બનાસકાંઠા જિલ્લામાં આર્થિક મંદીના કારણે પ્રજા સાથે છેતરપીંડીના બનાવોમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. એક પછી એક પેઢીઓ છેલ્લા કેટલાય સમયથી લોકોના રૂપિયા લઇ ફરાર થઈ રહ્યા છે. ડીસા માર્કેટ યાડમાં એક પેઢીનું ઉઠામણું થતા રાજસ્થાનના જાલોર જિલ્લાના સાયલા ખેડૂતોના લાખો રૂપિયા ફસાયા છે. જાલોર જિલ્લાના અનેક ખેડૂતો વાવેતર કરેલ અનાજ ડીસા માર્કેટયાડ માં આ પેઢી ઉપર આપતા હતા. પરંતુ છેલ્લા પંદર દિવસ પહેલા એકાએક પેઢી નું ઉઠામણું થતાં 168 નંબર ની પેઢીમાં તાળા લાગી ગયા હતા. પેઢીના મૂળ માલિક બનાસકાંઠાના દિયોદર ખાતે રહેતા માલિક બેચરભાઈ વઘાભાઈ પટેલ, મનુભાઈ દેવશીભાઈ ચૌધરી અને હસમુખભાઈ દેવસીભાઈ ચૌધરી સામે છેતરપિંડી નો ગુન્હો નોંધ્યો છે.