જસદણમાં કુંવરજીને હારવાનો ‘અવસર’, લખાયા સૂત્રો

20 ડિસેમ્બર 2018માં જસદણ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીમાં મતદાન થવાનું છે તેના 4 દિવસ પહેલાં જ ઠેરઠેર લોકોએ કુંવરજીને હારવાનો ‘અવસર’ આવ્યો છે. એવા સૂત્રો જસદણમાં લોકોએ જાતે લગાવી દીધા છે. દિવાલો પર સૂત્રો લખીને લોકો ઉત્સવ મનાવી રહ્યાં છે. કુંવરજીએ પાટલી બદલીને તેના પક્ષને દગો દીધો હોવાથી તેમને પ્રત્યે લોકો ભારે રોષ વ્યક્ત કરી રહ્યાં છે. એક શાકભાજીની લારી ધરાવતાં સામાન્ય માણસનો વિડિયો કોઈકે વહેતો કર્યા બાદ લોકોએ તે વાત પકડી લીધી છે અને ભાજપના પાટલી બદલુ કુંવરજી હારે છે ને કોંગ્રેસના ગરીબ નેતા અવસર જીતે છે એ સૂત્ર લોકોએ બરાબર પકડી લીધું છે. જસદણ અને વીંછિયાના માકાનોની ભીંત પર કુવરજી હારે છે તેવું લખાણ દરેક જગ્યાએ જોવા મળે છે.

જસદણની સિવિલ હોસ્પિટલની દિવાલ પર કોઇએ લખ્યું છે કે, રાજકીય બિમાર કુવરજી હારે છે, ગુલામી હવે બંધ. વીંછિયાની બજારોમાં પણ ભીંત પર કુંવરજી હારે છેના લખાણો જોવા મળે છે. જોકે આ ચૂંટણી આચારસંહિતાની વિરૃદ્ધ છે. પણ લોકો તેની પરવા કરતાં નથી.

ભાજપ અને કોંગ્રેસ આ ભીંત યુદ્ધમાં ક્યાંય નથી. પણ લોકો જાતે જ આવા સૂત્ર લખી રહ્યાં છે.

જે રીતે લોકોએ બાવળીયાનો વિરોધ કરવાનું શરૂ કર્યું તે જોઈને ભાજપના ઘણાં નેતાઓએ કુંવરજી માટે પ્રચાર કરવા જાહેરમાં નિકળવાનું બંધ કરી દેવું પડ્યું છે. કુંવરજી પોતે એકલા પ્રચાર કરી રહ્યાં હોય એવો માહોલ છે. બાવળીયાનું ઉમેદવારીપત્ર ભરતી વખતે ભાજપની સરકારના કેન્દ્રના પ્રધાનો ખાસ આવ્યા હતા. પણ ત્યાર બાદ કોંગ્રેસના અવસર ઉમેદવારી કરી ત્યારે રેલીમાં લોકોનો ઉત્સાહ જોયા બાદ કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના મહત્વના નેતાઓએ દસદણમાં દેખાવાનું બંધ કરી દીધું છે.

ભાજપના કાર્યકરો પણ પક્ષપલટું એવા બાવળીયા માટે પ્રચાર કરવામાં સંકોચ અનુભવી રહ્યા છે. ભાજપના જ નેતાઓ બાવળીયાને હરાવીને કાંટો કાઢવા માંગતા હોય એવું ચિત્ર જોવા મળી રહ્યું છે.