દેશી બિયારણ શોધીને પોતાના ખેતરમાં ઉગાડી આપતાં આણંદના વેટલાદ પાસેના શેખડી ગામના ખેડૂત 70 વર્ષના પરસોત્તમ શનાભાઈ પટેલ ડોડી ઉગાડે છે. જે આયુર્વેદમાં જીવંતીકા કહે છે. તેમના ખેતરમાં ડોડીના 15 વેલા ઉગાડેલાં છે. જેના પાન ઉતારીને અમદાવાદ વેપારીને આપે છે. બાલારામના જંગલમાંથી ડોડીના બી લાવેલાં આજે 15 વેલા છે અને આ ચોમાસામાં 500-600 રોપ તૈયાર કરી દીધા છે. અમદાવાદ વસ્ત્રાપુર હાટ બજારમાં પણ તેમની ડોડીના પાન વેચાય છે. મંદિરના ઘંટ અને મોરલી જેવી બીન કે જે મદારી લોકો સંગીત માટે વાપરે છે એવા બીજ આદિવાસી વિસ્તારમાંથી લાવીને તેના વેલા તૈયાર કરેલાં છે. આકારની દૂધી તેઓ ઉગાડે છે. જેને સૂકવીને તેનું તુંબડું તૈયાર કરે છે. મહારાષ્ટ્રથી જુવારના બી લાવ્યા છે. જે શેરડીના સાંઠા જેવા તેના છોડ થાય છે. આદિવાસી વિસ્તારમાંથી દેશી તુવેરના બી લાવીને તુવેર ઉગાડે છે. આફ્રિકાથી મરૂડા નામનું એક ફળ મંગાવીને તેની ખેતી આ વર્ષે શરૂ કરી છે. આ ફળ એનર્જીડ્રીંગ તરીકે શરબતમાં વપરાય છે. આ ફળ જામફળ જેવું જ દેખાવમાં છે. તેમણે દેશી સરગવો ઉગાડેલો છે. જેના પાનનો પાઉડર બનાવીને વેચે છે. 17 વર્ષથી તેઓ કુદરતી ખેતી કરે છે. કુદરતી ખેતી માટે કોઈ સેમીનાર હોય તો ત્યાં તેઓ પહોંચી જાય છે.
દેશી બિયારણ ખેતરમાં ઉગાડીને તેનું કામ પુરું થતું નથી. તે પોતાના ડાંગરના પાકમાં ભેજના કારણે આવતી ફૂગ અટકાવવા માટે શરૂના પાનમાંથી દવા બનાવીને તેઓ પાકના રોગને આવતાં અટકાવી શક્યા છે. જ્યારે ફૂગજન્ય રોગ આવે છે ત્યારે ચોખાના દાણાં પીળા પડી જાય છે અને ફાટી પણ જાય છે. શરૂના વૃક્ષના વાળ જેવા પાનને 20 લીટર પાણીમાં નાંખી તે પાણી 25 ટકા સુધી રહે પછી ઉતારીને 24 કલાક પછી તે રોગના નિયંત્રણ માટે વાપરે છે. 15 લીટર પાણીના પંપમાં 400થી 500 મિ. લી. દવા નાંખી છાંટવાથી ફૂગ અંકૂશમાં આવી જાય છે. જેનાથી સારી સફળતા મળી છે.