રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ દિનપ્રતિદિન કફોડી બની રહી છે. એકબાજુ ખેડૂતોને પાકવીમાની સમસ્યા, ખાતરની ઊંચી કિંમત અને ઓછું ખાતર, મગફળીમાં ભેળસેળ વગેરેનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી ત્યાં પોતાનાં પાકને બચાવવા માટે મોંઘા ભાવની જંતુનાશક દવાઓ અને તેમાં પણ ભેળસેળ તેમ જ તે બનાવટી હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. નવાઈની વાત એ છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં રાજકોટમાં જ બનાવટી જંતુનાશક દવાઓનું વેચાણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળ્યું હોવાનું સરકારે આપેલાં આંકડામાં જોવા મળ્યું છે. સરકારે આપેલાં આંકડા પ્રમાણે રાજ્યમાંથી વિવિધ જિલ્લાઓમાંથી જંતુનાશક દવાઓનાં કુલ 259 બિનપ્રમાણિત નમુનાઓ મળી આવ્યા હતા.
ગુજરાત વિધાનસભાનાં ચાલુ સત્રમાં કોંગ્રેસનાં ધારાસભ્યો પહેલાં દિવસથી જ સરકારને ખેડૂતોનાં મામલે ભીંસમાં લેવાનો એક પણ મોકો છોડતાં નથી. ત્યારે આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ખેડૂતોને જંતુનાશક દવાઓમાં ઊંચો ભાવ આપવો પડતો હોવાનો તેમ જ તેમાં ભેળસેળ અને બનાવટી દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનો મુદ્દો કોંગ્રેસનાં ધારાસભ્યોએ છેડ્યો હતો. આ મામલે કૃષિમંત્રી દ્વારા રાજયમાં ખેડૂતો જંતુઓથી પાક બચાવવા જંતુનાશક દવાનો છંટકાવ કરતા હોયછે ત્યારે આ મોંઘા ભાવે વેચવામાં આવતી જંતુનાશક દવાએ પણબનાવટી/ગેરકાયદેસર હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.
કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, બે વર્ષમાં જંતુનાશ દવાઓના લીધેલા નમુનાઓ પૈકી ૨૫૯ જેટલા નમુનાઓ ફેલ થયા છે, મતલબ કે બનાવટી દવાઓ ખેડૂતોને પધરાવવામાં આવે છે. આવી મોંઘા ભાવે ખરીદેલી દવાનો પાક પર છંટકાવ કરવામાથી પાક બચી શકતો નથી.
આ પ્રશ્નોત્તરી દરમિયાન સરકાર તરફથી સ્વીકાર કરતાં કૃષિમંત્રીએ વધુમાં કહ્યું કે, સૌથી વધુ બિન પ્રમાણિત નમુનાઓ મુખ્યમંત્રીના રાજકોટ જિલ્લામાં થયેલો છે. આ તબક્કે કોંગ્રેસનાં ધારાસભ્યોએ કહ્યું કે, બનાવટી દવાનું વેચાણ કરતી કંપનીઓને કોઈ ડર હોય તેવું લાગતું નથી.
કૃષિમંત્રીએ જણાવ્યું કે, જંતુનાશક દવાનું વેચાણ કરતી કંપનીઓના બિનપ્રમાણિત થયા હોઈ તેવા કિસ્સામાં ભાગ્યે જ પોલીસ ફરિયાદ કરવામાં આવે છે.
રાજયમાં ખેડૂતો જંતુઓથી પાક બચાવવા જંતુનાશક દવાનો છંટકાવ કરતા હોય છે ત્યારે આ મોîઘા ભાવે વેચવામાં આવતી જંતુનાશક દવાઓ પણ બનાવટી/ગેરકાયદેસર હોવાનું સરકારે સ્વીકાયુ છે. બે વર્ષમાં જંતુનાશ દવાઓના લીધેલ નમુનાઓ પૈકી ૨૫૯ જેટલા નમુનાઓ ફેલ થયા છે મતલબ કે બનાવટી દવાઓ ખેડૂતોને પધરાવવામાં આવે છે, આવી મોîઘા ભાવે ખરીદેલ દવાનો પાક પર છંટકાવ કરવામાથી પાક બચી શકતો નથી. સૌથી વધુ બિનપ્રમાણિત નમુનાઓ મુખ્યમંત્રીશ્રીના રાજકોટ જીલ્લામાં થયેલ છે એટલે કે બનાવટી દવાનું વેચાણ કરતી કંપનીઓને કોઈ ડર હોય તેવું લાગતું નથી. જંતુનાશક દવાનું વેચાણ કરતી કંપનીઓના બિનપ્રમાણિત થયા હોઈ તેવા કિસ્સામાં ભાગ્યે જ પોલીસ ફરીયાદ કરવામાં આવે છે.
| ક્રમ | જીલ્લાનું નામ | બિનપ્રમાણિત નમુનાઓની સંખ્યા |
| ૧ | રાજકોટ | ૨૩ |
| ૨ | ગીર સોમનાથ | ૧૮ |
| ૩ | અરવલ્લી | ૧૬ |
| ૪ | પંચમહાલ | ૧૬ |
| ૫ | ગાંધીનગર | ૧૫ |
| ૬ | સાબરકાંઠા | ૧૩ |
| ૭ | નવસારી | ૧૨ |
| ૮ | કચ્છ | ૧૧ |
| ૯ | મહેસાણા | ૧૧ |
| ૧૦ | અમદાવાદ | ૧૦ |
| ૧૧ | નર્મદા | ૧૦ |
| ૧૨ | વડોદરા | ૯ |
| ૧૩ | ભાવનગર | ૯ |
| ૧૪ | પોરબંદર | ૮ |
| ૧૫ | બોટાદ | ૮ |
| ૧૬ | બનાસકાંઠા | ૭ |
| ૧૭ | ખેડા | ૭ |
| ૧૮ | મોરબી | ૬ |
| ૧૯ | દેવભુમિ દ્વારકા | ૬ |
| ૨૦ | તાપી | ૫ |
| ૨૧ | વલસાડ | ૫ |
| ૨૨ | આણંદ | ૫ |
| ૨૩ | છોટા ઉદેપુર | ૫ |
| ૨૪ | ડાંગ | ૫ |
| ૨૫ | ભરૂચ | ૪ |
| ૨૬ | જુનાગઢ | ૪ |
| ૨૭ | સુરેન્દ્રનગર | ૩ |
| ૨૮ | દાહોદ | ૩ |
| ૨૯ | સુરત | ૨ |
| ૩૦ | પાટણ | ૧ |
| ૩૧ | મહીસાગર | ૧ |
| ૩૨ | જામનગર | ૧ |
| ૩૩ | અમરેલી | ૦ |
| કુલ | ૨૫૯ |
ગુજરાતી
English



