જિલ્લાઓમાં નિમણૂકો ન થતાં કોંગ્રેસમાં આંતરિક અસંતોષ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ સૂચના આપી છે કે, શહેર તાલુકા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં કોઇપણ પ્રકારની સીધી નિમણુંક કરવી નહીં. તેના કારણે સ્થાનિક કક્ષાએ કોઈ નિર્ણય તો નથી લેવાતાં પણ હવે પ્રદેશ પ્રમુખ પણ નિર્ણય લેતા ન હોવાથી ઘણાં જિલ્લાઓમાં નિમણૂક અટવાઈ પડી છે.

સાબરકાંઠામાં પ્રમુખ સામે વિરોધ

સાબરકાંઠા જીલ્લા પ્રમુખની મુદત પૂર્ણ થતી હોવાથી નવા પ્રમુખની વરણી કરવા માટે કરેલી રજુઆત બાદ ઉત્તર ગુજરાતના પ્રભારી જીતેન્દ્ર બન્ધલેએ બેઠક પૂર્ણ થયા બાદ એવું જણાવી દીધુ હતું કે પ્રમુખ નહી બદલાય. જો કે સગંઠનની ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે. પ્રભારીની આ રુખને લઈ જીલ્લાના કેટલાક કાર્યકરો અને અગ્રણીઓમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શક્યતા છે . આ નિર્ણયથી ઘેરા પ્રત્યાધાતો પડ્યા છે અને કોંગ્રેસમાં ભડકો થઈ શકે છે.

લોકસભાની સાબરકાંઠાની બેઠક માટે સાબરકાંઠામાં કોગ્રેસના અનેક ઉમેદવારો ટિકિટ માટે રજૂઆત અને લોબીંગ કરી રહ્મા છે. હિંમતનગરના કોંગ્રેસ કાર્યલય ખાતે આવેલા ઉત્તર ગુજરાતના પ્રભારી જીતેન્દ્ર બન્ધલે તમામને – સાંભળ્યા બાદ એવુ સુનાવી દીધુ હતુ કે લોક્સભાની ચુંટણી પહેલા સાબરકાંઠા કોગ્રેંસના પ્રમુખ બદલવામાં નહીં આવે. તેથી કાર્યકરોમાં નિરાશા જોવા મળે છે.

સગંઠનની ખાલી જગ્યાઓ ચુંટણી પહેલા ભરી દેવામાં આવશે . જેને લઈને હોદ્દા માટે રાહ જોઈને બેઠેલા કેટલાક કાર્યકરો આશાવાદ સેવી રહ્યા છે . પ્રભારીએ અપનાવેલી બાબતથી આગામી દિવસોમાં ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શક્યતા – કેટલાક કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે . જેને લઈને આગામી દિવસોમાં સાબરકાંઠા કોગ્રેસમાં ભડકો થવાની શક્યતા નકારી શકાતી નથી . હાલ તો કેટલાક કાર્યકરો થોભો અને રાહ જુઓની નીતી અપનાવી છે.

થોડા સમય પહેલા જીલ્લા પ્રમુખ બનવા માટે ધમપછાડા કરનારા હવે લોકસભાની ટીકીટ માટે લાઈનમાં ઊભા છે . સાબરકાંઠા જીલ્લાની લોકસભાની બેઠક માટે ગુરૂવારે કોંગ્રેસ ઉત્તર ગુજરાતના પ્રભારીએ કાર્યકર તથા નેતાઓ સાથે ઉમેદવાર અંગે પરામર્શ કર્યા બાદ કેટલાક – કાર્યકરોએ સગંઠનની ખાલી જગ્યાઓ ભરવા રજૂઆત કર્યા બાદ વિરોધ ચાલું થયો છે.

જિલ્લા પંચાયતમાં પણ વિવાદ

સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ડખો પણ અગાઉ હતો. જિલ્લા પચાયતની સમિતિમાં નિમણુક ન થવાના કારણે કોંગ્રેસના નારાજ થયેલા 6 સભ્યોએ રાજીનામું આપતો પત્ર લખ્યો હતો. નારાજ થયેલા સભ્યોમાં સાબરકાંઠા જિલ્લા કોગ્રેસ પ્રભારી રાજુભાઇ જોશીએ પણ રાજીનામું ધર્યું હતું. કોંગ્રેસના 6 સભ્યોના રાજીનામામાંથી સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા ગુમાવવા પડકાર ઊભો થયો હતો.

સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં અગાઉ ડખો થયો ત્યારે કોંગ્રેસના 6 સભ્યોને પંચાયતની સમિતિમાં સ્થાન ન મળતા રાજીનામાં આપ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રભારી રાજુ જોશીએ રાજીનામું આપ્યું હતું. સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે રતનબેન સુતરીયાએ જવાબદારી સંભાળતા જ કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં આંતરિક ખેંચતાણ ચરમ સીમાએ પહોંચી હતી. પ્રથમ સામાન્ય સભામાં જ વિવિધ સમિતિઓના સભ્યોના નામની જાહેરાત થતા જ કોંગ્રેસના જ ચૂંટાયેલા કેટલાક સદસ્યોએ સમિતિમાંથી રાજીનામા ધરી દઇ બંડ પોકાર્યું હતું. જેની પ્રદેશ કક્ષાના નેતાઓએ પણ ગંભીર નોંધ લીધી હતી અને તેના પરિણામે વિવિધ સમિતિઓની રચનાની જાહેરાત કરવામાં લાંબો સમય સુધી રાહ જોયા બાદ સોમવારે જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઇ હતી. કારોબારી સમિતિના ચેરમેન તરીકે પટેલ નંદુભાઇ ડાહ્યાભાઇના નામની જાહેરાત થતા જ કેટલાક નારાજ સભ્યોએ જિલ્લા પંચાયત પ્રમુખની ચેમ્બર તરફ દોડી જઇ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તેમજ રાજીનામાં આપવા માટેની ચીમકી પણ ઉચ્ચારી હતી. આરોગ્ય સમિતિની રચના માટે આરોગ્ય શાખાના રૂમમાં કોંગ્રેસના સતિષભાઇ પંડયા વ્હીપ લઇને બેઠા હતા ત્યારે અચાનક ચેમ્બરમાં ઘૂસી આવેલો એક શખ્સ તેમના હાથમાંથી વ્હીપનો કાગળ લઇને નાસી ગયો હતો. ઉપપ્રમુખ નેતાભાઇ સાજુભાઇ સોલંકીએ આક્રમક વલણ અપનાવી તમામ સભ્યોને ચેમ્બરમાં જ બોલાવી મીટીંગ પૂર્ણ કરી આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે લેબોલા આનંદભાઇ માધાભાઇના નામની જાહેરાત કરી દીધી હતી. તો બીજી તરફ બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રાઠોડ મિલ્કતસિંહ ભીખુસિંહની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પાંચ સમિતિઓમાં ઇડર તાલુકાનો દબદબો જોવા મળ્યો હતો. જેના કારણે કોંગ્રેસના પ્રાંતિજ, તલોદ, હિંમતનગરના ચૂંટાયેલા કેટલાક સભ્યોએ નારાજગી દર્શાવી હતી.

નગરપાલિકામાં ડખો

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ અમીત ચાવડાની સીધી સૂચના અનુસાર શહેર તાલુકા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં કોઇપણ પ્રકારની સીધી નિમણુક નહિ આપવાનો આદેશ કરાયો હોવા છતાં પણ જિલ્લાના મોવડીઓ દ્વારા હિંમતનગર પાલિકામાં વિપક્ષના નેતા તરીકે ઇશાક શેખને લેટર આપી નિમણુક આપી દેવામાં આવી હતી. હિંમતનગર જિલ્લાના મોવડીઓ દ્વારા કોંગ્રેસના ચૂંટાયેલા પાલિકાના સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર કોર્પોરેટર ઇશાક શેખની વિપક્ષી નેતા તરીકે નિમણુક કરી દેવાતા કોંગ્રેસના સદસ્યોમાં ઉકળતા ચરૂ જેવી રાજકીય સ્થિતિનું નિર્માણ થયુ છે. જગદીશભાઇ જયસ્વાલની પાલિકામાં વિપક્ષના નેતા તરીકે નિમણુક કરાઇ હતી. પરંતુ જગદીશભાઇનું ટૂંકી માંદગી બાદ આકસ્મિક નિધન થતા પાલિકામાં વિપક્ષના નેતાની નિમણુકનો મામલો ગૂંચવાયો હતો. હિંમતનગર પાલિકામાં ભાજપ બહુમતી ધરાવે છે. જિલ્લા પંચાયત અને કેટલીક તાલુકા પંચાયતોમાં પણ સમિતિઓની રચના માટે ચૂંટાયેલા સદસ્યોએ નારાજગી દર્શાવી હતી અને સમિતિઓમાંથી રાજીનામા પણ આપ્યા હતા.