ગુજરાતના જાણીતા ચિત્રકાર અશોક ખાંટે ચિત્રકાર જગતમાં ચાલી રહેલી છેતરપિંડી બહાર લાવી છે. તેમના મતે કેટલાક ચિત્રકારો ફોટોગ્રાફની ડીજીટલ પ્રિંટ કઢાવીને ઓઈલ પેઇન્ટિંગના નામે છેતરપિંડી કરી રહ્યા છે.
એક કડવી વાસ્તવિકતા
ચિત્રકલામાં ખાસ કરીને આજકાલ સારા ફોટોગ્રાફને કેનવાસ ઉપર ડિજિટલ પ્રિન્ટ કરી તેના પર રંગોના થોડાક પેચ મારી તેને ઓઇલ પેઇન્ટિંગની શ્રેણીમાં ખપાવવાની છેતરામણી ચાલાકી ચાલી રહી છે. હકીકતમાં સાચી પદ્ધતિએ કરેલા કેનવાસ ચિત્રની શરૂઆતના પ્રથમ ડ્રોઈંગથી લઇ સ્ટેપ બાય સ્ટેપ એ ચિત્રને પૂર્ણ કરવા થતા ત્રણેક લેયરની પ્રોસેસના ફોટોગ્રાફ્સ પણ જે તે કલાકારે શક્ય હોય તો સોશિયલ મીડિયામાંએ પેઇન્ટિંગ સાથે પોસ્ટ કરતી વખતે મુકવા જોઈએ, જેથી કલાકારે સર્જેલા ચિત્રની પ્રક્રિયા પણ અજાણ વ્યક્તિને ખબર પડે. આજે ક્લાક્ષેત્રના કેટલાક ચિત્રકારો પણ સોશિયલ મીડિયામાં મુકાતા આવા છેતરામણાં ચિત્રની પ્રસંશા કરવાંના સૂરમાં જાણ્યે અજાણ્યે સામેના કલાકારને ખુશ રાખવા જોડાા ઈજાય છે. ઓરિજિનલ ચિત્રની ડિટેઇલ જોતા સમજદાર અને અનુભવી પારખું કલાકાર એ ચિત્રના લેયરને નજીકથી નીરખે ત્યારે આ સ્પષ્ટપણે પરખાય જતુ હોય છે કે આ ચિત્ર કલાકારે કોઈ ડ્રોઈંગ કર્યા વિના સીધુ જ ઇન્ક દ્વારા પ્રિન્ટ થયેલ ટેક્નિકલ ગ્રાફિકસ ફોટો પર ઓઇલ કલર વડે ટચિંગ કરીને ઉપસાવેલું હોય છે. ક્લાક્ષેત્રે ચિત્રને આ રીતની છેતરામણી પદ્ધતિ દ્વારા સમાજને ગુમરાહ કરી, ટૂંકા રસ્તા અપનાવી માત્ર પ્રસિદ્ધ કે પ્રતિષ્ઠા મેળવવા આ પ્રકારે કાર્ય થઈ રહ્યાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. માત્ર પૈસા કે ખોટી પ્રસંશા ખાતર આ પ્રકારે ડિજિટલ કેનવાસ પર થતા પોર્ટ્રેઇટ કે વાસ્તવિક ચિત્રોનું છેતરામણું નિર્માણ કરી સમાજને ગુમરાહ કરવુ કેટલું યોગ્ય છે?
હકીકતમાં સાચી રીતે થયેલા પેઇન્ટિંગમાં કેનવાસના ટેક્ષરના દાણાઓની અંદર ઓઇલ રંગો ઉતરી જતા હોવાથી આ રંગોનું અને ચિત્રનું આયુષ્ય વર્ષો સુધી ટકી રહે છે. સમગ્ર જીવન કલાને અર્પણ કરવાની ખેવના સેવતો એક કલાકાર – સાચા કલાકાર તરીકે સાચા સ્વમાનથી કલાની ગરિમા જળવાઈ રહે એ માટે પણ ક્લાક્ષેત્રે કલાકારે સત્યની અસ્મિતા જાળવી રાખવા આ ગુણ અકબંધ રાખવો જરૂરી છે.