ડૂંગળીએ પ્રજાને રડાવી હવે ખાંડ કડવી બનશે, મોદીએ જીવન જેર બનાવ્યું

ડુંગળી અને કઠોળના વધતા ભાવથી ટૂંક સમયમાં રાહત મળે તેવી અપેક્ષા છે, પરંતુ ખાંડ મોંઘી થવાની છે. ડુંગળીએ રળાવ્યા બાદ અને ખાંડ કળવી થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

15 ડિસેમ્બર, 2019 સુધી ગુજરાતમાં 1,52,000 ટન, બિહારમાં 1,35,000 ટન, પંજાબમાં 75,000 ટન, તમિળનાડુમાં 73,000 ટન, હરિયાણામાં 65,000 ટન, મધ્યપ્રદેશમાં 35,000 ટન અને આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં 30,000 ટનનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. ઇસ્માનો અંદાજ છે કે 2019-20 માર્કેટિંગ વર્ષમાં ખાંડનું ઉત્પાદન 21.5 ટકા ઘટીને 26 મિલિયન ટન થઈ શકે છે. 15 ડિસેમ્બર સુધી 45.84 લાખ ટન રહ્યું છે, જે પાછલા વર્ષ કરતા 35% ઓછું છે.

જણાવ્યું કે, ખાંડના ભાવ વધવાની આશંકા છે. 35% ઓછું ઉત્પાદન આ માર્કેટિંગ વર્ષમાં 15 ડિસેમ્બર સુધીમાં દેશમાં ખાંડનું ઉત્પાદન 35 ટકા ઘટીને 45.8 લાખ ટન થયું. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે આ ઘટાડો થયો. ખાંડ મિલોનું મુખ્ય સંગઠન ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશને (ઈસ્મા) આ માહિતી આપી હતી.

ખાંડનું માર્કેટિંગ વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. ગયા માર્કેટિંગ વર્ષના આ સમયગાળામાં ખાંડનું ઉત્પાદન 70.5 લાખ ટન હતું. ખાનગી મિલોનું પ્રતિનિધિત્વ કરનારી ઇસ્માએ જણાવ્યું કે, 15 ડિસેમ્બર-2019 સુધી 406 સુગર મિલોમાં શેરડીનું પિલાણ થઈ રહ્યું હતું.

ગત માર્કેટિંગ વર્ષમાં 15 ડિસેમ્બર સુધીમાં 473 મિલોએ પિલાણ કર્યું હતું. મહારાષ્ટ્રના ખાંડ ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો દેશના સૌથી મોટા ખાંડ ઉત્પાદક રાજ્ય ઉત્તર પ્રદેશમાં મિલોએ 15 ડિસેમ્બર સુધીમાં 21.2 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું. એક વર્ષ અગાઉ સમાન ગાળા દરમિયાન આ આંકડો 18.9 લાખ ટન હતો. જોકે, મહારાષ્ટ્રમાં ખાંડના ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો થયો છે. અહીંની સુગર મિલો 15 ડિસેમ્બર-2019 સુધીમાં ફક્ત 7.66 લાખ ટન ખાંડનું ઉત્પાદન કરી શકી હતી.

આ સમાનગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં 29 લાખ ટનનું ઉત્પાદન થયું હતું. મહારાષ્ટ્ર બીજા ક્રમનું ખાંડ ઉત્પાદન કરતું રાજ્ય છે. ત્રીજું સૌથી મોટું ખાંડ ઉત્પાદક કર્ણાટકમાં 15 ડિસેમ્બર-2019 સુધીમાં ઉત્પાદન ઘટીને 10.6 લાખ ટન થયું છે. એક વર્ષ અગાઉ સમાનગાળામાં આ આંકડો 13.9 લાખ ટન હતો.

સુગર મિલો તાજી શેરડીની સાથે પૂરમાં નુકસાન થયેલી શેરડીનું પણ પિલાણ કરી રહ્યા છે. ગુજરાતમાં 1.52 લાખ ટન ખાંડ, બિહારમાં 1.35 લાખ ટન, પંજાબમાં 75,000 ટન, તમિળનાડુમાં 73,000 ટન, હરિયાણામાં 65,000 ટન, મધ્યપ્રદેશમાં 35,000 ટન અને તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 30,000 ટન ખાંડનું ઉત્પાદન થયું છે.

2019-20ના માર્કેટિંગ વર્ષમાં ખાંડનું કુલ ઉત્પાદન 21.5% ઘટીને 26 મિલિયન ટન થઈ શકે છે. ઇથેનોલ સપ્લાય ઇસ્માએ કહ્યું કે, સુગર મિલો અને સ્ટેન્ડઅલોન ડિસ્ટિલેરીઓએ આ વર્ષે તેલ માર્કેટિંગ કંપનીઓ (OMC)ને 163 કરોડ લિટર ઇથેનોલ સપ્લાય કરવાની વાત કહી છે, તેમાંથી 10.38 કરોડ લિટરને શેરડીના રસમાંથી, 62.58 કરોડ લીટરને ‘બી’ હેવી મોલાસેસ, 86.39 કરોડ લીટરને ‘સી’હેવી મોલાસેસ અને 3.78 કરોડ લીટરને ખરાબ થઈ ચુકેદા અનાજથી તૈયાર કરવામાં આવશે.

ભારતમાંથી ખાંડ વર્ષ 2018-19 દરમિયાન 37 લાખ ટન જથ્થાની નિકાસ કરવામાં આવી છે. ખાંડના જંગી જથ્થાના નિકાલ માટે સુગર મિલોએ વધારે નિકાસ કરી છે એવું આજે રાજ્ય સભામાં સરકારે જણાવ્યું હતું.  દેશમાં ઉંચા જથ્થાનો નિકાલ કરવા માટે વર્ષ 2018-19ની સુગર સિઝનમાં 50 લાખ ટન ખાંડનો નિકાસ ક્વોટા ફાળવવામાં આવ્યો હતો. વધુમાં જણાવ્યું કે, સુગર મિલો ફાળવેલા નિકાસ ક્વોટામાંથી 37 લાખ ટનની જ નિકાસ કરી શકી છે. 2019-20માં નિકાસની માટે ખાંડ મિલોને 60 લાખ ટનનો MAEQ ક્વોટા ફાળવ્યો છે.

ચાલુ માર્કેટિંગ વર્ષમાં દેશમાં ખાંડનું ઉત્પાદન 15 ડિસેમ્બર સુધી 45.84 લાખ ટન રહ્યું છે, જે પાછલા વર્ષ કરતા 35% ઓછું છે. ઉદ્યોગ સંગઠન ઇસ્માએ બુધવારે કહ્યું કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ખાંડના ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો થવાને કારણે ઉત્પાદનને અસર થઈ છે. સુગર માર્કેટિંગ વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર છે. માર્કેટિંગ વર્ષ 2018-19માં, મિલોએ સમાન ગાળામાં 70.5 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું.

ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઇસ્મા) ના જણાવ્યા અનુસાર 15 ડિસેમ્બર સુધીમાં 406 સુગર મિલોમાં શેરડીએ પિલાણ શરૂ કરી દીધું છે, જ્યારે એક વર્ષ અગાઉ સમાન ગાળામાં 473 મિલોએ પિલાણ શરૂ કરી દીધું હતી. ઉત્તર પ્રદેશમાં,15મી ડિસેમ્બર સુધીમાં 11 મિલો કાર્યરત હતી અને આ સમય સુધીમાં મિલોએ 21.25 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે, જે ગયા વર્ષ કરતા 2.31 લાખ ટન વધારે છે, જ્યારે સમાન સમયગાળામાં 116 ખાંડ મિલોએ મળીને 18.94 લાખ ટન ઉત્પાદન કર્યું હતું. હાલની સીઝનમાં 15મી ડિસેમ્બર 2019 સુધી ખાંડનું ઉત્પાદન ગત વર્ષની સરખામણીએ વધારે છે, કારણ કે રાજ્યની સુગર મિલોએ ચાલુ સીઝનમાં એક અઠવાડિયા અગાઉ જ તેની ક્રશિંગ કામગીરી શરૂ કરી હતી. મહારાષ્ટ્રમાં,124 સુગર મિલો કાર્યરત છે અને 15 મી ડિસેમ્બર, 2019 સુધીમાં તેઓએ 7.66 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે. 2018-19 એસએસમાં, 15 મી ડિસેમ્બર, 2018 સુધીમાં 178 સુગર મિલો કાર્યરત હતી અને તેમણે 29 લાખ ટન ઉત્પાદન કર્યું હતું. . ખાંડનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક એટલે કે. કર્ણાટક છે જ્યાં 63 સુગર મિલો કાર્યરત છે, જેમણે 15 મી ડિસેમ્બર, 2019 સુધીમાં 10.62 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે. 15 મી ડિસેમ્બર, 2018 સુધીમાં, એસએસમાં ખાંડના ઉત્પાદન કરતા આ લગભગ 3.32 લાખ ટન ઓછું છે. આ રાજ્યોમાં મિલો અનુક્રમે એક મહિના અને એક અઠવાડિયા મોડી શરૂ થવાને કારણે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઉત્પાદન ગયા વર્ષ કરતા ઓછું છે. આ ઉપરાંત ગત વર્ષની તુલનામાં ખાંડની પુનપ્રાપ્તિ હજુ સુધી ઓછી હોવાનું જણાવાયું છે, મુખ્ય કારણ કે મિલો પૂરને લીધે ક્ષતિગ્રસ્ત શેરડીનું પિલાણ કરી રહી છે, તાજી શેરડી તેમજ અન્ય હવામાન પરિબળો પણ જવાબદાર છે. ગુજરાતની વાત કરીએ તો, 15 ખાંડ મિલો કાર્યરત છે અને 15 મી ડિસેમ્બર, 2019 સુધીમાં તેમણે 1.52 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે.

2018-19 એસએસમાં, 15 મી ડિસેમ્બર, 2018 સુધીમાં, 16 ખાંડ મિલો કાર્યરત હતી અને તેમણે 3.10 લાખ ઉત્પાદન કર્યું હતું. આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં 14 ખાંડ મિલો 15 મી ડિસેમ્બર, 2019 સુધી તેઓએ લગભગ 0.30 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું.

ગયા વર્ષે, 15 ખાંડ મિલો 15 મી ડિસેમ્બર, 2018 ના રોજ કાર્યરત હતી અને તેઓએ 1.05 લાખ ટનનું ઉત્પાદન કર્યું હતું. 15 ડિસેમ્બર, 2019 સુધી તમિલનાડુમાં 6 સુગર મિલો કાર્યરત છે અને ખાંડનું ઉત્પાદન લગભગ 0.73 લાખ ટન હતું, જ્યારે 15 ડિસેમ્બર, 2018 સુધીમાં 16 સુગર મિલો દ્વારા ઉત્પાદિત 0.87 લાખ ટન હતું .

બિહાર,પંજાબ,હરિયાણા અને મધ્યપ્રદેશના સંદર્ભમાં, ક્રમશ 9, 16, 13 અને 19 ખાંડ મિલો કાર્યરત છે અને તેમણે અનુક્રમે 1.35 લાખ ટન, 0.75 લાખ ટન, 0.65 લાખ ટન અને 0.35 લાખ ટન ઉત્પાદન કર્યું છે. આ ઉપરાંત ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ખાંડની રિકવરી પણ ઘણી ઓછી છે કારણ કે મિલો પૂરથી ખરાબ શેરડી સાથે તાજી શેરડીનું પિલાણ કરી રહી છે.