જામનગરમાં વાહન ભાડે લેવાનું કૌભાંડ

જામનગર મહાનગર પાલિકામાં પુરતાં વાહનો હોવા છતાં ખાનગી ટ્રાવેલ્સને કમાવી દેવાં વાહન ભાડે લેવાનું કૌભાંડ ચાલતું હોવાનું બહાર આવ્યું છે. મોટાભાગના બીલ એક જ ટ્રાવેલ્સ સાંઈનાથના છે. બીજી ટ્રાવેલ્સ એજન્સી પાસેથી કેમ વાહન ભાડે લેતી ન હોવાનું ખુલ્યું છે.

લોગ બુક મેન્ટેન કરવામા નોંધ પ્રમાણે એટલાં ખર્ચમા તો નવા વાહન વસાવી શકે. પ્રજાના પૈસાનો રીતસર વેડફાટ કરવામાં આવી રહ્યો છે ત્યારે દર વર્ષે લાખો રૂપિયાનો કોન્ટ્રાકટ જેને આપવામાં આવે છે તેની ટ્રાવેલ્સ પેઢી સાથે કોર્પોરેશનના જ એક કર્મચારીને ભાગીદારી છે. વાહનભાડા મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તો કૌભાંડ બહાર આવી શકે છે.