ડેપ્યુટેશન પર ગયેલાને પણ આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક આપાઈ

અમદાવાદ,તા.૨૩
અમપામાં આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની ખાલી પડેલી જગ્યા ભરવા લેવાયેલી પરીક્ષા રદ કરી ફરીથી પરીક્ષા લેવા વિપક્ષ કોંગ્રેસ દ્વારા માંગણી કરાઈ છે.વિપક્ષનો આક્ષેપ છે કે,પહેલેથી જ કોને નિમણૂંક આપવાની છે એ નકકી કરી દેવામા આવ્યુ હોઈ પહેલા એવી જાહેરાત કરાઈ હતી કે,કેલકયુલેટર લઈ પરીક્ષામા બેસવા દેવાશે નહી અને પરીક્ષાના દિવસે કેલકયુલેટર સાથે ઉમેદવારોને બેસવા દેવામાં આવ્યા આ આખીય પ્રક્રીયા સંદેહના ઘેરામા હોઈ નવેસરથી પરીક્ષા લેવાવી જાઈએ.

વિપક્ષનેતા દીનેશશર્મા અને પૂર્વ નેતા બદરૂદીન શેખે કહ્યુ,નિલેશ પટેલ,મિલન શાહ,અખિલેશ બ્રહ્મભટ્ટ,પ્રિથા સુનિલ,રાહુલ શાહ,યતીન્દ્રનાયક,આશિષ રાજા,સારંગ મોદી,પ્રયાગ લાગણીયા,કીરણ વનાલીયા રમેશ પારઘી અને મહેન્દ્ર સોખડીયાની યાદી મ્યુનિસિપલ કમિશનરે પહેલેથી જ તૈયાર કરીને રાખી દીધી હતી.ચિરાગ પંચાલ તો પહેલા પબ્લસિટી વિભાગમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.બાદમાં ગાંધીનગરમાં રાજય સરકારમાં ફરજ બજાવવા તેમણે સામેથી ડેપ્યુટેશન પર જવાની મંજુરી મ્યુનિસિપલ કમિશનર પાસે માંગી હતી.સરકારમાં ડેપ્યુટેશન પર ગયા બાદ તેમનો પગાર પણ અમપામાંથી ચુકવાતો હતો.હવે આજ વ્યકિતને કમિશનર આસીસ્ટન્ટ કમિશનર તરીકે નિમણૂંક આપે એ ખરેખર સંદેહ ઉભો કરે છે.