલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દેશના 5 એરપોર્ટની જવાબદારી અને અપગ્રેડેશ માટેની જવાબદારી અદાણી ગ્રુપને આપવામાં આવી છે.
દેશના જે 5 એરપોર્ટની જવાબદારી અદાણીને સોંપવામાં આવી છે, તેમાં અમદાવાદ, જયપુર, મેંગ્લોર, ત્રિવેન્દ્રમ, લખનઉનો સમાવેશ થાય છે. હાલ એવું જાણવા મળી રહ્યું છે કે, અદાણી ગ્રુપ 50 વર્ષ આ 5 એરપોર્ટનું સંચાલન કરશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અદાણી ગ્રુપે તમામ એરપોર્ટ્સ માટે બહાર પાડવામાં આવેલી બીડ્સમાં અરજી કરી હતી. જેના આધારે સરકારે દેશના 5 એરપોર્ટની જવાબદારી 50 વર્ષ માટે સોંપી છે. સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે છઠ્ઠા એરપોર્ટ ગુવાહાટી માટે હજી સુધી બીડ ખુલી નથી. આ પ્રોજેક્ટ્સથી અદાણી ગ્રુપનો એવિએશનમાં પ્રવેશ થશે.
તમને જણાવી દઇએ કે, દેશના એરપોર્ટર્સની જવાબદારી લેવા માટે GMR ગ્રુપ, નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ફન્ડ(NIIF), ફેરફેક્સ ઈન્ડિયા હોલ્ડિંગ્સ કોર્પોરેશન, ઓસ્ટ્રેલિયાના AMP કેપિટલ, PNC ઈન્ફ્રાટેક લિમિટેડ અને કેરાલા સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ(KSIDC) સહિતના ગ્રુપે આ બીડ્સ માટે અરજી કરી હતી. પરંતુ આ તમામમાં સરકારે અદાણીની પસંદગી કરી છે.
મુંદરામાં જમીન આપી
કચ્છના મુંદરા બંદર માટે અદાણીએ છેતરપિંડી કરીને સરકારને ફળદ્રુપ જમીન સામે બંજર જમીન આપી હતી. ઔદ્યોગિક વિકાસના બહાને જમીન કૌભાંડ કરવામાં આવ્યું છે. DLR અને જંગલ ખાતાના અધિકારીઓની સાંઠગાંઠથી ખારી અને પાણીમાં ડૂબેલી પાટણ જિલ્લાની જમીન પરત કરીને કૌભાંડ આચરાઈ રહ્યું હોવાનો આક્ષેપ થયો હતો. અદાણીને જે જંગલની જમીન આપવામાં આવી હતી. જેની સામે અદાણીએ તેટલી જ જમીન પરત સરકારને આપવાની હતી. પણ અદાણી કંપની દ્વારા રણની ખારી અને બંજર જમીન સરકારમાં જમા કરાવીને કૌભાંડ કર્યું છે.
સરકારે 1400 કરોડનો ફાયદો ડ્યુટીમાં કરાવ્યો
સ્ટેમ્પ ડ્યૂટી વિના અદાણીને જમીન આપીને રૂ.1400 કરોડનું નુકસાન મુંદ્રાએસઇઝેડમાં અદાણી ગ્રૂપને 2005 થી 2017 દરમ્યાન 33 જગ્યાએ ફાળવેલી જમીન પર થયું હતું. જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી સુપરિટેન્ડેન્ટ દ્વારા સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવામાં આવવી જોઇએ.સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાતમાં એસઇઝેડને બાકાત રાખવામાં આવ્યું છે.
ઝારખંડમાં અદાણીને જમીન આપતાં વિરોધ
2000 એકર જમીનમાં કોલસા આધારિત પાવર પ્લાન્ટ બનાવવા ગોડ્ડા-ઝારખંડ- ગુજરાતના અદાણી જૂથે જમીન સંપાદનમાં સખ્તાઇ શરૂ કરતાં આદિવાસી વિસ્તારના ગરીબ ખેડૂતોમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. 25 ટકા વિજળી ઝારખંડને મળવી જોઇએ, પરંતુ આ નિયમનું પણ પડીકુવાળી દેવામાં આવ્યું.
મોદીનું કૌભાંડ
2012માં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે ભ્રષ્ટાચારની તપાસ માટે નિયુકત થયેલા જસ્ટિસ એમ.બી. શાહ પંચ સમક્ષ સામાજિક સંસ્થાએ રજુઆત કરી હતી કે, મોદીએ અદાણીને 6 કરોડ ચોરસ મીટર જમીન પાણીના ભાવે આપી દીધી છે. મુખ્યમંત્રી મોદીએ ૧૫ જેટલા મુદ્દે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. અદાણીને 6 કરોડ ચોરસ મીટર જમીન રૂ.1 થી રૂ.32ના ચોરસ મિટરના ભાવે જમીન આપી હતી. કચ્છ જિલ્લામાં મુન્દ્રા અને માંડવી તાલુકામાં સરકારી પડતર જમીન મુન્દ્રા પોર્ટ અને મુન્દ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે ફાળવાઈ હતી.