ભારત ખેતી પ્રધાન દેશ ગણવામાં છે. ત્યારે જગતનો નાથ અને તાત ખેડૂતને ગણવામાં આવે છે. થોડાં સમય પેહલા દિલ્હીમાં ખેડૂતો દ્વારા સરકારનો ઘરાવ કરવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતનો ખેડૂત પણ પોતે વાવેલા પાકની નિષ્ફળતાને લઈ હેરાન પરેશાન છે. અમદાવાદ દસ્કોઇ તાલુકાના વિશલપુર ગામ ખાતે ખેડૂતોએ વાવાલો ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. જેનો પાક વીમો સરકાર આપી નથી રહી. જેને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવાના મોટા મોટા વાયદા કરવામાં આવે છે. ખેડૂતને પાક વીમાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે અને ટેકાના ભાવ મળી રહેશે તેવા ભાષણો પણ આપવામાં આવે છે અને તેને લઈ વિધાનસભાની ચૂંટણી પણ જીતી ગુજરાતમાં સરકાર પણ બનાવી ત્યારે દસ્કોઇ તાલુકાના વિસલપુર ગામના ખેડૂતોની વ્યથા અને તેમને પાક વીમાની રકમ સહકારી મંડળી આપવામાં નિષ્ફળ ગઈ છે. જોકે આ સહકારી મંડળી દેશમાં બીજા નંબરની ગણવામાં આવે છે. છતાં તેમના ચેરમેનને ખબર નથી કે વીમો કઈ રીતે આપવો.
વિસલપુર ગામના ૫૦થી વધુ ખેડુતોએ ડાંગરનો પાક કર્યો છે. જેમાં સરકારે વાવણીનું પાણી મોડું છોડતા વાવેતર મોડું થયું અને હાલ પરિસ્થિતિ એવી છે કે પાકમાં ઈયળો પડી ગઈ છે. ખેડૂત સરકારી મંડળીમાં પોતાનો પાક વીમો લેવા જાય છે તો બેંક ઉપર ખો આપે છે. જયારે બેંક સહકારી મંડળી ઉપર દોષનો ટોપલો ઢોળે છે. ત્યારે સવાલ થાય કે બિચારો બાપળો ખેડૂત જાય તો જાય ક્યાં ? સરકાર પાક વીમાના મોટા મોટા વાયદા કરે છે પણ વાસ્તવિક સ્થિતિ કઈ અલગ છે. ખેડૂતોની વ્યથા તંત્ર ના બેહરા કાન સુધી પહોંચાડવા માટે આગામી દિવસોમાં આસપાસનાં ગામોનાં ખેડૂતો પણ જોડાય એવી શક્યતાઓ નકારી શકાય નહિ. જોકે ગામના સરપંચ આ વિષે કઈ બોલવા તૈયાર નથી.