જૈનો માટે 250 કરોડની પગદંડી, તો અંબાજી અને ડાકોર માટે કેમ નહીં ?

રાજ્યમાં પગપાળા વિચરણ કરતા જૈન સાધુ-સાધ્વીઓને માર્ગ અકસ્માતથી રક્ષણ આપવા પગદંડીના રપ૦ કિ.મી.ના કામો થયા છે. આ વર્ષે નવા રપ૦ કિ.મી.ના કામો થશે. મુખ્ય પ્રધાને સાંપ્રત સમયમાં અહિંસા, અપરિગ્રહ, તપોનિષ્ઠા માટે આવા ભવનોને ચેતના કેન્દ્ર ગણાવતાં તેરાપંથ ભવનનું નિર્માણ રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છે તેમ ઉમેર્યુ હતું. અમદાવાદમાં તેરાપંથ સમાજના રૂ. ૬ કરોડના ખર્ચે નવનિર્મિત તેરાપંથ ભવનનું ઉદ્દઘાટન કરતાં સંબોધન કરી રહ્યા હતા.

ફેબ્રુઆરી 2017માં રૂપાણીએ કહ્યું હતું કે,  આપણા સાધુ સંતો અને શ્રધ્ધાળુઓ પાલીતાણા અંબાજી ચોટીલા અમદાવાદ વગેરે સ્થળે પગપાળા જતા હોય છે જેમાં ઘણી વખત અકસ્માતમાં સાધુ સાધ્વીજીઓ અને શ્રધ્ધાળુઓ ગુમાવ્યા છે. પગપાળા વિચરણ કરતા ધર્માચાર્યો-ધર્મપ્રેમીઓને નડતા અકસ્માત એ ચિંતાનો વિષય છે. જેના નિરાકરણ માટે પાલિતાણા તીર્થથી ગારિયાધાર સુધી ૨૦૦ કિલોમીટર લંબાઇના પગદંડી રસ્તાનું નિર્માણ રૃપિયા ૨૫૦ કરોડના ખર્ચે કરાશે. જૈનાચાર્યએ તેઓને કુમારપાળ મહારાજા પછીનું જૈન ગૌરવપાત્ર ગણાવ્યા હતા.  પેટલાદ તાલુકાના માણેજ ખાતે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘમાં માણેજ લક્ષ્મી પરિવાર દ્વારા બનાવવામાં આવેલા મણીલક્ષ્મી તીર્થના દ્વારોદ્ઘાટન પ્રસંગે આ જાહેરાત કરી હતી.