જ્યાં ગુજરાતી ફિલ્મો બની તે આર કે સ્ટુડિયો ગોદરેજ કંપનીએ ખરીદી લીધો

જ્યાં અનેક ગુજરાતી ફિલ્મોનું નિર્માણ થયું હતું કે મુંબઈના આર કે સ્ટૂડિયોની જમીન આખરે ગોદરેજ જૂથની રિઅલિટી ફર્મ ગોદરેજ પ્રોપર્ટીએ કરી લીધી છે. તેનો ભાવ જાહેર કરાયો નથી. લક્ઝરી ફલેટ બનાવવા અને રિટેલ સ્પેસ માટે સ્ટૂડિયોની જમીનનો ઉપયોગ કરશે. તેમાટે 33,000 સ્કવેર મીટર જમીન કામમાં લેવામાં આવશે.

હિંદી સિનેમામાં શોમેનના નામથી જાણીતા રાજકપૂરે 1948માં આર કે ફિલ્મ્સ એન્ડ સ્ટૂડિયોની સ્થાપના કરી હતી. આ સ્ટૂડિયોમાં આવારા, શ્રી 420, મેરા નામ જોકર અને રામ તેરી ગંગા મેલી જેવી જાણીતી ફિલ્મોનું પ્રોડક્શન થયું હતું. 2017માં આગ લાગવાથી સ્ટૂડિયોનો મોટો હિસ્સો બળી ગયો હતો. જે બાદ કપૂર પરિવારે ગત વર્ષે તેને વેચવાનો નિર્ણય કર્યો હતો. આર કે સ્ટૂડિયોઝના કારણે ચેંબૂરની સંપત્તિ તેમના પરિવાર માટે ઘણાં દસકાઓથી ખૂબ જ મહત્વની હતી.