ડુંગળીના ભાવો જાળવી રાખવામાં સરકાર નિષ્ફળ રહેતાં ગુજરાતના ખેડૂતોએ 50 ટકા વાવેતર ઘટાડી નાંખ્યુ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોમાં પણ ડૂંગઘીના ભાવો અપાવવામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ રહી હોવાની ફરિયાદો ખેડૂતો કરી રહ્યાં છે. ખેડૂતો મુખ્ય પ્રધાનોને પત્ર લખીને અને બંગડીઓ મોદલાવીને નારાજગી દર્શાવી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષથી સામાન્ય રીતે 46,364 હેક્ટર વાવેતર કરવામાં આવી રહ્યું હતું. પણ અત્યારે 26 ડિસેમ્બર 2018 સુધીમાં માંડ 23,154 હેડેકટરમાં વાવેતર થયું છે. જે 50 ટકા બતાવે છે. ગયા વર્ષે આ સમાયે 38 હજાર હેક્ટર વાવેતર થયું હતું. લસામમાં પણ આવી જ હાલત જોવા મળી રહી છે. તેથી માર્ચ પછી ડૂંગળીના ભાવ સતત વધે એવી ધારણા હોવાથી લોકસભામાં ભાજપ સરકારને પરેશાનીનો સામનો કરવો પડશે.
2 ફેબ્રુઆરી 2018માં સૌરાષ્ટ્રમાં ખેડૂત બજારોમાં ડુંગળીની ભારે આવક થઈ હતી. તેથી ભાવ ઘટી ગયા હતા. આ વખતે ડૂંગળીની આવક 60 ટકાથી પણ ઓછી રહે એવી ધારણા છે. સૌરાષ્ટ્રમાં સિંચાઈ માટે સરકારે પાણી આપ્યું ન હોવાથી અને ભૂગર્ભમાં પાણી ન હોવાથી વાવેતર 50 ટકા ઘટી ગયું છે. જે ભાજપની સરકારને રડાવશે. પ્રજાએ લોકસભાની ચૂંટણી સમયે વધું ભાવ આપવા પડશે એવું ખેડૂતો માની રહ્યાં છે. કારણ કે અત્યારે ડૂંગળીનો ભાવ એક કિલોએ એક રૂપિયો થઈ ગયો છે. તેથી ખેડૂતોના બજારમાં કોઈ મોટો વેપારીઓનું જૂથ હસ્તક્ષેપ કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં તો એક કિલો ડૂંગળી 50 પૈસામાં લેના વેપારીઓ તૈયાર નથી.
જોકે લોકસભાના ટ્રાયલની શરૂઆત થઈ ગઈ છે. 21 ડિસેમ્બર 2018માં જસદણના વીરનગરમાં ખેડૂતો લસણ-ડૂંગળીના હાર પહેરી મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. ખેડૂતોને લસણ અને ડૂંગળીના ભાવ નહીં મળતા હોવાથી ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે. સુત્રોચ્ચાર કર્યા હતા. ડુંગળીના હાર પહેરીને મતદાન કરવા માટે સરકારી અધિકારીઓએ ના પાડી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ખેડૂતોએ ડૂંગળી મફત આપીને ભાજપની રૂપાણી સરકારનો વિરોધ કર્યો હતો.
19 મે 2018માં ડુંગળીના ભાવ એક કિલોએ રૂ.1 થઈ ગયો હતો. ગુજરાતના ખેડૂતની આવક બે ગણી થવાના બદલે અડધી થઈ ગઈ હતી. ડુંગળીનો ભાવ સાવ તળીએ આવી જતાં ખેડૂતો તેમનો પાક પશુને ખવડાવી દીધી હતી. લોકોને મફત આપી હતી. ખેડૂતો રડતા હતા. 20 કિલોના ભાવ રૂ.20થી 40 જેવા મળી રહ્યાં હોવાથી તે ખેતરમાંથી કાઢવાની મજૂરી વધારે ચૂકવવી પડી રહી છે. ખેડૂતને 20 કિલોનો રૂ.125નો ભાવ હોય તો જ તેમને પોષાય તેમ છે. એક મણે ખેડૂતોને રૂ.70નું ખર્ચ થાય છે. કેન્દ્રની ભાજપ સરકારે અને ગુજરાતની ભાજપ સરકારે નિકાસ માટે છૂટ ન આપતાં અને પાકિસ્તારમાં ડૂંગળી નિકાસ કરવાની મંજૂરી ન આપતાં અને પાકિસ્તાનથી ખાંડ આયાત કરવાની છૂટ આપતા આવી સ્થિતી થઈ હતી. બે રૂપિયે કિલો પડતી ડૂંગળી શહેરી બજારમાં પહોંચે ત્યારે રૂ.20નો એક કિલો થઈ જાય છે.
એક હેક્ટર દીઠ 28,000 કિલો ડૂંગળીનું ઉત્પાદન
મહુવા, રાજકોટ, ગોંડલ, જામનગર, જામજોધપુર, ઉપલેટા, ધોરાજી જેવા માર્કેટ યાર્ડમાં ડૂંગળી સૌથી વધારે આવે છે. ગયા વર્ષે એક હેક્ટરે ખેડૂતોને રૂ.50 હજારથી વધારેની નુકસાન થયું હતું જે આ વખતે નુકસાન વધશે. હેક્ટરે સરેરાશ 27,964 કિલોનું ઉત્પાદન મળે છે. સૌથી વધારે ડુંગળી ભાવનગરમાં 36100 હેકટરમાં ઉગાડાય છે. બીજા ક્રમે રાજકોટ 8700, અમરેલી 5900 હેક્ટર આવે છે. જામનગર 4300, કચ્છ 1600 હેક્ટર લગભગ હોય છે.
ડૂંગળીના ભાવ આસમાને કેમ જાય છે
ઓક્ટોબર 2015માં શાકભાજીનાભાવ ઊંચા રહ્યાં હતા. ગરીબો કસ્તુરી ગણાતી ડુંગળી લોકોને આંસુ લાવી રહી હતી. રાજ્યભમાં લોકોએ સરકાર સામે દેખાવો પણ કર્યા હતા. ત્યારે ખેડૂતોને પુરતાં ભાવો મળ્યા ન હતા. પણ વેપારીઓ સારો નફો કમાયા હતા અને પ્રજા ઊંચા ભાવ આપીને લૂંટાઈ હતી. ઘણાં લોકોએ તો સેલ્ફી વિથ ડુંગળીનો કાર્યક્રમ યોજી સરકાર સામે દેખાવો કરાયા હતાં.
2017માં શાકભાજીના ભાવ આસમાને હતા
નવેમ્બર 2017માં ડૂંગળી સામાન્ય રીતે એક કિલોએ રૂ.5 થી 10ના ભાવે મળતી હોય છે. જે રૂ.50 થી 60 કિલોના ભાવે પહોંચી હતી. આમ 10 ગણા ભાવે વેપારીઓ લૂંટ લચાવી હતી. ખેડૂતોને ઊંચા ભાવ મળ્યા ન હતા. આ સમયે ટામેટાના ભાવ રૂ.10થી 7-80 થઈ ગયા હતા.
CMને મોકલ્યો મનીઓર્ડર
50 પૈસા પ્રતિ કિલો ડૂંગળી વેચાતાં નારાજ ખેડૂતને 1458 કિલો ડૂંગળીના બદલામાં રૂ.2,362 મળ્યા હતા. ટ્રકનો ખર્ચ રૂ.1,280 થયો હતો. તેનું કૂલ ખર્ચ બાદ કરતાં માત્ર રૂ.4 બચ્યા હતા. જે તેમણે મહારાષ્ટ્રના ભાજપના મુખ્ય પ્રધાન દેવેન્દ્રને મનીઓર્ડર કરીને મોકલી આપ્યા હતા.
લસણ માર્ગો પર ફેંકી દેવું પડ્યું
સપ્ટેમ્બર 2018માં જેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ખેત ઉત્પાદનોમાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યાં. લસણ-ડૂંગળીના ભાવ અંગે કેન્દ્ર કે રાજ્ય સરકાર કે ન તો કોઈ પણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ ટેકાના ભાવ જાહેર કર્યાં હતા. નથી. મોરબીના ઘૂંટુ ગામે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઉત્પાદિત થયેલાં લસણને જાહેર માર્ગ પર ફેંકીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જો ખેડૂતોની માંગણીની સતત અવગણના કરવામાં આવશે તો વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી આવવાની છે ત્યારે ભાજપને તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.
રૂ.13 કરોડની સબસીડી સરકારે ન આપી
7 સપ્ટેમ્બર 2018 સુધી સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ડુંગળી પાકે છે તે ભાવનગર જિલ્લાના ખેડૂતો પરેશાન છે. 2017માં ડુંગળી આવી હતી કે તેના ભાવ અચાનક ગગડી જતાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યાં હતા ત્યારે ગુજરાત સરકારે સબસિડી આપવાનું નક્કી કર્યું હતું. આવી 13 કરોડ રૂપિયાની રકમ હજુ સુધી સરકારે આપી નથી. ખેડૂતો છેલ્લા એક વર્ષથી માગણી કરી રહ્યા છે. પરંતુ ગુજરાત સરકાર તેમને સબસીડી આપતી નથી. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સબસીડી આપવાની 13 હજાર જેટલી અરજીઓ પડી છે. તળાજા અને પાલિતાણા પણ આવી અરજીઓ ખેડૂતોએ કરેલી છે. લગભગ ત્રીસ હજાર જેટલા ખેડૂતોને આનો લાભ મળવો જોઈતો હતો પરંતુ હજુ સુધી મળ્યો નથી. ડુંગળીના એક બોરીએ પચાસ રૂપિયાની સબસીડી આપવાની હતી. સરકારે જૂન 2017ના રોજ નિર્ણય કર્યો હતો. પછી કેટલાક નિયમોમાં સુધારા પણ કર્યા હતા. ભાવનગર જિલ્લાના મહુવામાં યાર્ડમાં ખેડૂતોને 40 કરોડ રૂપિયા જેવી સબસિડી ચૂકવી આપી છે. પરંતુ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતોને હજુ સબસાડી આપી નથી. તેનું એવું કારણ આપવામાં આવ્યું છે કે, ખેડૂતોએ ગેટ પાસ બનાવ્યા ન હતા. તેથી તેમને સબસિડી મળે નહીં. ખેડૂતોની માગણી એવી છે કે જ્યારે સરકારે નિયમો કરેલા હતા ત્યારે ગેટ પાસની બાબતો એમના ધ્યાન પર ન હતી. બાકીના તમામ પુરાવાઓ ખેડૂતો પાસે છે. એમની કેટલી ડુંગળી વેચી હતી અને કયા ભાવે વહેંચી હતી એના બીલો પણ છે. તેમ છતાં સરકાર ટેકનિકલ કારણોસર 13 કરોડ રૂપિયા હજુ સુધી આપતી નથી. તેથી ખેડૂતોમાં ભારે વિરોધ વંટોળ ઉભો થયો છે. વિજય રૂપાણીની સરકાર સામે લડવા માટે તેઓ એક થઈ રહ્યા છે. 7 સપ્ટેમ્બર 2018ના દિવસે 11 કલાકે ટાઉનહોલ ખાતે ભાવનગરમાં બધા ખેડૂતો એકઠા થશે. જેમાં સરકાર સામે લડી લેવા માટેના ઠરાવ પણ પસાર થઈ શકે છે.
ભાવ ઊંચા થાય ત્યારે ખરીદી નીચા થાય તો ખરીદી નહીં
23 નવેમ્બર 2017માં ડૂંગળીના ભાવ નીચા રાખવા MMTC ડૂંગળીની આયાત કરી હતી. સરકારની માલિકીની એમએમટીસી હવે 2000 ટન ડૂંગળીની આયાત કરીને નાફેડ અને એસએફએસી સ્થાનિક ધોરણે 12,0000 ટનની ખરીદી કરી હતી. ખાનગી વેપીરઓએ 11400 ટન ડૂંગળીની આયાત કરી છે. હવે સરકારી એજન્સી એમએમટીસીને આ જવાબદારી આપવામાં આવી છે.
ડૂંગળી-બટાકાનાં ભાવે મળે છે કાજૂ મળે
કાજુ 800 રૂપિયે કિલો મળે છે પણ ઝારખંડનાં જામતાડા જિલ્લામાં કાજૂ રૂ.10થી 20ના ભાવે એક કિલો મળે છે. થોડાક વર્ષોમાં જ અહી કાજૂની મોટા પ્રમાણમાં ખેતી શરૂ થઇ હતી. હવે ડાંગમાં પણ કાજુ થતાં હોવાથી ત્યાં પણ પ્રોસેસ કર્યા વગરના સસ્તા કાજુ મળે છે.