જો કોંગ્રેસ આટલી ટિકિટો આપે તો ભાજપ 50 ટકા બેઠક હારી જાય

ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણી પછી ભાજપની વિજય રૂપાણીની સરકાર બની પછી પ્રજાને ગમે તેવા કામ કર્યા નથી. ગ્રામ્ય કક્ષાએ ભાજપથી મોટાપાયે લોકો નારાજ છે, સૌરાષ્ટ્રમાં ભાજપનો સફાયો થઇ જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કોંગ્રેસ ધારે તો 13 બેઠકો જીતી શકે તેમ છે. પણ સોલંકી યુગથી ચાલી આવતી જ્ઞાતિ વાદી વંશ પ્રથા અને પૈસા પ્રથા તથા ભાજપ સાથેના કોંગ્રેસના ટોચના નેતાઓના છુપા સંબંધો કોંગ્રેસને હરાવે તેમ છે.

પણ જો કોંગ્રેસ આ ઉમેદવારોને પસંદ કરે તો ભાજપ કરતાં વધું બેઠકો જીતે તેમ છે.

આણંદ  ભરત સોલંકી, દાહોદ બાબુ કટારા, છોટા ઉદેપુર મોહનસિંહ રાઠવાના પુત્ર રણજીત રાઠવા, પંચમહાલ  વી કે ખાંટ, ભરૂચ છોટુ વસાવા, બારડોલી તુષાર ચૌધરી, વલસાડ કિશન પટેલ, મહેસાણા બેઠક પર પાટીદાર, પાટણ જગદીશ ઠાકોર, બનાસકાંઠા દિનેશ ગઢવી, સાબરકાંઠા રાજેન્દ્રસિંહ કુંપાવત, કચ્છ નરેશ મહેશ્વરી, જામનગર હાર્દિક પટેલ કે વિક્રમ માડમ, સુરેન્દ્રનગર સોમા પટેલ કે લાલજી મેર, અમરેલી જેની ઠુમ્મર કે પ્રકાશ કોટડીયા, ખેડા નટવરસિંહ ઠાકોર, જુનાગઢ હીરાભાઈ જોટવા કે ધીરસિંહ બારડનો સમાવેશ થાય છે.