જ્યાં ધારાસભ્ય રાજીનામું આપશે ત્યાં આમ આદમી પક્ષ પેટા ચૂંટણી લડશે

પક્ષ પલટો કરવો એ સામાન્ય થઈ ગયું છે . ભાગેડુ ધારાસભ્યો દિવસે ને દિવસે વધી રહ્યાં છે .ઊંઝા વિધાનસભા ના ધારાસભ્ય આશાબેન પટેલ એ રાજીનામું આપી દીધું એ વાત ને આમ આદમી પાર્ટી કડક ભાષા માં વખોડી નાખે છે સાથે સાથે ભોળી જનતાનેઅંધારામાં રાખનાર આશાબેન પટેલ પોતનો રાજકીય રોટલો શેકવા નો જે પ્લાન ધડયો છે એને આમ આદમી પાર્ટી કયારેય ઉજાગર કરવા નહીં દે .

આમ આદમી પાટી નક્કી કર્યું છે જે જે જગ્યા ઉપર ધારાસભ્ય , સંસદ સભ્ય કે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાના રાજકીય રોટલો શેકવા રાજીનામું આપશે તેવી દરેક બેઠક ઉપર આમ આદમી પાટી ચૂંટણી લડશે .અને આ પ્રકારની ઘટના ના બને એ માટે ઉદાહરણ પૂરું પાડશે.

ઊંઝા બેઠક ઉપર પેટા ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટી નક્કી કર્યું છે. તેમ આપના પ્રદેશ મહામંત્રી રાજેશ પટેલે જણાવ્યું હતું.

ઊંઝા ના લોકો ને ન્યાય અપાવવા માટે ગુજરાત ના તમામ આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ એકત્રિત થઈને મજબૂતાઇ થી ચૂંટણી લડશે અને ઉમેદવાર ને જીત ના લક્ષ સુધી પહોંચાડશે .

ઊંઝા માં આમ આદમી પાર્ટી ગત વિધાનસભા પણ ખૂબ માજબૂતાઈ થી લડી હતી પરંતુ આમ આદમી ના ખોટા લેટરપેડ બનાવી કૉંગ્રેસે અનેઆશાબેન લાભ લીધો હતો જેની પોલીસ ફરિયાદ આશાબેન વિરૂદ્ધ કરી હતી અને ચૂંટણી આયોગ માં કરી હતી અને અમને ન્યાય તંત્ર ઉપર આશા છેકે એનો ચુકાદો પણ અમારા પક્ષ માં આવશે .

કૉંગ્રેસના નેતા તોડવા અને ભાજપમાં જોડવા આ એક સામાન્ય રમત બનાવી દીધી છે આથી આમ આદમી પાટી ચૂંટણી આયોગમાં આવેદનપત્ર આગામી 4 તારીખે આપશે અને નીચે મુજબની માંગણી કરશે .

1. જે મત વિસ્તારમાંથી ચૂંટાયે પ્રતિનિધિ રાજીનામું આપેતો ચુંટણી સમય એ થયેલ (સરકારી તિજોરી નો ) ખર્ચ ભાગેડુ પાસે થી વસુલ કરવામાં આવે .
2. ભાગેડુ નેતા આગામી 10 વર્ષ સુધી બીજી કોઈ ચૂંટણી લડી ના શકે તેવો નિયમ બનાવવા માં આવે .

ઊંઝા માં પેટા ચૂંટણી ની તૈયારી આમ આદમી પાર્ટી આ માહિના થીજ કરશે અને આ માટેની બેઠક 7 તારીખે ઊંઝા માં કરવામાં આવશે. તેમ રાજેશ પટેલે જણાવ્યું હતું..