ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે પહેલા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી આપ્યા પછી ૩૫ હજારથી વધારે બેઠકો ખાલી પડે તેમ છે. રાજયમાં અનેક કોલેજો એવી છે કે જેની ૧૦ ટકા બેઠકો પણ ભરાઇ નથી. જયારે ત્રણ કોલેજોની શૂન્ય બેઠકો પણ ભરાઇ શકી નથી. રાજયમાં ૩૫ હજાર બેઠકો ખાલી પડે છે ત્યારે હવે આ ખાલી પડેલી બેઠકો અંગે શુ કરવુ તેના માટે તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં ઇજનેરી કોલેજની ખાલી પડેલી અથવા તો બંધ પડેલી કોલેજના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તેનો નિર્ણય કરવા માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે.