કોંગ્રેસ સાથે 30 વર્ષથી રહેલા સંબંધો તોડીને ભાજપમાં જોડાયેલા માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા ગુજરાત ત્રીજા ધનિક ધારસભ્ય છે. જવાહર ચાવડાની પત્ની પાસે 3.200 કિલો સોનું છે. આ ઉપરાંત જવાહર ચાવડા પાસે કરોડોની જમીન પણ છે. તેમની પાસે મોંઘી કાર છે અને તેઓ રૂ.85 હજારની બ્રાંડ ઘડિયાળ પહેરે છે. તેમના પિતાની ચૂનાના પથ્થરની મોટી ખાણો હતી. રાજનીતિ તેમના પિતા પેથલજી ચાવડા પાસેથી વારસામાં મળી છે. પેથલજી ચાવડા એક વખત અપક્ષના ઉમેદવાર અને બે વખત કોંગ્રેસના ઉમેદ્દવાર તરીકે ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ એક પણ વાર ચૂંટણી જીતી શક્યા નહીં. ત્યારબાદ જવાહર ચાવડા પિતાના પગલે રાજકારણ આવ્યા અને તેઓએ માત્ર 25 વર્ષની ઉમરે દિગ્ગજનેતા જેરામ પટેલને હરાવીને વિધાનસભાની સીટ હાંસલ કરી હતી.
ત્યારબાદ વર્ષ 1995 અને 1997ની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા રતિલાલ સુરેજાએ જવાહર ચાવડાને હરાવ્યા હતા. 2007માં ફરીથી ભાજપના દિગ્ગજ નેતા રતિલાલ સુરેજા સામે ચૂંટણી લડ્યા જીત હાંસલ કરી ફરીથી વિધાનસભાની સીટ મેળવી લીધી અને ત્યારબાદ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ફરથી તેઓએ ભાજપના નેતા રતિલાલ સુરેજાને હરાવ્યા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી તેઓ ભાજપના ઉમેદવારને હરાવીને કોંગ્રેસના ધારાસભ્ય તરીકે સતત 4થી વાર પોતાનું પદ ટકાવી રાખ્યું.
ગુજરાતના વિધાનસભામાં 182 ધારાસભ્યો છે અને આ 182માંથી 141 જેટલા ધારાસભ્યો કરોડપતિ છે. જેમાં પ્રથમ ક્રમે સૌરભ પટેલ આવે છે, જેઓ હાલ ઉર્જામંત્રી છે અને તેમની સંપતિ 123 કરોડ છે. બીજા નંબર પર વઢવાણના ધારાસભ્ય ધનજી પટેલ કે ,જેઓ 113 કરોડની સંપતિ ધરાવે છે અને ત્રીજા ક્રમે આવે છે જવાહર ચાવડા કે તેઓની કુલ સંપતિ 103 કરોડની છે