Johnson & Johnsonને ભારતે 230 કરોડનો દંડ ફટકાર્યો
ટેક્સ ઘટાડા બાદ પણ ગ્રાહકોને ફાયદો ન આપ્યો હોવાનો આરોપ છે. ૩ મહિનામાં ભાવો ઘટાડવાનું અલ્ટીમેટમ અપાયું છે. ઓથરીટીએ નિવેદન આપ્યું હતું કે Johnson & Johnsonએ ટેક્સ ઘટાડા બાદ મળતા ફાયદાની ગણતરી બનાવટી રીતની અને ગેરમાર્ગે દોરે તેવી હતી.
કેવી રીતે આચરી ગેરરીતિ?
ઓથરીટીના મતે Johnson & Johnsonએ આશ્ચર્યજનક રીતે જુલાઈથી 14 નવેમ્બર 2017માં કંપનીની ખોટ અને ટેક્સનો દર બંને વધવા છતાં પોતાના ઉત્પાદનોની કિંમતમાં વધારો કર્યો નહોતો અને વિચિત્ર રીતે જયારે GSTના દરો 28% થી ઘટીને 18% થયા હતા ત્યારે પોતાની કિંમતો 15 નવેમ્બરથી ઘટાડવાની જગ્યાએ વધુ નફો ખાટવા વધારી દીધી.
આમ ઓથરીટીના મતે ઘટેલા ટેક્સનો ફાયદો ગ્રાહક સુધી પહોંચાડવાની Johnson & Johnsonની દાનત નહોતી.
ઓથરીટીએ એમ પણ જણાવ્યું હતું કે Johnson & Johnson જનરલ ટ્રેડ, ઇન્સ્ટિટ્યુશનલ ટ્રેડ, મોડર્ન ટ્રેડ અને એક્સપોર્ટ દ્વારા વ્યાપાર કરે છે. આ તમામ વ્યાપારમાં ઉત્પાદક તરીકે તેમના ઉત્પાદનોના ભાવ નક્કી કરવાની જવાબદારી તેમની છે. આથી તેઓ જે રિટેલર્સએ ટેક્સના દર ઘટ્યા પહેલાના ભાવો મુજબ ઉત્પાદનો વેચવાનો ચાલુ રાખ્યા છે તેમની ઉપર દોષનો ટોપલો ઢોળી નહિ શકે.
આ માટે Johnson & Johnsonને અમલીકરણ માટે 3 મહિનાનો સમય પાઠવવામાં આવ્યો છે અને તેમના ઉત્પાદનોની કિંમત તે મુજબ ઘટાડવા માટે સૂચના અપાઈ છે.
નેશનલ એન્ટી પ્રોફિટિયરિંગ ઓથોરિટીએ આદેશ આપ્યો કે જે હિસાબે જ્હોનસન કંપનીએ ટેક્સ કાપની ગણના કરી હતી તે ગણતરી ખોટી હતી. તપાસમાં જાણવા મળ્યું કે 15 નવેમ્બર, 2017ના રોજ કેટલીક વસ્તુઓ પરનો જીએસટી દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દેવાયો હતો.
પરંતુ જોનસન એન્ડ જોનસને ગ્રાહકોને ફાયદો આપ્યો ન હતો. કંપનીએ આગામી ત્રણ મહિનામાં દંડની રકમ ભરવાની રહેશે. જોનસન એન્ડ જોનસન એક મલ્ટીનેશનલ કંપની છે. જેનો કારોબાર દુનિયાના ઘણા દેશોમાં ફેલાયેલો છે. તાજેતરમાં જ તેના પ્રોડક્ટમાં કેન્સરકારક તત્વો હોવાની વાત પણ સામે આવી હતી. જેથી ઘણા દેશોએ તેની પ્રોડક્ટના વેચાણ પર રોક લગાવી દીધી હતી.