ટ્યુશન ક્લાસીસની ફાયરની મંજૂરી માટે રાજ્યભરમાં લાઈનો લાગી

રાજ્યભરમાં દરોડા પાડીને સરકારે 9395 બિલ્ડીંગ અને મિલકતોને શો-કોઝ નોટીસ આપી છે. રાજ્યના મહાનગરોમાં ટ્યુશન ક્લાસને સીલ કરી દેવામાં આવ્યા છે. જ્યાં સુધી ફાયર સેફ્ટીની સુવિધા શરૂ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેના સીલ ખોલવામાં આવશે નહીં. રાજ્યમાં 2055 જેટલા અધિકારીઓની બનેલી 713 ટીમોએ રાજ્યના આઠ મહાનગરોમાં એક લાખ વર્ગો બંધ થઈ ગયા છે તેની મંજૂરી માટે લાઈનો લાગે છે.

અમદાવાદમાં 350 કરતા વધુ ટ્યુશન ક્લાસના સંચાલકોએ ફાયર NOC મેળવવા માટે અરજી કરી છે. જેના કારણે ફાયર વિભાગ દ્વારા અલગ અલગ 12 ટીમો તૈયાર કરીને ઝોન પ્રમાણે ઇન્પેક્શનની કામગીરી શરૂ કરી છે. ઇન્પેક્શનની કામગીરી સમયે ઘણા ટ્યુશન ક્લાસીસમાં ગેરરિતી પણ સામે આવી હતી. ઝડપથી ક્લાસીસ શરૂ કરવા અને ઝડપથી NOC મળે તે માટે ગમે તેવા ફાયર સેફ્ટીના સાધનો ટ્યુશન ક્લાસના સંચાલકોએ વસાવી લીધા હતા. ફાયરના અધિકારીઓને આ વાત ધ્યાને આવતા બિનજરૂરી સામાન દૂર કરવા માટે સલાહ આપી છે. સાથે-સાથે કેટલા સાધનોની જરૂરીયાત છે, તે જણાવી ફરીથી ઇન્પેક્શન કરવાનું જણાવ્યું છે. ફાયર અધિકારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જુનિયર અને સીનિયર મળીને ટોટલ 12 ટીમો તૈયાર થઇ છે. એ લોકોને અત્યારે જે ઝોનમાંથી જે અરજીઓ આવી છે, તે અરજીઓને ઝોન પ્રમાણે ફાયર સ્ટેશનને જે એરિયાઓ લગતા હોય તે પ્રમાણે તેને વહેંચી દેવામાં આવી છે.

સમગ્ર રાજ્યમાં એક લાખ ટ્યુશન કલાસીસ ચાલે છે. હવે ચલાવવાના હશે તે બિલ્ડીંગને બાંધકામની મંજુરી મળી છે કે કેમ તેની પણ ચકાસણી થશે. સંચાલકો દ્વારા તમામ માહિતી આપ્યા બાદ જ કોચિંગ કલાસનું રજિસ્ટ્રેશન થઇ શકશે. સુરતમાં 22 બાળકોના મોચ બાદ રાજ્યભરમાં ટ્યુશન કલાસીસ બંધ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. તેમજ ફાયર સેફ્ટી સહિતા મુદ્દાને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં રાજ્યમાં ટ્યુશન કલાસીસ અને હોટલ-રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટી સહિતની સુવિધાનો અભાવ હોવાનું સામે આવ્યું છે. જેથી નોટિસ આપવામાં આવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તપાસ દરમ્યાન જે બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તેને સીલ મારવાની કાર્યવાહી પણ શરૂ કરી છે. સુરતની તક્ષશિલા બિલ્ડીંગમાં આગ લાગ્યા પછી 22 બાળકોના મોત થયા છે. આ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હતી. સરકારે સુરતમાં 80 ટીમો બનાવીને 320 જેટલા અધિકારીઓ શહેરની મિલકતો તપાસી રહ્યાં છે.