અંકલેશ્વર પાસેના ઝગડીયાના મુલદ ગામના ખેડૂત ભરત પટેલે દક્ષિણ ભારતમાં જ જોવા મળતા લાલ કેળાની ખેતી કરી મબલખ પાક મેળવ્યો છે. દેશી ખાતરથી ખેતી કરીને લાલ કેળા ઉપજ પણ સારી અને ભાવ પણ સારો મળ્યો છે. 4 એકર જમીનમાં 6000થી વધુ લાલ કેળાના રોપાઓનું વાવેતર કરી પોષણ અને કીટકોથી બચાવવા ગૌમૂત્ર અને ઓર્ગેનિક ખાતર આપ્યું હતું. એક વર્ષની મહેનત બાદ લાલ કેળાનું બમ્પર ઉત્પાદન થયું છે જે વેચવા માટે ભરત પટેલે બજારમાં વેપારીઓને ન વેચી સીધું વેચાણ કરાવી સારો અને મબલક નફો મેળવ્યો છે.