ડોક્ટરે 30 વર્ષમાં 349 બાળકો પર જાતીય છેડછાડ કરી, ગુપ્ત ડાયરી

ડોક્ટર છેલ્લા 30 વર્ષમાં 349 બાળકો સાથે જાતીય ગુનાઓ કરી ચૂક્યો છે. ફ્રાન્સનો સૌથી મોટો જાતીય ગુનાનો કેસ હોઈ શકે છે. 68 વર્ષીય સર્જન જોએલ લે સ્કાઉર્નેક પર, બાળ બળાત્કારના કેસમાં માર્ચ મહિનામાં કેસ ચલાવવામાં આવશે. જોએલ લે સ્કાઉર્નિકે મધ્ય અને પશ્ચિમ ફ્રાન્સની હોસ્પિટલોમાં ત્રણ દાયકા સુધી કામ કર્યું હોવાનું જાણવા મળે છે.

જોએલ લે સ્કાઉર્નેક પર પહેલા પડોશમાં 6 વર્ષની બાળકી, એક સંબંધી અને એક બાળકને સારવાર માટે બળાત્કારનો આરોપ મૂક્યો હતો. તપાસ દરમિયાન સર્જન જોએલ લે સ્કાઉર્નેકની ગુપ્ત ડાયરી મળી હતી. આ ડાયરીમાં, જોએલ લે સ્કાઉર્નિકે બાળકો સાથેના જાતીય સતામણીની વિગતો લખી હતી અને તેમને સ્કોર આપ્યો હતો. આ ડાયરીમાં બાળકોનાં નામ પણ લખાયાં હતાં.

નોર્થવેસ્ટ ફ્રાન્સના ચીફ પ્રોસીક્યુટર, લોરેલિન પીરેફિટ્ટે શુક્રવારે કહ્યું હતું કે ‘જાતીય શોષણ કરનારા બાળકોની સંખ્યા 349 હોઈ શકે છે. ઘણા કેસો પણ ઘણા જૂનાં છે. ”આ કેસમાં પોલીસે કુલ 229 લોકોની પૂછપરછ કરી છે અને ઘણા લોકોએ ચોક્ટર પરના આરોપોને યોગ્ય ઠેરવ્યા છે.  ‘પીડિતો તેમની સાથેના દુષ્કર્મથી સારી રીતે જાણે છે પણ ડરના કારણે તેઓએ કોઈએ મોઢું નથી ખોલ્યું.’